અમદાવાદથી નજીક આવેલા આ સ્થળો ફરવા માટે છે બેસ્ટ, એક વાર જશો તો મોહાઇ જશે મન

ફરવા જવાનો શોખ તો લગભગ બધાને હોય છે. પરંતુ અલગ અલગ લોકોની પસંદગી પણ અલગ અલગ હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને શાંત અને કુદરતી સૌંદર્ય ધરાવતી જગ્યાએ ફરવા જવાનું પસંદ હોય છે તો કોઈને નવી નવી જગ્યાઓએ ફરવા જવાનો શોખ હોય છે. વળી, અમુક લોકો એવા પણ હોય છે જેઓને જોખમી અને સાહસિક યાત્રા કરવાનો શોખ હોય છે અને તેઓ એવા જ એડવેન્ચર પ્લેસની શોધમાં રહે છે. અને આવી જગ્યાઓએ ફરવાનો અને એડવેન્ચર માણવાનો એક અલગ જ આનંદ છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને ભારતમાં આવેલા અમુક આવા જ એડવેન્ચર પ્લેસ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

રૂપકુંડ તળાવ – ઉત્તરાખંડ

image soucre

ઉત્તરાખંડમાં આવેલું રૂપકુંડ તળાવ વિશે એવું કહેવાય છે કે આ તળાવમાં અનેક રહસ્યો છુપાયેલા છે. આ જગ્યા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર છે અને 5029 મીટરની ઊંચાઈએ સ્થિત છે. અહિંથી જે કુદરતી દ્રઢયો દેખાય છે તેને માણવા માટે તમારે ફરજીયાત આ રૂપકુંડ તળાવ પાસે આવવું જ પડે. વર્ષ 1942 માં એક બ્રિટિશ સૈનિકે રૂપકુંડ તળાવની શોધ કરી હોવાનું મનાય છે. અહીં સ્થાનિક રીતે એક વાયકા મુજબ અહીં બરફ ઓગળ્યા બાદ અનેક હડપિંજરો હજુ સુધી એક વણઉકેલ રહસ્ય જ છે. આ માટે જ ઘણા ખરા લોકો આ તળાવ પાસે આવતા ડરે છે. જો કે એડવેન્ચરના શોખીન લોકો તો અહીં મોજ માણે જ છે.

ડુમસ બીચ – ગુજરાત

image soucre

જ્યારે વાત સમુદ્ર કિનારાની એટલે કે બીચની આવે તો સૌથી પહેલા આપણા મગજમાં ગોવાનો જ ખ્યાલ આવે. જ્યાં લોકો રજાઓ ગાળવા અને ઠંડક માણવા માટે જાય છે. ખાસ કરીને અહીં આવેલા પર્યટકો અહીંના બીચ પર સમુદ્રની લહેરોનો આનંદ અચૂક માણે છે. પરંતુ શું તમે ગુજરાત આ સ્થિત ડુમસ બીચ વિશે જાણો છો ? જો તમે ન જાણતા હોય તો જણાવી દઈએ કે ડુમસ બીચ ભારતની સૌથી ભયજનક અને ડરામણી જગ્યાઓ પૈકી એક ગણાય છે. આ બીચ આસપાસનો વિસ્તાર પણ ભયાનક લાગે છે.

કુલધારા – રાજસ્થાન

image soucre

આ જગ્યા રાજસ્થાનમાં આવેલા લોકપ્રિય પર્યટન ક્ષેત્રો પૈકી એક ગણાય છે અને અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે. ખાસ કરીને પ્રાચીન ઇમારતોમાં રુચિ ધરાવતા પ્રવાસીઓ રાજસ્થાનમાં સ્થાનિક સંસ્કૃતિ, અહીંના ગામડાઓ, કિલ્લાઓ વગેરેને રસપૂર્વક નિહાળે છે. રાજસ્થાનના જેસલમેર શહેરથી લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલું છે કુલધારા. આ એક ઐતિહાસિક ગામ છે પરંતુ તેના વિશેની પ્રચલિત વાયકાઓને કારણે આ એક હોન્ટેડ પ્લેસ પણ ગણાય છે. અહીં પર્યટકોને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ પ્રવેશ કરવાની મનાઈ છે.

દ્રાસ – જમ્મુ કાશ્મીર

image soucre

જમ્મુ કાશ્મીર ભારતના ટોચના અને અતિ લોકપ્રિય પર્યટન ક્ષેત્રો પૈકી મોખરાનું સ્થાન ધરાવે છે. અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવે છે. પરંતુ જ્યારે અહીંના દ્રાસની વાત આવે એટલે અહીં ફરવા જવા વાળા બહુ ઓછા લોકો જ હોય છે. દ્રાસ ભારતના સૌથી ખતરનાક જગ્યાઓ પૈકી એક છે. અહીં ભારે ઠંડી પડે છે જેને સહન કરવી ઢીલા પોચા લોકોનું કામ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *