શું અમદાવાદમાં કોરોનાની સ્થિતિ એટલી ખરાબ છે કે 75 દર્દીઓને કરમસદ ખસેડાયા?

હાલમાં દિવાળી બાદ અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. રોજના કોરોનાના આકંડા પણ એકદમ ચોંકાવનારા સામે આવી રહ્યા છે. ત્યારે જોવા મળી રહ્યું છે કે શહેરમાં 150 દિવસ પછી ફરીથી કોરોનાના કેસનો આંકડો 300ને પાર થયો છે. 22 જૂને 314 કેસ નોંધાયા હતા. જે પછી શુક્રવારે 305 કેસ નોંધાયા છે. જ્યારે 3 દર્દીના મૃત્યુ થયા છે. તો વળી એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ખાનગી હોસ્પિટલોમાં માત્ર 10 ટકા બેડ ખાલી છે. સરકારનું કહેવું છે કે, અમદાવાદની હોસ્પિટલોમાં પૂરતા બેડ છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, અમદાવાદના 75 દર્દીને 108 દ્વારા કરમસદની હોસ્પિટલમાં લઈ જવાયા છે.

image source

નિયમ એવો છે કે, મ્યુનિ. ક્વોટા હેઠળ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થતાં દર્દી માટેની નવી વ્યવસ્થા મુજબ દર્દીએ 108ને ફોન કરવો પડશે અને 108 દ્વારા જે હોસ્પિટલમાં દર્દીને દાખલ થવાનું કહે ત્યાં દાખલ થવું પડશે. આથી પસંદગીની હોસ્પિટલ નહીં મળી શકે. શુક્રવારે આ વ્યવસ્થા લાગુ થતાં સંખ્યાબંધ દર્દીને પસંદગીની હોસ્પિટલ ન મળતાં ખાનગી હોસ્પિટલમાં જવાની ફરજ પડી હતી. જ્યારે સંખ્યાબંધ લોકોએ કરમસદ જવાનો વિકલ્પ પણ ફગાવતાં તેમણે પણ ખાનગી હોસ્પિટલમાં જવું પડ્યું હતું. સિવિલમાં સરકારે 60 જેટલા આઈસીયુ બેડ વધારવાની જાહેરાત કરી છે. જ્યારે આ માહિતી સામે આવી ત્યારે લોકો પણ વિચારવા માટે મજબૂર બની ગયા છે કે ખરેખર અમદાવાદની હાલત એટલી બદ્દતર છે કે દર્દીઓને બીજે ખસેડવા પડી રહ્યા છે.

image source

આ 17 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં

કેસની સમીક્ષા બાદ મ્યુનિ.એ વધુ 17 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુક્યા છે. જ્યારે 6 વિસ્તારને મુક્ત કર્યા છે.

  • આનંદ વિહાર સોસા. બહેરામપુરા
  • મધ્યમ વર્ગ સોસા. શાહવાડી, નારોલ
  • જુના લાલભાઇ સેન્ટર, ખોખરા
  • સિદ્ધિ વિનાયક પાર્ક-ડી, ખોખરા
  • બંસીધર -2, એપાર્ટ, ખોખરા
  • જય અંબે સોસા., કુબેરનગર
  • કનક કલા-1, જોધપુર
  • ઓર્કિડ માય ફેર, મકરબા
  • સફલ પરિસર 1, સાઉથ બોપલ
  • આરોહી હોમ્સ, સાઉથ બોપલ
  • આરોહી રેસિડન્સી, સાઉથ બોપલ
  • કમલા એપાર્ટ, આંબાવાડી, પાલડી
  • નવકાર ફ્લેટ, વાસણા
  • જયરાજ ફ્લેટ, વિરાટનગર
  • શાયોના ઓર્કિડ બંગલોઝ, નિકોલ
  • અબજીબાપા લેકવ્યુ, વસ્ત્રાલ
  • સી બ્લોક, સેન્ચુરી ટાવર, બોડકદેવ
image source

ક્યાં કેટલા બેડ ખાલી છે જો એની વાત કરવામાં આવે તો, એસએમએસ હોસ્પિટલમાં 36 બેડ, કોઠીયા હોસ્પિટલ, નિકોલમાં 8 બેડ, NIMS હોસ્પિટલમાં 1 બેડ, કિડની હેલ્થમાં 1, કેર પ્લસ હોસ્પિટલમાં 8, ટર્નિંગ પોઇન્ટ હેરિડે સેમાં 4, માનસરોવર હોસ્પિટલમાં 4, અંશ હોસ્પિટલમાં 2, લાઇફલાઇન ગ્રુપ ઓફ હોસ્પિટલમાં 17, કર્ણાવતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 4, તપન હોસ્પિટલ, રખિયાલમાં 5, સનરાઇઝ હોસ્પિટલમાં 2, શેલબી હોસ્પિટલ, નિકોલમાં 30, સ્પંદન હોસ્પિટલ, વસ્ત્રાલમાં 1, રાબાડિયા મલ્ટિ સ્પે. નિકોલમાં 4, કાનબા હોસ્પિટલ, વિરાટનગરમાં 3, હેલ્થવન હોસ્પિટલમાં 1, શિવાલિક મલ્ટિ સ્પેશિયાલિટીમાં 18, શિફા હોસ્પિટલ, જમાલપુરમાં 6, જનકલ્યાણ હોસ્પિટલમાં 2, લિટિલ ફ્લાવર સુપર સ્પે.માં 4, નારોલ ICUમાં 3, શક્તિ હોસ્પિટલમાં 12, રાજસ્થાન હોસ્પિટલ, શાહીબાગમાં 4, ચંદ્રમણી હોસ્પિટલમાં 3, બોપલ ICU-ટ્રોમા સેન્ટર, આંબલીમાં 1, શાલિન હોસ્પિટલમાં 2, લાઇફલાઇન મલ્ટિ સ્પે., ચાંદલોડિયામાં 2, ઇકરા હોસ્પિટલ (અમેના ખાતુન મલ્ટિ સ્પે.હોસ્પિ.)માં 33 અને ક્રિષ્ના શેલબીમાં 40 બેડ ખાલી છે.

ગુજરાતમાં કોરોના

image source

ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે તો ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1420 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,94,402એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3837એ પહોંચ્યો છે. જ્યારે 1040 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.31 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 67,901 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત