અમદાવાદના પ્રાઈમ વિસ્તારમાં વર્કિંગ વુમનને પાડોશી યુવાને બાથમાં ભીડી અને…

છેડતીની ઘટનાઓ આજકાલ જાણે ખૂબ જ સામાન્ય વાત થઈ ગઈ હોય એમ રોજ આવી કોઈને કોઈ ઘટના સામે આવતી હોય છે. એવામાં અમદાવાદના અત્યંત પોશ ગણાતા બોડકદેવના સિંધુભવન વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં પણ આવી શરમજનક ઘટના બની છે.

એક પરિણીતાને તેના પાડોશમાં રહેતા યુવકે બાથમાં ભીડી લીધી હતી અને તેનાં કપડાં ફાડીને યુવતીને પોતાના ઘરમાં ખેંચી જવાનો પ્રયત્ન કર્યો હતો. પણ અચાનક ત્યાં આસપાસના લોકો ભેગા થઈ જતાં પરિણીતાએ માંડ માંડ પોતાની આબરૂ બચાવી હતી. તમને જણાવી દઈએ કે આ શરમજનક ઘટના અંગેની ફરિયાદ હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

image source

મળેલી માહિતી અનુસાર અમદાવાદ શહેરના સિંધુભવન વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીત મહિલાને તેના પાડોશમાં જ રહેતો એક યુવક દરરોજ શારીરિક રીતે હેરાન કરતો હતો. આ પરિણીતા જ્યારે ઘરેથી બહાર જવા નીકળતી ત્યારે આ યુવક માત્ર અંડરવેર પહેરીને તેની સામે ઊભો રહી જતો હતો, જેથી પરિણીતા તેને ગણકાર્યા વિના ત્યાંથી ઝડપથી નીકળી જતી હતી.

image source

છેડતી કરનાર યુવકે પરિણીત યુવતી જ્યારે પોતાના ઘરની બહાર નીકળી ત્યારે તેને અચાનક બાથમાં ભીડી લીધી હતી અને ત્યાર બાદ તેનાં કપડાં પણ ફાડી નાખ્યાં હતા. એ પછી યુવકે તેને પોતાના ઘરમાં ખેંચીને લઈ જવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પણ અચાનક બુમાબુમ થતાં આસપાસના લોકો ભેગા ત્યાં ભેગા થઈ ગયા હતા અને પરિણીત સ્ત્રીએ પોતાની આબરૂ સાચવી હતી. અમદાવાદમાં સિંધુભવન પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી ઉષા (નામ બદલ્યું છે) એક વર્કિંગ વુમન છે. તે પોતાના પરિવાર સાથે આ એપાર્ટમેન્ટમાં રહે છે અને તેને બે બાળકો પણ છે.

image source

ઉષા વર્કિંગ વુમન હોવાથી તે જ્યારે પોતાના સમયે ઘરેથી નીકળે ત્યારે તેના બાળકોને ઘરે મૂકીને જતી હતી. ઉષાના ઘરની બહાર જવાના સમયે રોજ પાડોશમાં રહેતો યુવક તેની સામે અશ્લીલ ચેનચાળા કરતો હતો. એટલું જ નહીં, જ્યારે ઉષા ઘરની બહાર નીકળે ત્યારે તે તેની સામે અંડરવેર પહેરીને ઊભો રહી જતો હતો, પણ ઉષા આ યુવક તરફ ધ્યાન ન આપતી અને ત્યાંથી જતી રહેતી. જેથી આ યુવકની હિંમત વધી રહી હતી.

image source

તમને જણાવી દઈએ કે છેડતી કરનાર યુવકને આ અગાઉ ઉષાના પતિએ આ પ્રકારનું વર્તન નહીં કરવા માટે કહ્યું હતું અને એ સમયે એ યુવક તરત જ ઉશ્કેરાઇ ગયો હતો. એટલું જ નહીં તેને ઉષાના પતિને ધમકી આપી હતી કે તને હું ઉપરથી નીચે ફેંકી દઈશ, મારી નાખીશ, તેમ કહીને તે તેના ઘરમાં જતો રહ્યો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. દર વખતે એ યુવકને અવગણતી ઉષા આ વખતે પોતાનું કામ પૂરું કરીને ઘરે આવતી હતી ત્યારે આ યુવક ત્યાં જ ઊભો હતો. તેણે ઉષાનો હાથ પકડીને તેના ઘર તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે પણ તે યુવક અંડરવેરમાં જ હતો.

image source

ઉષા આ યુવકથી બચવા મથતી હતી ત્યારે યુવકે ઉષાએ પહેરેલાં કપડાં ફાડવાનું શરૂ કરી દીધું અને તેને ખેંચીને પોતાના ઘર તરફ ઢસડી જઇ રહ્યો હતો, ઉષાએ ચીસાચીસ કરી એટલે આસપાસના ત્યાં લોકો ભેગા થયા અને ઉષાને જેમ તેમ કરીને પોતાના ઘરે મોકલી હતી. આ સમગ્ર ઘટના બાબતે ઉષાએ હિંમત કરી છે અને આ સમગ્ર ઘટના અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!