સતત ધબકતા અમદાવાદનો આજે સ્થાપના દિવસ, જુઓ શહેર ક્યાંથી ક્યાં પહોંચ્યું, છતાં આજે છે આટલો મોટો અફસોસ…

આજે 26મી ફ્રેબુઆરી એટલે કે અમદાવાદનો જન્મદિવસ. ૨૬મી ફેબ્રુઆરી ૧૪૧૧ના દિવસ અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. જોતજોતામાં 609 વર્ષ વીતી ગયા અને 610મું વર્ષ શરૂ થઈ ગયું.

માટે એ રીતે વાત કરીએ તો શુક્રવારે અમદાવાદ શહેર તેની ૬૦૯ વર્ષની સફર પુરી કરશે. નગરમાંથી નગરપાલિકા, અને તેમાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આ શહેરને મળ્યાને પણ આજે ૭૦ વર્ષ પુરા થશે.

image source

કાપડ ઉદ્યોગ માટેના માનચેસ્ટરના બિરૂદથી લઈને અમદાવાદ આજે સ્માર્ટ સિટી અને વર્લ્ડ હેરીટેજ શહેરના દરજ્જા સુધી પહોંચ્યું છે. અમદાવાદ એટલે લાલ બસનું શહેર, આ લાલ બસ એટલે કે, એ.અમ.ટી.એસ.બસ સેવાને પણ ૭૪ વર્ષ થયા.

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પણ અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા હતા એ વાતને કેમ ભૂલી શકાય.

image source

અમદાવાદના લોકોને સારી સારવાર મળે એવી હોસ્પિટલની જરૂર આવતા દાતાઓના દાનની મદદથી ૯૧ વર્ષ અગાઉ અમદાવાદ શહેરની વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ શરૂ કરાઈ હતી. શાસકોના અવિચારી નિર્ણયના લીધે આ હોસ્પિટલ પોતે ડાયાલીસીસ પર છે એ વાત સુધી છે

એ જ રીતે વાત કરીએ તો વર્ષ ૨૦૧૦માં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજનો દરજ્જો મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭માં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજનો દરજ્જો મળી પણ ગયો છે.

image source

અને છેલ્લા ચાર વર્ષમાં ૬૦૦ વર્ષથી જળવાઈ રહેલા અમદાવાદ શહેરની ઐતિહાસિક ધરોહરો પ્રત્યે ગુનાહિત બેદરકારી અને દુર્લક્ષ્ય સેવવામાં આવી રહ્યું છે એ એક અફસોસની વાત છે.

માત્ર ચોપડે હેરિટેજનો દરજ્જો મળ્યાથી ખુશ થઈ શહેરના વહીવટકર્તાઓએ આ દરજ્જાને ધૂળે નાંખ્યો હોય તેમ હેરિટેજ અમદાવાદની ઓફિસે પણ તાળા વાગી ગયા છે. વિચારો કે માંડ માંડ એ સિટીને આ દરજ્જો મળ્યો પણ નેતા અને વહીવટ કર્તાઓના રાજકારણમાં એ બધું ધૂળમાં જઈ રહ્યું છે.

image source

આ સાથે જ ગૌરવ લેવાની વાત છે કે અંગ્રેજ સરકારે જેમને રાવ બહાદુરનો ખિતાબ આપ્યો હતો એવા રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ વર્ષ-૧૮૮૫માં અમદાવાદ મ્યુનિસિપિલના પ્રથમ પ્રમુખ બન્યા હતા.

image source

વર્ષ-૧૮૬૧માં અમદાવાદમાં તેમણે પ્રથમ કાપડની મિલ શરૂ કરી હતી ત્યારથી જ અમદાવાદમાં મિલોનું પ્રમાણે હજુ પણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે.

અમદાવાદ શહેરને પ્રથમ અંડરગ્રાઉડ પાણી અને ડ્રેનેજની સુવિધા આપવાનો યશ પણ એમના ફાળે જાય છે. બ્રિટીશ શાસન હોવા છતાં તેમણે અમદાવાદમાં ઘેર-ઘેર નળ મારફત પાણી મળે અને ગટરની સુવિધા મળે એ માટે કામગીરી કરાવી હતી.

image source

અમદાવાદ શહેરનો આજે 610મો જન્મદિવસ છે. ધૂળિયાનગરમાંથી ધબકતું બનેલું અમદાવાદ નગરજનોના સપનાંની ઉડાનનું ફલક બન્યું છે. અમદાવાદે રમખાણો, ભૂકંપ જેવી ઘટનાઓ જોઈ છે, પણ ઘટનાઓના બોધપાઠથી બેઠું થયેલું શહેર હંમેશાં દેશની કોઈ પણ ઘટનાની પડખે ઊભું છે.

image source

દેશમાં અમદાવાદ રાજકીય અને સંસ્કૃતિ કેન્દ્રબિંદુ છે. દેશમાં આર્થિક અને ઔદ્યોગિક કામકાજનું હબ અમદાવાદ ગણાતું હતું અને હજી પણ ગણાય છે. દેશમાં હાલ પણ સૌથી બીજા નંબરનું કપાસ ઉત્પાદક મથક અમદાવાદ છે. જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને અહમદાબાદ બસાયા.

image source

અમદાવાદની સાથે આ કહેવત જોડાયેલી છે. ઈ.સ..1411માં સુલતાન અહમદશાહે અમદાવાદ શહેર વસાવ્યું હતું. અહમદશાહે જ્યારે અમદાવાદ વસાવ્યુ હતું ત્યારે શહેરમાં એક ડઝન દરવાજા હતા અને તેની ફરતે કોટ હતો. જેની વચ્ચે અમદાવાદ કેદ હતુ.

image source

સમય જતાં અમદાવાદનો વિકાસ કિલ્લા પૂરતો નહીં પણ ચોમેર થયો છે, જેના પરિણામે આજે અમદાવાદ જૂનું અમદાવાદ એટલેકે કોટ વિસ્તાર અને નવું અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં વહેંચાય ગયો છે. અમદાવાદની શાન ગણાતાં દરવાજાઓ આજે પણ અડીખમ ઉભા છે, જે અમદાવાદના ભવ્ય ભૂતકાળના યાદ તાજી કરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!