વાવાઝોડાનું મેઘતાંડવ: અમદાવાદથી આટલા કિ.મી. દૂર છે ‘તાઉ-તે’ વાવાઝોડું, ગુજરાતમાં ઠેર-ઠેર મચાવી તબાહી, જોઇ લો તસવીરોમાં

વાવાઝોડાનું મેઘતાંડવ:અમદાવાદથી આટલા કિ.મી. દૂર છે વાવાઝોડું, ઠેર-ઠેર મચાવી તબાહી

‘તૌકતે’ વાવાઝોડાએ લક્ષદ્વીપની દક્ષિણ દિશામાં વિકસિત થવાથી લઇ ગુજરાતની પાસે દીવના દરિયાકિનારે ટકરાવા સુધીમાં અંદાજે 1200 કિલોમીટરનું અંતર કાપ્યું. છેલ્લાં બે દાયકામાં અરબસાગરમાં ઉદભવેલા કોઇપણ વાવાઝોડાએ આટલું મોટું અંતર કાપ્યું નથી.

image source

તાઉ તે વાવાઝોડાએ આ અંતર 7 દિવસમાં કાપ્યું અને પશ્ચિમી તટના તમામ 5 રાજ્યો અને 2 આઇલેન્ડમાં ભયંકર તબાહી મચાવી. સોમવાર રાતથી તૌકતે વાવાઝોડું ગુજરાતને ઘમરોળી રહ્યું છે ત્યારે દીવ, ઉના અને રાજુલામાં વાવાઝોડાના કારણે ભયંકર તબાહી જોવા મળી છે.

હવામાન વિભાગ દ્વારા મંગળવારે સવારે 7.30 અપાયેલ અપડેટ અનુસાર વાવાઝોડું અમદાવાદથી દક્ષિણ પશ્ચિમમાં 230 કિમી દૂર છે જ્યારે અમરેલીથી 10 કિમી દૂર છે.

image source

વાવાઝોડું ઉત્તર તરફ જ આગળ વધવાની શક્યતા છે. સાથે જ જેમ જેમ આગળ વધે તેમ વાવાઝોડું નબળું પડવાની આગાહી કરવામાં આવી છે. હાલ પવનની ગતિ 120 થી 130 કિમી પ્રતિ કલાક છે જોકે આ ગતિ 140 કિમી પ્રતિ કલાક સુધી પહોચી શકે છે.

ગઇકાલે રાતથી જ ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા બાદ વાવાઝોડું આખા રાજ્યને ઘમરોળી રહ્યું છે. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ટક્કર મારી અને તેજીથી ગુજરાતમાં આગળ વધ્યું. સૌથી વધારે અસર દીવ, અમરેલી, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે. આખી રાત દીવમાં અતિભારે વરસાદ વરસતો રહ્યો. ગુજરાત પર તૌકતે આફત બનીને ત્રાટક્યું છે.

image source

ચાર જિલ્લાઓમાં ભયંકર વરસાદ

નોંધનીય છે કે સોમવારે રાજ્યમાં પ્રવેશ બાદ ધીમે ધીમે વાવાઝોડાની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે. વેરાવળ અને સોમનાથમાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે. વાવાઝોડા સાથે અનેક વૃક્ષો ધરાશાયી થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. સોમનાથ બાદ સૌથી વધારે નુકસાન રાજુલા અને જાફરાબાદમાંથી છે.

રાજુલાથી સાવરકુંડલા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો અને વૃક્ષો પડી જતાં રાજુલાથી ભાવનગરનો રસ્તો પણ બંધ હતો. રાજુલામાં 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉના અને ગીરમાં અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. સોમનાથ, વેરાવળ, ઉનામાં 130 કિલોમીટર સુધીની પવનની ઝડપ જોવા મળી હતી.

image source

દીવમાં મચાવી તબાહી

દીવમાં વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. દીવમાં ભારે પવન સાથે આખી રાત ભયંકર જળબંબાકાર જેવી સ્થિતિ રહી હતી જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. વાવાઝોડાના કારણે આખા દીવમાં અંધારપટ જેવી સ્થિતિ થઈ હતી અને દીવ સિટીમાં દરિયાનું પાણી ઘૂસી ગયું છે. ઊનામાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે.

image source

ચાર રાજ્યોમાં 17 લોકોના મોત

  • – કર્ણાટકના અલગ-અલગ જિલ્લામાં વાવાઝોડાથી અત્યાર સુધીમાં 5 લોકોના મોત થઇ ચૂકયા છે
  • – મહારાષ્ટ્રના જલગાંવમાં રવિવાર બપોરે 3 વાગ્યે એક ઝાડ ઝૂંપડી પર મળતા 17 અને 17 વર્ષની બે બહેનોના મોત થયા. તેમની માતાની સ્થિતિ ગંભીર છે. તો રાયગઢ જિલ્લામાં 3, ઠાણેમાં 2, અને સિંધુદુર્ગ જિલ્લામાં 1 વ્યક્તિનું ચક્રવાતી તોફાનના લીધે મોત થયું છે.
  • – ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે વાવાઝોડાના લીધે રાજ્યમાં 2 લોકોના મોત થયા છે.
  • – તમાલિનાડુના કન્યાકુમારીમાં દિવાલ પડતા 2 લોકોના મોત થયા. તેમાં 2 વર્ષનું એક બાળક અને બીજો 36 વર્ષનો વ્યક્તિ સામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!