Site icon News Gujarat

કોરોનાથી કંટાળીને હવે બ્રેક જોઇતો હોય તો અમદાવાદની નજીક આવેલા આ ધોધ છે બહુ મસ્ત, વરસાદની સિઝનમાં જોવાની આવશે બહુ મજા

કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતાં મોટાભાગના પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. તેવામાં આ કપરા કાળમાં ઘરમાં રહીને જે લોકો કંટાળી ગયા હશે તેઓ ચોક્કસથી શનિ-રવિની રજામાં કોઈ નજીકની જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરતા હશે. આવી સ્થિતિમાં વધારે લાંબો પ્રવાસ કરવો પણ જોખમી હોય શકે છે. તેથી વીકેન્ડ ટ્રીપ અને તે પણ ગુજરાતના જ કોઈ સ્થળે હોય તો સોનામાં સુગંધ ભળી જાય.

image source

તો ચાલો આજે તમને જણાવીએ ગુજરાતની એવી જગ્યા વિશે જ્યાં તમે આ સીઝનમાં વીકેન્ડમાં ફરવા જઈ શકો છો. આ જગ્યાનું કુદરતી સૌંદર્ય તમારો સ્ટ્રેસ દૂર કરી દેશે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલો છે નિનાઈ ધોધ અને ઝરવાણી ધોધ. આ બંને જગ્યાએ એક કે બે વરસાદ થયા પછી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી જાય છે. વરસાદ થયા બાદ અહીં નવા નીરની આવક થાય છે અને ખળખળ વહેતો ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

image source

ગુજરાતના નર્મદા જિલ્લામાં ફરવા લાયક ઘણા સ્થળો છે. અહીં વન વિસ્તાર મોટો હોવાથી ફરવા લાયક સ્થળો ચોમાસા દરમિયાન પ્રવાસીઓનું મન મોહી લે છે. અહીં સાતપુડા અને વિંધ્યાચલની ગિરીમાળા વચ્ચે કુદરતી સૌંદર્ય બારેમાસ ખીલેલું હોય છે. એટલે જ તો આ જિલ્લાને ગુજરાતનું કાશ્મીર પણ કહે છે. નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના ફરવા લાયક સ્થળો સાથે ઝરવાણીનો ધોધ પણ અતિસુંદર ફરવા લાયક સ્થળ છે.

image source

આ જિલ્લામાં આવેલો નિનાઈ ધોધ સુરતથી 143 કિમી અને ભરુચથી 125 કિમી દૂર છે. આ બંને સ્થળેથી અહીં સરળતાથી પહોંચી શકાય છે. નિનાઈ ધોધ 30 ફૂટથી વધુ ઊંચો છે. આ ધોધ સિવાય અહીં શૂલપાણેશ્વર વન્યજીવ અભિયારણ્ય પણ આવેલું છે. અહીં વનવિભાગ દ્વારા પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં પણ આવે છે.

image source

ઝરવાણીનો ધોધ પણ આવી સુંદર જગ્યા છે. અહીં જવાનો રસ્તો પણ સુંદર જંગલ, ખળખળ વહેતી નદી વચ્ચેથી પસાર થાય છે. આ બંને જગ્યાઓ નજીક અનેક ફરવા લાયક સ્થળો પણ છે. જેમ કે શૂલપાણેશ્વર મંદિર, અભિયારણ્ય, રાજપીપળાનું મંદિર, પેલેસ, કરજણ ડેમ, નર્મદા ડેમ સહિતની જગ્યાઓનો આનંદ પણ તમે આ જગ્યાની સાથે માણી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version