લોકડાઉનનો ડર: અમદાવાદમાં શનિ-રવિ મોલ બંધ રહેવાના હોવાથી ખરીદી માટે લોકોના ટોળે-ટોળે ઊમટ્યા, જાણો હાલમાં કેવી છે પરિસ્થિતિ

શનિ-રવિ મોલ બંધ રહેવાના હોવાથી અમદાવાદમાં લોકો ખરીદી માટે ઊમટ્યા, લોકડાઉનની બીકે ખરીદીએ પકડ્યું જોર.

અમદાવાદ અને સુરતમાં મહાનગર પાલિકા દ્વારા શનિવાર અને રવિવારે થિયેટર અને મોલ બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જેના કારણે લોકો ખરીદી માટે મોલમાં ઉમટી પડ્યા છે. શહેરમાં આવેલા ડી-માર્ટ, નેશનલ હેન્ડલૂમ અને રિલાયન્સ માર્ટ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોને ડર છે કે સરકાર દ્વારા જો લોકડાઉન કોઈ નિર્ણય લેવામાં આવે તો તેઓ ને પછીના દિવસોમાં હેરાનગતિ ન થાય એ માટે ખરીદી કરી લેવી જોઈએ.

image source

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે સિટી ટ્રાન્સપોર્ટેશન, બાગબગીચા તેમજ ફરવાલાયક સ્થળો લોકો માટે બંધ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા લેવાયેલા આ એકાએકના નિર્ણયના કારણે સુપરમોલમાંથી લોકો એક અઠવાડિયાને બદલે 2-3 અઠવાડિયાનું કરિયાણું એકસાથે જ ખરીદી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

આ ઉપરાંત આ મોલમાં બધી જ વસ્તુ મળી રહે છે, જેથી તેઓની ખરીદી પણ વધી રહી છે. કાલથી 2 દિવસ માટે બધા મોલ બંધ રહેશે. જેથી તેઓએ આજે વધારે ભીડ ન થાય તે માટે વ્યવસ્થા ઉભી કરી છે. લોકો કોઈપણ જાતની અફવાનો ભોગ ન બને એ માટે રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી.

image source

જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકાર લોકડાઉન અંગે કોઈ વિચારણા નથી કરી રહી પરંતુ જે રીતે કેટલીક સુવિધાઓને અનિશ્ચિત સમય સુધી બંધ કરવામાં આવી છે તેના કારણે લોકો ચિંતામાં છે. તેમને આગળ જણાવ્યું હતું કે આ સાથે જે રીતે કેસ વધી રહ્યા છે. તેને લઈને રાજ્ય સરકાર દ્વારા અનેક વિષય પર ચર્ચા કરવામાં આવી રહી છે. દરેક મહાનગરો માં કોરોના ની સ્થિતિ ને નિયંત્રિત કરવા સચિવોને પણ ખાસ જવાબદારી સોંપવામાં આવી છ

18મી માર્ચના રોજ અમદાવાદ શહેરમાં કોરોનાને કાબુમાં લેવા માટે અધિકારી ડો. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની એક ખાસ બેઠક મળી હતી. જેમાં શુક્રવારથી અમદાવાદ શહેરમાં ફર્ફ્યૂનો સમય રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે શનિવારે અને રવિવારે મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

image source

આ ઉપરાંત આ ખાસ બેઠકમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં બેડ, હોસ્પિટલની સંખ્યા અને પેરામેડિકલ સ્ટાફ, દવાઓ, ટેસ્ટિંગ અને રસીકરણ અંગે પણ ચર્ચા થઈ હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા રાજ્ય સરકારે વડોદરા, સુરત, રાજકોટની સાથે અમદાવાદમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુનો નિર્ણય કર્યો હતો.

તમામ AMTS અને BRTS બસો પણ ગુરુવાર સવારથી જ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આગળ કોઈ આદેશ ન આપવામા આવે ત્યાં સુધી એકપણ રૂટ પર AMTS અને BRTS બસ બંધ રાખવામાં આવશે. તેમજ ખાનગી અને સરકારી જિમ, ગેમ ઝોન, સ્પોર્ટ્સ કલબ વગેરે પણ ગુરુવારથી અચોક્કસ મુદત સુધી બંધ રહેશે.

ચાર મહાનગરપાલિકામાં કોરોનાના વધતા જતા પ્રકોપને પગલે નાઈટ કર્ફ્યૂનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. કોરોનાના કેસ બેકાબૂ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ સુરત અને વડોદરામાં કોરોનાના કારણે શહેરના તમામ બાગ-બગીચા પણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના કાંકરિયા લેક તેમજ ઝૂ પણ બંધ કરવામાં આવ્યાં છે. કોર્પોરેશનના 273 ગાર્ડન આજથી બંધ કરી દેવાયા છે. આવી જ પરિસ્થિતિ સુરત અને વડોદરામાં પણ જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!