અમદાવાદમાં એલિયન મોનોલિથ મુકી ગયાની વાત થઈ પોકળ સાબિત

અમદાવાદના થલતેજના ગાર્ડનમાં લગાવવામાં આવેલ મોનોલીથ ચર્ચાનું કેન્દ્ર બન્યુ હતું. તેના વિશે જાત જાતની વાતો સામે આવી રહી હતી. લોકો તો ત્યાં સુધી કહેતા હતા કે આ કોઈ એલિયન મુકી ગયું છે. જો કે હવે આકર્ષણનું કેન્દ્ર બનેલા મોનોલીથને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યા છે.

લોકોએ મોનોલીથ સાથે ફોટા પણ પડાવ્યા

image source

આ અંગેની વિગતો જાણીને તમે પણ નવાઈ પામશો. ગઈ કાલે થલતેજના ગાર્ડનમાંથી મોનોલીથ મળી આવ્યાના સમાચારે ભારે આકર્ષણ જમાવ્યું હતું. તેમજ મોનોલીથ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમજ લોકોએ મોનોલીથ સાથે ફોટા પણ પડાવ્યા હતા. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે કે, આ એક સ્ટ્રક્ચર છે, જે સ્ટીલ ધાતુ માંથી બનાવમાં આવ્યું છે. ખાનગી બિલ્ડર દ્વારા બનાવી મુકવામાં આવ્યું છે. જેના પર લેટિટ્યુટ નંબર પણ લખવામાં આવ્યા છે.

મોનોલિથ પર બબ્બેની જોડીમાં આ આંકડા કોતરેલા છે

image source

તો બીજી તરફ એક વેબ પોર્ટલે મોનોલિથને લઈને એર રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો. ‘સિમ્ફની ફોરેસ્ટ પાર્ક’માં રાતોરાત આવી ગયેલા સ્ટીલના ‘ભેદી’ મોનોલિથ સ્ટ્રક્ચર પર કેટલાક આંકડા પણ કોતરેલા છે. આ આંકડા અત્યારસુધી લોકોને ભયમિશ્રિત કુતૂહલ પમાડતા હતા, પરંતુ એક વેબ પોર્ટલે તપાસ કરતા આ આંકડા બીજું કશું નહીં, બલકે દેશના અગ્રણી નેશનલ પાર્ક અને એક ડૅમનાં અક્ષાંશ-રેખાંશ દર્શાવતાં લોકેશન છે. આ મોનોલિથ પર બબ્બેની જોડીમાં આ આંકડા કોતરેલા છે. એ આંકડાને ગૂગલમાં સર્ચ કરતાં તરત જ એનું લોકેશન હાજર થઈ જાય છે.

સિમ્ફની કંપનીએ પણ ટ્વીટ કર્યું

image source

તો બીજી તરફ આ શો-પીસ અંગે સિમ્ફની કંપનીએ પણ ટ્વીટ કર્યું હતું. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને ગાર્ડનના બ્યૂટિફિકેશન માટે આ શો-પીસ મૂક્યું હોવાનું પવન બકેરીએ જણાવ્યું હતું. આ અંગે બકેરી ગ્રુપના પવન બકેરીએ એક વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય એ માટે તેમજ ગાર્ડનના બ્યૂટિફિકેશન માટે આ શો-પીસ મૂકવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સિમ્ફની ફોરેસ્ટ પાર્કનું બકેરી ગ્રુપ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદ લોકોની આતુરતાનો અંત આવ્યો છે.

ગાર્ડનમાં મૂકેલું સ્ટ્રક્ચર સ્ટીલનું બનેલું

image source

તમને જણાવી દઈએ કે મોનોલિથ એ કીમતી પથ્થરમાંથી બનતું સ્ટ્રક્ચર છે. થલતેજમાં જે સ્ટ્રકચર મૂકવામાં આવ્યું છે એ પથ્થરનું નથી, પરતું સ્ટીલમાંથી બનાવવામાં આવ્યું છે. સ્ટીલના સ્ટ્રક્ચર પર લેટિટ્યૂટ નંબર લખવામાં આવ્યા છે, જેના પરથી સ્પષ્ટ જાણી શકાય છે કે વાઇલ્ડલાઇફને પ્રમોટ કરવા માટે આ સ્ટ્રક્ચર ખાનગી કંપની દ્વારા મૂકવામાં આવ્યું છે. આ ત્રિકોણીય સ્ટ્રક્ચરની લંબાઇ 6 ફૂટ જેટલી છે, પરતું એને જમીનમાં ખોદીને નાખવાના કોઇ નિશાન જોવા મળતા નથી. લોકો એલિયન મૂકી ગયાની વાતોમાં આવીને તેની પાસે સેલ્ફી પડાવતા હતા. મોનોલિથ વિશેના નિષ્ણાતો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ મોનોલિથ એ ખૂબ મોંઘો અને વિશિષ્ટ પથ્થર છે. એ ભાગ્યે જ ભારતમાં જોવા મળે છે, પરંતુ સ્ટ્રક્ચરની ધાતુ સ્ટીલ છે અને એને ચોક્કસ હેતુના પ્રચાર માટે બનાવવામાં આવ્યું છે. જો કે આ ભલે સ્ટિલમાંથી બનેલુ હોય પરંતુ વિશ્વના ઘણા દેશોમાં આવા મોનોલિથ પથ્થરમાંથી બનેલા જોવા મળ્યા છે.

અમેરિકામાં 12 ફૂટનો પહેલો રહસ્યમય મોનોલિથ જોવા મળ્યો

image source

તમને જણાવી દઈએ કે વિશ્વના 30 દેશમાં મોનોલિથ સ્ટ્રક્ચર અચાનક આવી જાય છે અને આપમેળે જ ગાયબ થઇ જતા હોવાના સમાચારો જાણવા મળ્યા હતા. ત્યાર બાદ અમદાવાદમાં આ પ્રકારે સ્ટ્રક્ચર જોવા મળતા લોકોને આશ્ચર્ય થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલુ વર્ષે નવેમ્બરમાં અમેરિકાના યુટાના રણમાં 12 ફૂટનો પહેલો રહસ્યમય મોનોલિથ જોવા મળ્યો હતો. ત્યારબાદ અમેરિકાના કેલિફોર્નિયા, યુરોપિયન કન્ટ્રી રોમાનિયા તથા અન્ય સ્થળે મોનોલિથ જોવા મળ્યા હતા. દુનિયાભરમાં અત્યાર સુધીમાં 30 દેશના વિવિધ સ્થળોએ આ રહસ્યમય મોનોલિથ જોવા મળ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત