અમદાવાદના આ તળાવમાં હજારો માછલીના ઓક્સિજનની અછતને કારણે મોત, માથુ ફાટી જાય એવી વાસ મારતા લોકો ત્રાહિમામ

કોરોનાકાળમાં અનેક લોકો ઓક્સિજનની કમીના કારણે મોતને ભેટ્યા છે. પરંતુ હવે ઓક્સિજનની કમીથી માછલીઓ પણ મરી રહી છે. આવી જ એક ઘટના સામે આવી છે અમદાવાદમાં. આ અંગે વિગતે વાત કરીએ તો અમદાવાદના પૂર્વ વિભાગમાં આવેલા લાંભા ગામના તળાવમાં ગઈકાલે એટલે કે ગુરૂવારે હજારોની સંખ્યામાં માછલીઓ મોતને ભેટી. આ વિસ્તારમાં સવારમાં જ્યારે અસહ્ય દુર્ગંધ ફેલાવા લાગી ત્યારે ગ્રામજનોને આ અંગે જાણ થઈ, હાલમાં આ વિસ્તારમાં રહેતા આ દુર્ગધથી પરેશાન થઈ ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગામના તળાવમાં લગભગ તમામ માછલીઓ મોતને ભેટી છે અને તળાવના કાંઠે મૃત માછલીઓનો ઢગલો થઇ ગઇ છે. તો બીજી તરફ આ ઘટાના અંગે અમદાવાદ મ્યુનિ.હેલ્થ વિભાગના અધિકારીઓને જાણ થતા તેઓ તુરંત દોડી આવ્યા હતા. નોંધનિય છે કે, આટલી મોટી સંખ્યામાં મોત અંગેના ચોક્કસ કારણની તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે પ્રાથમિક તારણ મુજબ આ માછલીઓના મોત ઓક્સિજનની કમીના કારણે થયા હોઈ શકે છે. નોંધનિય છે કે, લાંભા ગામમાં આવેલા આ તળાવનો લાખો રૂપિયાના ખર્ચે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે. ત્યાં જ આવી ઘટના બનતા લોકોમાં રોષ ફેલાયો છે.

તો બીજી તરફ આ ઘટના અંગે ગામના એક અગ્રણીના જણાવ્યા મુજબ સવારે અસહ્ય દુર્ગંધ સમગ્ર ગામમા ફેલાઇ ગઈ હતી. જ્યારે આ વાતમની તપાસ કરતા જાણવા મળ્યું કે, ગામના તળાવમાં મરી ગયેલી હજારો માછલીઓ પાણી પર તરતી જોવા મળી હતી જેના કારણે સમગ્ર ગામમા દુર્ગંધ આવી રહી હતી. નોંધનિય છે કે, માછલીઓના મોતથી લગભગ આખું તળાવ ઉભરાઈ ગયુ હતું. આ અંગે શું કરવું તે ગ્રામજનો કંઇ સમજી શકતા નહોતા. તો આ અંગે અનેક અટકળો વહેતી થઈ હતી. કોઈએ કહ્યું આ કોઇ દેવીનો પ્રકોપ છે?, તો કોઇએ કહ્યું કે હાથે કરીને કોઈ વ્યક્તિએ માછલીઓને મારી નાંખી છે ? કે પછી માછલીઓમાં પણ કોઇ નવો રોગ આવી ગયો છે ? આવા અનેક દાવો કરવામાં આવ્યા.

તો બીજી તરફ અસહ્ય દુર્ગંધના કારણે અનેક પરિવારો સરખુ ભોજન પણ કરી શક્યા ન હતા. તો બીજી તરફ આ અંગે મ્યુનિ.હેલ્થ ખાતાને જાણ કરાતા તેઓ દોડી આવ્યા હતા અને માછલીઓના મોત અંગેની તપાસ હાથ ધરી છે તેમજ મરેલી માછલીઓના નિકાલની કામગીરી શરૂ કરી હતી. આ અંગે ગ્રામ લોકોના જણાવ્યા મુજબ મ્યુનિ.અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે સાબરમતી નદીમાં પણ ઠેકઠેકાણે મોટી સંખ્યામાં માછલીઓ મરી ગઇ હોવાની વાત સામે આવી છે. જ્યાં પણ આ અંગે તપાસ ચાલી રહી છે.

નોંધનિય છે સ્થિતિની ગંભીરતેને જોતા ગુરૂવારે મોડી સાંજે જ તળાવ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને મ્યુનિ.અધિકારીઓની હાજરીમાં મૃત માછલીઓને તળાવમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે લાંભા ગામના તળાવમાં ખારીકટ કેનાલનું ગંદુ પાણી ઠલવાય છે અને એ વાત બધા લોકો જાણે છે. તેથી લોકોના મતે માછલીના મોત પાછળ આ કેમિકલ વાળુ પાણી પણ જવાબદાર હોઈ શકે છે.

તો બીજી તરફ માછલીના મોત અંગે નિષ્ણાતોના જણાવ્યુ કે, તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોતની પાછળ પાણીમાં ઓક્સિજન ઘટી જવાનું કારણ હોઇ શકે છે. નોંધનિય છે કે, વાવાઝોડાની અસરના કારણે શહેરમાં સળંગ ત્રણેક દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું, તળાવમાં રહેલી લીલે દિવસ-રાત કાર્બન ડાયોક્સાઇડ છોડીને પાણીમાં રહેલો ઓક્સિજન સોસી લીધો હશે આથી તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું જેના કારણે માછલીઓ મોતને ભેટી હોવી જોઈએ. નોંધનિય છે કે, સામાન્ય રીતે સૂર્ય પ્રકાશ મળી રહેતા તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઇ રહે છે પરંતુ શહેરમાં કેટલાક દિવસથી વાદળછાયુ વાતાવરણ રહેતા ઓક્સિજનનું લેવલ તળાવમાં ઘટી ગયું.જેના કારણે માછલીઓના મોત થયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!