15 વર્ષના કિશોરના કમરના મણકા થઇ ગયા વાંકા, ઓપરેશન માટે જોવી પડી આટલા વર્ષોની રાહ, જ્યારે અમદાવાદ સિવિલે વિનામૂલ્યે કરી

એક યુવકના કમરના મણકા થઈ ગયા વાંકા, ઓછી ઉંમરના કારણે ઓપરેશન માટે 3 વર્ષ જોવી પડી રાહ. સર્જરી થઈ અમદાવાદ સિવિલમાં.

સ્કોલીઓસીસ નામની બીમારી આખી દુનિયામાં સમગ્ર વિશ્વમાં 2.5 ટકા લોકોમાં જોવા મળે છે. જૂનાગઢના ભેંસાણમાં રહેતા 15 વર્ષનો એક યુવક આ બિમારીનો ભોગ બન્યો હતો. તેના કમરના મણકાં વાંકા થઈ ગયાં હતાં. અને એટલે જ હલન્સલનમાં તેને ખૂબ જ તકલીફ પડતી હતી. આ યુવકની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી છે અને હવે એ એકદમ સ્વસ્થ છે.

image source

મળેલી માહિતી અનુસાર જૂનાગઢના ભેંસાણમાં 15 વર્ષના અભય રાદડિયા નામના યુવકને સ્કોલિઓસિસ નામની બિમારી થઈ હતી. આ બિમારી ઝડપથી એના શરીર પર કબજો કરી રહી હતી જેના કારણે અભયના કમરના મણકા વાંકા થઈ ગયા હતાં.

જો કે અભયને જન્મથી જ કમરના મણકામાં વધારે પડતો વળાંક હતો, પરંતુ ધીમેં ધીમે એની આ તકલીફ વધવા લાગી હતી. રમતગમતમાં રસ ધરાવતા અભ્યને હવે હલનચલનમાં પણ તકલીફ પડવા લાગી હતી. અભયની આવી સ્થિતિ જોઈ પરિવારના લોકોએ ઘણી ખાનગી હોસ્પિટલ તથા ઓર્થોપેડિક ડોક્ટર્સનો સંપર્ક કર્યો હતો. પણ ક્યાંય પણ એમને અભય માટે યોગ્ય સારવાર મળી ન હતી.

image source

ત્યાર બાદ અભયનો પરિવાર અભયને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા . જ્યાં તેના એક્સ રે, એમઆઈઆર અને સીટી સ્કેન જેવા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટ રિપોર્ટમાં ખ્યાલ આવ્યો કે અભયને સ્કોલિયોસિસ નામની ગંભીર અને દુર્લભ બિમારી છે. જેમાં કમરનાં મણકા સામાન્ય કરતાં વધારે વાંકા થઇ જાય છે જેના લીધે હલનચલન પર અસર થાય છે.

અભયની વાત કરીએ તો જ્યારે તે 3 વર્ષ પહેલા સારવાર માટે અમદાવાદ સિવિલમાં આવ્યો ત્યારે એની ઓછી ઉંમર પણ એક અવરોધરૂપ પરિબળ હતું. સ્કોલિયોસિસ બિમારીના ઓપરેશન માટે દર્દીની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. આ એક ટેક્નિકલ આવશ્યક્તા હતી, તેથી અભયના પરિવારે ઓપરેશન માટે 3 વર્ષ રાહ જોવી પડી હતી.

image source

આખરે અભય 18 વર્ષનો થયો ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. જે. વી. મોદી અને તેમની ટીમે અભયના ઓપરેશનનો નિર્ણય કર્યો. ડો. મોદી અને તેમની ટીમે સતત ન્યૂરો મોનિટરિંગ સાથે આ જટિલ અને જોખમી ઓપરેશનને સફળતાપૂર્વક પાર પડ્યું હતું.

સ્કોલિયોસિસ બિમારી કેટલી ગંભીર છે એ વિશે સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ડેન્ટ અને સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી કહે છે કે સમગ્ર દુનિયામાં સ્કોલિયોસિસ બિમારીનું પ્રમાણ માત્ર 2.5 ટકા છે. જ્યારે ભારતમાં આ બિમારીનું પ્રમાણ માત્ર 0.4 ટકા છે.

image source

સામાન્ય રીતે આ બિમારી છોકરાઓમાં વધુ જોવા મળે છે. આ બિમારીથી પીડાતા બાળકોને સામાન્ય જીવનમા અગવડતા પડતી હોય છે. મોટા ભાગે આ બિમારી ડોર્સલ લેવલ 60- 65 ટકા ઉપર જોવા મળતી હોય છે. પરંતુ લંબર લેવલ ઉપર આ બિમારીનું પ્રમાણ ઓછું એટલે કે 35-40 ટકા જેવું જોવા મળે છે.

આ ગંભીર બીમારીની સારવારમાં આમ તો 8થી 10 લાખ રૂપિયાનો ખર્ચ થાય એમ છે પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આ ઓપરેશન વિનામૂલ્ય થયું છે. તમને જણાવી દઈએ કે આ ઓપરેશન સફળ રહ્યું છે અને અભય અત્યારે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!