કોરોનામાં અમદાવાદીઓને રાહત: પહેલા લાગતી હતી સિવિલમાં લાંબી લાઈનો, જેમાં હવે થયો આટલો ઘટાડો, જાણો તમામ માહિતી એક ક્લિકે

કોરોનાની બીજી લહેરમાં પણ અમદાવાદીઓના હાલ રાજ્યમાં સૌથી વધારે ખરાબ થયા હતા. કોરોનાની ઝપેટમાં જાણે આખેઆખું અમદાવાદ આવી ગયું હોય તેમ જ્યાં જુઓ ત્યાં લાઈનો જોવા મળતી હતી. સિવિલ હોસ્પિટલ બહાર દર્દી સાથે એમ્બ્યુલન્સની લાઈન, ઝાઈડસ બહાર ઈન્જેકશન માટે લાઈન, મેડિકલ સ્ટોર પાસે દવા દેવા લાઈનો અને ઓક્સિજનના રિફીલીંગ માટે પણ લાઈનો જ લાઈનો જોવા મળતી હતી. આવી સ્થિતિમાં અમદવાદીઓ માટે ઘણા દિવસ પછી રાહતના સમાચાર સામે આવ્યા છે.

image source

અમદાવાદીઓને ધમરોળી નાંખનાર વાયરસ હવે ધીમો પડ્યો છે. કોરોનાના કેસમાં પણ હવે ધીરે ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો છે જેના કારણે હોસ્પિટલ બહારની લાઈનો ઓછી થવા લાગી છે. કોરોનાની મહામારીએ આ વખતે અનેક પરિવારને અધુરા કરી દીધા છે. અનેક માતાપિતાએ સંતાનો ગુમાવ્યા છે તો સંતાનોએ માતાપિતાની છત્રછાયા. પતિથી પત્ની વિખૂટી પડી છે તો ક્યાંક તો આખો પરીવાર સાફ થઈ ચુક્યો છે. આવી ભયંકર દશા દેખાડનાર કોરોના વાયરસનું તાંડવ બંધ થાય અને કુદરત ખમૈયા કરે તેવી પ્રાર્થના દરેકના દિલથી થતી હતી. આ પ્રાર્થનાઓ અસર કરવા લાગી હોય તેમ જણાય છે.

image source

કોરોનાના રોજ નોંધાતા કેસમાં રાહત આપે તેવો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 11,592 નવા કેસ નોંધાયા હતા તો સાથે 119 દર્દીના મોત થયા હતા. જ્યારે આ કુલ કેસમાંથી અમદાવાદમાં 3263 કેસ નોંધાયા હતા. જ્યારે 20 દર્દીના મોત થયા હતા. જો કે કોરોનાનું તાંડવ સાવ અટકે અને તેનો ભોગ કોઈ ન બને તેવી સ્થિતિ આવતા કદાચ હજુ સમય લાગે પણ તેની શરુઆત થઈ ચુકી છે. રાજ્યમાં હવે રિકવરી રેટ ફરી એકવાર વધી રહ્યો છે.

image source

કોરોનાના કેસ ઘટતા સિવિલ હોસ્પિટલ બહાર લાગતી દર્દીને દાખલ કરવા માટેની એમ્બ્યુલન્સની લાઈનો પણ ઘટી છે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડ જે વી મોદીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. છેલ્લા 5, 6 દિવસથી સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા આવતા કોરોનાના દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો થઈ રહ્યો છે.

image source

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગત 5 મે થી 10 મે સુધીમાં સિવિલ હોસ્પિટલમાં અનુક્રમે 324, 304, 274, 265, 258 અને 194 દર્દીઓ દાખલ થયા હતા. આ આંકડા જ દર્શાવે છે કે કોરોનાના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. જો કે તેનો અર્થ એવો પણ નથી કે લોકો આ વાતથી ફરી બેદરકાર થઈ જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!