Site icon News Gujarat

23 વર્ષ બાદ અ’વાદમાં વાવાઝોડું ત્રાટક્યું, ઈતિહાસનો સૌથી વધુ વરસાદ નોધાયો, શહેરને થયું આટલું નુકસાન

તાઉ તે વાવાઝોડું આવ્યું અને આખા ગુજરાતને ઘમરોળીને ચાલતું થયું. હવે તો ગુજરાત બહાર પણ નીકળી ગયું અને બીજા રાજ્યમાં જતું રહ્યું છે. ત્યારે અલગ અલગ જિલ્લામાં તબાહી મચી ગઈ છે અને લોકોને લાખો કરોડોનું નુકસાન પણ ગયું છે, જો કે એમાં વાત કરવામાં આવે અમદાવાદની તો લગભગ 23 વર્ષના લાંબા ગાળા પછી ‘તાઉતે’ વાવાઝોડું અમદાવાદને સ્પર્શીને પસાર થયું છે. વાવાઝોડાની અસરથી શહેરમાં મેમાં ઈતિહાસનો સૌથી વધુ વરસાદ પણ ખાબક્યો છે. આકડાં પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 142 મિમી એટલે કે અંદાજે 6 ઈંચ વરસાદ પડ્યો હતો.

image source

આ સાથે જો વાત કરીએ તો અમદાવાદમાં પવનની ગતિ પણ કલાકના 40થી 80 કિલોમીટર સુધીની રહી હતી. આ પહેલાનો ઈતિહાસ ફંફોસીએ તો 1998માં લક્ષદ્વીપથી ઉદભવેલું વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થયું હતું. વાવાઝોડું પસાર થતાં બુધવારથી એની અસરો ઘટશે અને બપોર પછી ઉઘાડ નીકળવાની શક્યતા હાલમાં સેવવામાં આવી રહી છે અને હવામાન વિભાગ કરી રહ્યું છે. જો અસર વિશે વાત કરવામાં આવે તો અમદાવાદમાં સાંજે 5થી 7ના ગાળા દરમિયાન સૌથી વધુ ઝડપી પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત દિવસભર ઝાપટાં તો ચાલુ જ રહ્યાં હતાં. વરસાદને પગલે વાસણા બેરેજ ખાતે લેવલ પણ ઘટાડાયું હોવાના સમાચાર મળ્યા હતા.

image source

જો વાસણા બેરેજની વાત કરવામાં આવે તો ગેટ નં.20 ફૂટ, ગેટ નં.23 1.6 ફૂટ, ગેટ નં.26, 27, 28, 30 ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા હતા. પવન અને વરસાદથી 15 મકાન તૂટી પડ્યાં હોવાનો પણ એક અહોવાલ મળી રહ્યો છે. શહેરમાં 6 ઇંચ વરસાદ ખાબકતાં 70 વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. તમામ વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરી કરી હોવાથી એક કલાકમાં જ પાણી ઊતરી ગયાં એ પણ સારી વાત ગણવામાં આવી રહી છે.

image source

વટવામાં લક્ષ્મી તળાવામાં પાણી છલોછલ ભરાતાં ત્યાં પણ વરુણ ગોઠવીને પાણી ઉલેચાયું હતું. ગોતા, નારણપુરા, વેજલપુર, દાણીલીમડા, વિરાટનગર, નરોડા, નિકોલ સહિતના વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયાં હતાં. આ સાથે જ ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક પણ થઈ ગયા હતા. પવન અને વરસાદને લીધે શહેરનું મહત્તમ તાપમાન 9.4 ડીગ્રી ગગડીને 25.8 ડીગ્રી થઈ ગયું હતું.

image source

આ સિવાય વાત કરીએ તો વાવાઝોડાને પગલે તકેદારીના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ પર સોમવારે સાંજે 7.30 વાગ્યાથી તમામ ફ્લાઇટોનું સંચાલન સ્થગિત કરાયું હતું, જેના પગલે પેસેન્જરો ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે પાર્કિંગ ટોલ બૂથ પર પાર્કિંગ ચાર્જ વસૂલ કરવા બાબતે ટોલ કર્મચારીઓ અને પેસેન્જરો વચ્ચે રકઝક થઈ હતી.

image source

લગભગ 45 મિનિટ સુધીના વિવાદ બાદ એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓ ટોલ બૂથ પર આવતા મામલો થાળે પડ્યો હતો. જોકે પાછળથી એરપોર્ટના અધિકારીઓએ પોલીસની મદદ લઈ અન્ય પેસેન્જરો પાસે પાર્કિંગ ચાર્જ વસૂલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version