બાપ રે…અમદાવાદને કોરોનાએ લીધું ભરડામાં, 24 કલાકમાં નોંધાયા 300થી વધુ કેસ, આ લોકોના થશે હવે ફરજીયાત ટેસ્ટ

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ રોકેટગતિથી વધી રહ્યા છે. તેવામાં સ્થાનિક મહાપાલિકા એક પછી એક આંકરા નિર્ણય લઈને સ્થિતિને કાબૂમાં કરવા પ્રયત્ન કરી રહી છે. અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે એક પછી એક નિર્ણયો લેવાઈ રહ્યા છે.

image source

તેવામાં આજે અધિક મુખ્ય સચિવ ડો રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને મહાપાલિકાના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં સ્થિતિને કાબૂમાં લેવાના મુદ્દા પર ચર્ચા થઈ હતી. જે ચર્ચા બાદ શહેરમાં સુપર સ્પ્રેડર્સનો ફરીથી કોરોના ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો છે.

જે અનુસાર અગાઉ જે રીતે વિશેષ ઝુંબેશ ચલાવી અને સુપર સ્પ્રેડર્સના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તે મુજબ ફરીથી સુપર સ્પ્રેડર્સના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. આ માટે મહાપાલિકા વિવિધ વિસ્તારમાં કોમ્યુનીટી હોલ, મસ્ટર સ્ટેશન સહિતની કુલ 15થી વધુ જગ્યાએ રેપીડ એન્ટીજન ટેસ્ટની વ્યવસ્થા કરશે.

image source

આ સુપર સ્પ્રેડર્સમાં શાકભાજીના વિક્રેતા, દવાની દુકાનધારક, કરીયાણાના વિક્રેતા, હેર સલુન ધારક, રીક્ષા ડ્રાઈવર, છૂટક મજૂરી કામ કરતાં શ્રમિકોનો સમાવેશ થાય છે. આ તમામ સંભવિત સુપર સ્પ્રેડર્સના એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવશે જેનું તેમને પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ સિવાય શહેરમાં ફૂડ આઈટમની કે અન્ય વસ્તુની હોમ ડીલીવરી કરતા ડીલીવરી બોય, સુપર માર્કેટના કર્મચારીના પણ ટેસ્ટ થશે. તેમના આરટી પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાવવાના રહેશે. આ લોકોના ટેસ્ટ થાય તે વાત સુનિશ્ચિત કરવાની જવાબદારી જે તે એકમના માલિકની રહેશે. આ ટેસ્ટ શહેરની ખાનગી લેબમાં પણ કરાવી શકાશે. આ ખાનગી લેબના નામ અમદાવાદ કોર્પોરેશનની વેબસાઈટ પર મુકવામાં પણ આવ્યા છે.

image source

અમદાવાદ કોર્પોરેશન દ્વારા જે વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાય છે તેવા વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવે છે. તે જ મુજબ આગામી સમયમાં પણ કોઈ સોસાયટીમાં કોરોનાનો કેસ નોંધાશે તો તેને માઈક્રો કેન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.

આ આદેશ અનુસાર આગામી દિવસોમાં હવે કોર્પોરેશન દ્વારા જનહિતમાં ફરી એકવાર શહેરના સુપર સ્પ્રેડર્સના રેપીડ એન્ટીજન ટેસ્ટીંગ તથા ફૂડ આઈટમની તેમજ અન્ય વસ્તુની ડીલીવરી કરતાં ડીલીવરી બોય અને સુપર માર્કેટમાં કામ કરતાં કર્મચારીના આરટી પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે.

જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1415 કેસ નોંધાયા છે તેની સામે 948 દર્દી સ્વસ્થ થતા ડીસ્ચાર્જ થયા છે. આ સાથે જ 4 દર્દીના મોત સારવાર દરમિયાન થયા છે. નવા નોંધાયેલા 1415 કેસમાંથી અમદાવાદ કોર્પોરેશનમાંથી 335 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના એક્ટિવ કેસ 6147 છે. જેમાંથી પણ 67 દર્દીની હાલત ગંભીર છે અને તેઓ વેન્ટીલેટરની સારવાર હેઠળ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!