અમદાવાદની આ લેબોરેટરીમાં એક પણ રજા લીધા વિના 1 વર્ષથી કોરોના ટેસ્ટિંગ કરી રહ્યા છે ડોક્ટરો

ભારતમાં હાલમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. ભારતમાં કોરોનાની કહેરને એક વર્ષ થઈ ચુક્યું છે. હાલમાં ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે, જેને કારણે રાજ્યના મહાનગરોમાં ફરી નાઈટ કર્ફ્યૂ લાગુ કરવાની ફરજ પડી છે તો બીજી તરફ ક્લબ, જીમ અને શાળા કોલે જોને પણ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ આ એક વર્ષમાં કોરોના મહામારી સામે રાજ્યના અનેક ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ ખડે પગે રહી લોકોની સારવાર કરી રહ્યા છે. નોંધનિય છે કે કોરોના વાયરસની એન્ટ્રી ભારતમાં જાન્યુઆરીમાં અને ગુજરાતમાં ગયા વર્ષે 18 માર્ચે રોજ થઈ હતી.

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના ટેસ્ટિંગનું કામ એ પહેલાં 8 ફેબ્રુઆરીથી જ અમદાવાદમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબમાં શરૂ ચુક્યું હતું. તમને જાણીને ગર્વ થશે કે, ત્યારથી લઈને આજસુધી આ લેબ એકપણ દિવસની રજા રાખ્યા વગર સતત કામ ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ તે, આ લેબોરેટરીમાં કોરોના વાયરસ અંગે થયેલા ટેસ્ટ અને સંશોધનના આધારે જ વિવિધ વેક્સિન બની છે.

image source

નોંધનિય છે કે ગુજરાતમાં 19 માર્ચે 2020માં પહેલો કોરોના પોઝિટિવનો કેસ સામે આવ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારથી કોરોના ટેસ્ટિગ માટે આ લેબની શરૂઆત થઇ ત્યારથી આજના દિવસ સુધી લેબ બંધ થઈ નથી, એટલે કે 24 કલાક અવિરત અહિં નિષ્ણાતો કામ કરી રહ્યા છે અને સેમ્પલના ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે, સૌથી પહેલા માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર, ટેક્નિશિયન, રેસિડન્ટ ડોકટરના 35 જેટલા સ્ટાફ સાથે લેબ શરૂ થઇ હતી અને પછી રાજ્યમાં જેમ જેમ કોરોના વાઈરસના કેસમાં વધારો થતો ગયો તેમ તેમ બીજા વિભાગમાંથી ડોક્ટરોની મદદ લઈને ટેસ્ટિંગની પ્રક્રિયામાં વધારો કરવામાં આવ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે કે, બી.જે. મેડિકલ કોલેજે અત્યારસુધીમાં 2 લાખ 13 હજારથી વધુ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ શરૂઆતના 3 મહિના સુધી રાજ્યમાં જે પણ જગ્યાએ સેમ્પલ લેવામાં આવતા હતા તેમને ટેસ્ટિંગ માટે બી.જે. મેડિકલ કોલેજમાં જ લાવવામાં આવતાં હતાં. જો કે કેટલાક કોમ્પ્લિકેટેડ રિપોર્ટ્સની તપાસ માટે પુણે પણ મોકલવામાં આવતા હતા.

image source

આ અંગે બી.જે. મેડિકલ કોલેજના ડિન અને માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડો. પ્રણય શાહે જણાવ્યું હતું કે, બર્ડ ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, પ્લેગની કામગીરીમાં અમને થયેલો અનુભવ હાલમાં કોરોના ટેસ્ટિંગની કામગીરીમાં કામ આવી રહ્યો છે. નોંધનિય છે કે, ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં સમગ્ર દેશમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યા બાદ પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સિવાય દેશભરમાં માત્ર બે સ્થળ પર ICMRએ કોરોના ટેસ્ટિંગ માટેની લેબને મંજૂરી આપી હતી. જેમા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી બી.જે. મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે જ્યારે મેઘાલયના શિલોંગની નેઇગ્રીહમ્સ હોસ્પિટલને પણ ટેસ્ટિંગ માટે મંજૂરી આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, સમગ્ર વિશ્વના નિષ્ણાતો કોરોના મહામારી સામે લડવા મથી રહ્યા છે ત્યારે બી.જે. મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના અનુભવી ટેક્નિશિયન, પ્રોફેસરોએ ટેસ્ટિંગ માટેના પડકારને સ્વીકારી એક અનોખી મિશાલ રજૂ કરી છે. નોંધનિય છે કે, શરૂઆતના બે મહિના સુધી રાજ્યભરમાં ફક્ત બી.જે. મેડિકલ કોલેજમાં કોરોના વાઈરસના સેમ્પલના રિપોર્ટની કામગીરી કરવામાં આવતી હતી.

image source

જોકે ત્યાર હાદ કોરાના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રાજ્ય સરકારે અન્ય 5 સરકારી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા શરૂ કરી હતી. તમને જણાવી દઈએ કે, ICMRની મંજુરી બાદ આરોગ્ય વિભાગ અને બી.જે. મેડિકલના માઇક્રોબાયોલોજીના નિષ્ણાતોએ અન્ય 5 હોસ્પિટલના સ્ટાફને માર્ગદર્શન આપી તૈયાર કર્યા હતા.

નોંધનિય છે કે, જેમ જેમ કોરોના પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતો ગયો તેમ તેમ રાજ્યનાં ટેસ્ટિંગ માટે અન્ય હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી. જેમા જીમર્સ મેડિકલ કોલેજ અને ખાનગી લેબમાં પણ ટેસ્ટિંગની મંજૂરી આપવામાં આવી હતી. તો બીજી તરફ રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલ માટે બી.જે. મેડિકલ કોલેજમાં ક્વોલિટી કંટ્રોલ લેબ તરીકે કામગીરી સંભાળી, એટલે કે રાજ્ચના અન્ય વિસ્તારનાં કેટલાંક સેમ્પલ પણ બી.જે. મેડિકલમાં તપાસ માટે આવતા હતા.

image source

તમને જણાવી દઈએ કે, કોરોના મહામારીમાં દિવસ રાત સેવા આપતા બી.જે. મેડિકલ કોલેજના 35 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યું છે. જો કે સૌથી મહત્વની વાત એ કે આ તમામ યોદ્ધાઓએ કોરોનાને મ્હાત આપી ફરી કામ પર પરત ફર્યા હતા અને આજે પણ કોરોના સામેની જંગ લડી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!