અમદાવાદમાં મેઘમહેર: અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, હજુ આટલા દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં થયા મેઘરાજા મહેરબાન, ઠેર ઠેર ભરાયા પાણી ને થયો ટ્રાફિક જામ, હજી બે દિવસ ભારે વરસાદની આગાહી.

ગુજરા રાજ્યમાં ચોમાસાની વિધિવત્ શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યના લગભગ બધા જ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે.

image source

હાલની વાત કરીએ તો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના હાટકેશ્વર, સીટીએમ, વસ્ત્રાલ, રામોલ, ઘોડાસર, નિકોલ, બાપુનગર, અમરાઈવાડી, ઓઢવ, જશોદાનગર, વટવા, નારોલમા ધીમી ગતિએ વરસાદ ચાલી રહ્યો છે. અમદાવાદના ખોખરાથી સીટીએમ રોડ પર વરસાદને લઈને વાહનોની મોટી લાઈનો લાગી છે. સીટીએમના કુશાભાઉ ઠાકરે હોલ સામેના રોડ પર એક-બે ફુટ સુધી પાણી ભરાયા છે. સાથે જ કેનાલ પાસેની અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે. પુનિતનગર રેલવે ફાટક પાસે પણ વરસાદી પાણી ભરાયા છે.

ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 125 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો હતો, જેમા સૌથી વધુ 3.4 ઈંચ વરસાદ સુરતના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. એ પછી ભરૂચ, ભાવનગર, મહીસાગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લામાં 1થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા હજી બે દિવસ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

image source

24 કલાકમાં 15 તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લો- તાલુકો -વરસાદ(મિમી)

સુરત -ઉમરપાડા – 88
સુરત- માંગરોળ – 78
ભરૂચ -અંકલેશ્વર- 65
ભાવનગર – મહુવા – 63
ભરૂચ- હાંસોટ – 60
મહીસાગર – લુણાવાડા -51
ભરૂચ -વાલિયા – 46
બનાસકાંઠા -ડીસા – 43
મહીસાગર – વીરપુર- 41
પાટણ- ચાણસ્મા – 37
ભરૂચ- નેત્રંગ – 36
સુરત -માંડવી- 35
મહેસાણા – વીસનગર- 34
ભરૂચ -વાગરા -32
પાટણ- સરસ્વતી- 30

image source

ગઈકાલે સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં વહેલી સવારથી વાદ‌ળિયું વાતાવરણ સર્જાયેલું હતું અને બપોરના 12.30 વાગ્યાની આસપાસ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું, ત્યાર બાદ દિવસ દરમિયાન ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6.4 ડીગ્રી ગગડીને 31.3 ડીગ્રી અને લઘુતમ તાપમાન 2.3 ડીગ્રી ગગડીને 25.1 ડીગ્રી નોંધાયું હતું.

image source

સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડ્યો હતો, જેને કારણે રાજ્યનાં મોટા ભાગનાં શહેરોનું તાપમાન 36 ડીગ્રીથી નીચે નોંધાયું હતું.

રાજ્યમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને 24 જૂન સુધી દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે. એ ઉપરાંત દરિયાઈ વિસ્તારના માછીમારોને પણ 60 કિમી સુધીનો પવન ફૂંકાવાની આગાહી હોવાથી દરિયામાં નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે. માંડવી, દીવ, ઓખા અને જખઉના દરિયામાં ભારે પવનને કારણે 3થી 4 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે તેવી શક્યતાઓ રહેલી છે..

રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસું સારું જવાના અણસાર હોય એમ એની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!