અમદાવાદમાં Zydus Biotechની મુલાકાત બાદ PM મોદી પૂણે જવા રવાના, વેક્સિનના ફેઝ-2ના પરિણામોની કરી ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દેશની અમદાવાદ સહિતની ત્રણ પ્રયોગશાળા કે જ્યાં કોરોના વાયરસની રસી તૈયાર થઈ રહી છે તેની ટુંકી મુલાકાતે રવાના થયા હતા. તેઓ દિલ્હીથી સીધા અમદાવાદ આવ્યા હતા. અહીં અમદાવાદમાં ઉતર્યા બાદ તેઓ સીધા જ ચાંગોદર ખાતેના ઝાયડસ કેડિયાના પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ઝાયડસ કેડિલાના પ્લાન્ટ ખાતે દોઢ કલાક જેટલો સમય પસાર કર્યો હતો. આ સમય દરમિયાન તેમણે વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી હતી અને ત્યારબાદ તેઓ હૈદરાબાદ જવા રવાના થયા હતા.

image source

વડાપ્રધાન મોદીની ઝાયડસ કેડિયાની મુલાકાતની વિગતો પર નજર કરીએ તો પીએમ સવારે 9 લાકે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા અહીંથી તઓ ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચ્યા હતા. તેઓ કંપનીની અંદર પણ ગયા હતા. આ તકે પીએમ પીપીઈ કીટમાં સજ્જ જોવા મળ્યા હતા.

તેમણે પ્લાંટની અંદર કંપની દ્વારા તૈયાર થતી રસીની વિગતો મેળવી અને પ્રોગ્રેસ વિશે જાણકારી મેળવી હતી. પ્લાંટની મુલાકાત બાદ તેમણે ઝાયડસ કંપનીના ચેરમેન પંકજ પટેલ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રસી અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.

image source

વડાપ્રધાન મોદીએ બેઠકમાં ચર્ચા ઉપરાંત રસી તૈયાર કરતાં વૈજ્ઞાનિકો સાથે પણ ચર્ચા કરી હતી અને રસીની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન ઝાયડસ પ્લાંટ ખાતે 1થી 1.30 કલાક રોકાયા હતા. ત્યારબાદ તેઓ પ્લાંટ ખાતેથી જ વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે પુણે જવા રવાના થયા હતા. અહીં તેઓ સીરમ ઈંસ્ટિટ્યુટની મુલાકાત લેશે, અહીંથી તેઓ હૈદરાબાદ જવા રવાના થશે.

image source

જાણવા મળ્યાનુસાર વડાપ્રધાન મોદી અને ઝાયડસની રસી વિકસાવતા વૈજ્ઞાનિકો વચ્ચે રસીના ફેઝ-2ના ટ્રાયલના પરિણામો અંગે ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે ઝાયડસની રસીનું ફેઝ-2 ટ્રાયલ ઓગસ્ટ માસમાં શરુ થયું હતું અને નવેમ્બર સુધી તે ચાલ્યું હતું. તેવામાં આજે વડાપ્રધાન મોદીએ આટલા સમયમાં શું પરીણામ જોવા મળ્યું તે અંગે જાણકારી મેળવી હતી. આ સાથે જ તેમણે રસીના ફેઝ-3 ટ્રાયલને લઈને પણ ચર્ચા કરી હતી. કંપનીએ અગાઉ ડિસેમ્બરથી ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરુ કરવાની વાત પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર બાદ ફરીવાર ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીનું અભિવાદન કરવા લોકો રસ્તા પર ઊભેલા જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ આ દ્રશ્ય જોઈ અને પોતાની કારનો કાફલો રોકી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત