પોલીસ કમિશ્નરે અમદાવાદમાં આ દુકાનો ખોલવાની આપી મંજૂરી, જાણો કઇ દુકાનો હજુ પણ નહિં ખોલી શકાય

કોરોનાના કારણે અમદાવાદના શહેરીજનોએ ભયંકર સ્થિતિનો સામનો કર્યો છે. હજુ પણ રાજ્યમાં સૌથી વધુ કેસ અહીં નોંધાય છે. તેવામાં સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા અહીં કડકાઈથી મીની લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.

સરકારે જાહેર કરેલા નિયમ અનુસાર અહીં નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે તેવામાં અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. શહેર પોલીસ કમિશ્નર પાસે ટીમ્બરના વેપારીઓ દ્વારા મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઈ અને વેપારીઓને કાચો માલ, પેકીંગ મટિરિયલ્સ મોકલવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ટ્રાંસપોર્ટ કંપનીઓને તેના 50 ટકા સ્ટાફ સાથે કાર્ય કરવા મંજૂરી અપાઈ છે. જો કે આ દરમિયાન તેમણે કોરોનાની ગાઈડલાઈનું પાલન કરવું ફરજિયાત રહેશે.

image source

આ સાથે કસ્ટમ ક્લિયરિંગ સ્ટાફએ પણ રાત્રે ફરજ માટે જવા સ્પેશિયલ બ્રાંચ પાસેથી કર્ફ્યૂ પાસ લેવા ઓનલાઈન અરજી કરવી પડશે. આ અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવાની રહેશે.

આ સિવાય અમદાવાદ શહેરમાં ચશ્માની દુકાનો ખોલવા પણ મંજૂરી આપવામાં આવી છે. જો કે આ રીતે જ્વેલર્સ દ્વારા પણ દુકાનો ખોલવા મંજૂરી લેવામાં આવી હતી. પરંતુ તેમને મંજૂરી મળી નથી. શહેર પોલીસ કમિશ્નરને ઓપ્ટિશિયન એસોસીએશન દ્વારા અરજી કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ચશ્માની જરૂર મેડિકલ સ્થિતિમાં પણ પડે છે. તેથી ચશ્માની રિટેલ તેમજ હોલસેલની દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવે.

image source

આ અરજીને મંજૂરી તો આપવામાં આવી છે પરંતુ સાથે જ વેપારીઓને કડક સુચના પણ આપવામાં આવી છે તેઓ વેપાર કરતી વખતે કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરશે. આ સાથે જ ટ્રાન્સપોર્ટ કંપનીઓને પણ જણાવી દેવાયું છે કે તેઓ 50 ટકા સ્ટાફ સાથે કામ કરે અને ગાઈડલાઈનનું પાલન કરે. જો ગાઈડલાઈનનો ભંગ થશે તો વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

image source

જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી મોટાભાગના વેપાર ધંધા બંધ છે. ઘણી જગ્યાએ લોકો સ્વૈચ્છિક લોકડાઉન પાડી રહ્યા છે તો કેટલીક જગ્યાએ સ્થાનિક તંત્ર દ્વારા બંધ જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ખૂબ ઝડપથી અને ભનાયક રીતે પ્રસરી રહ્યું છે. આ વખતે લોકો મોટા પ્રમાણમાં અને ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે અને સાથે જ આ વખતે મૃત્યુના આંકડા પણ ચિંતાજનક રહ્યા હતા. જેના કારણે કડક નિયમો સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે તેવા શહેરોમાં લાદવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!