આ બધું ક્યાં જઈને અટકશે? અમદાવાદમાં વ્હાઈટ ફંગસના નોંધાયા આટલા કેસ, મ્યૂકરમાં કઢાઇ 14 દર્દીની આંખો

આ બધું ક્યાં જઈને અટકશે? હવે અમદાવાદમાં વ્હાઈટ ફંગસના 45 કેસ નોંધાયા

રાજ્યભરમાં કોરોનાનો કહેર હજી તો માંડ ઓછો થયો હતો અને મ્યૂકોર ઈન્ફેક્શને હાહાકાર મચાવ્યો અને હવે વ્હાઈટ ફંગસના કેસ સામે આવતા તબીબી દુનિયામાં હડકંપ. તબીબો પણ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે સિવલ હોસ્પિટલમાં ચાર, સોલા સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં વ્હાઈટ ફંગસ નોંધાયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વ્હાઈટ ફંગસના અત્યાર સુધીમાં ૪૫ જેટલા કેસ નોંધાયા છે, છેલ્લા કેટલાક દિવસથી વ્હાઈટ ફંગસનો એક નવો કેસ સામે આવી રહ્યો છે, તેમ સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના ડો. કલ્પેશ પટેલે જણાવ્યું હતું.

image source

બીજી તરફ સિવિલ હોસ્પિટલના સૂત્રોએ કહ્યું કે, અત્યાર સુધીમાં મ્યૂકર માઈકોસિસ બ્લેક ફંગસના કારણે ૧૪ જેટલા દર્દીઓની આંખો કાઢવી પડી છે તો સિવિલ કેમ્પસની ડેન્ટલ હોસ્પિટલમાં ૧૪૦થી વધુ દર્દીના દાંત-દાઢ સહિત જડબા કે તાળવા કાઢવા પડયા છે. મ્યૂકરના કારણે એકલા સિવિલમાં જ અત્યાર સુધીમાં ૬૦થી વધુ દર્દીનાં મોત થયાં છે.

સિવિલ હોસ્પિટલના સૂત્રોએ કહ્યું કે, અત્યાર સુધીમાં સિવિલમાં ૫૧૫ જેટલી અને ડેન્ટલ હોસ્પિટલમાં ૧૪૦થી વધુ સર્જરી કરવામાં આવી છે. અત્યારે સિવિલમાં ૩૯૫ દર્દી દાખલ છે, ૧૨થી વધુ દર્દીને રજા આપવામાં આવી છે, કેટલાક દર્દી એવા પણ છે કે માત્ર ઈન્જેક્શનનો ડોઝ લેવા માટે દાખલ થવું પડતું હોય છે.

image source

૧૨૦૦ બેડ હોસ્પિટલના તમામ બેડ હવે ઓક્સિજનની સવલત વાળા કરાશે

કોરોનાની બીજી લહેરની માફક સંભવિત ત્રીજી લહેરમાં સારવાર માટે ભટકવું ન પડે તે સહિતના પાસા ધ્યાને રાખી તૈયારીઓ શરૂ કરાઈ છે, સિવિલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં બીજી લહેરમાં ઓક્સિજન બેડ ૫૦૦ હતા, જોકે હવે તમામ ૧૨૦૦ બેડ ઓક્સિજન બેડની સવલત વાળા કરાશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની સારવાર માટે જરૂરી એવા રેસડેસિવિયર ઈન્જેક્શન માટે લોકોએ ભાગદોડ કરવી પડતી હતી, તે જ પ્રકારે મ્યૂકોરમાઈકોસિસ માટે જરૂરી ઈન્જેક્શન પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. અત્યારથી જ તેની સારવાર માટે જરૂરી એમ્ફોટેરીસીન ઈન્જેક્શનની તંગી જોવા મળી રહી છે. જો મ્યૂકોરના કેસ વધશે તો આ ઈન્જેક્શન માટે પણ અફરાતફરી મચવાની પૂરી શક્યતા છે.

image source

તંત્રની લાપરવાહીથી પીડિત લોકોનો પ્રશ્ન છે કે, પહેલા હોસ્પિટલમાં બેડ, રેમડેસિવિયર ઈન્જેક્શન, ઓક્સિજન વેન્ટિલેટર માટે દોડભાગ કરવી પડતી હતી, હવે મ્યૂકોરના ઈન્જેક્શન માટે દોડધામ કરવી પડી રહી છે. સરકાર કોરોના સામે લડવા માટે આટલી બેઠકો કરે છે, ટોસ્ક ફોર્સ છે, છતાં પ્લાનિંગમાં એવી તો ક્યાં ચૂક રહી જાય છે કે આખરે દર્દી અને તેમના પરિવારના લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે.

નિષ્ણાંતોના મત અનુસાર, મ્યૂકોર કોરોના પછી થતો રોગ છે. કહેવાય છે કે એપ્રિલમાં જ તેની શરૂઆત થઈ ગઈ હતી. આ રોગની શરૂઆત થઈ ત્યારથી જ તેનો વ્યાપ વધે નહીં, જો વધી જાય તો તેની સારવાર કઈ રીતે આપવી, પૂરતા પ્રમાણમાં સંસાધનોની વ્યવસ્થા કરવી, આ પ્રકારના આયોજનો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જો બ્લેક ફંગસના દર્દીઓ માટે તેમના પરિવારજનોએ આટલી હાલાકીનો સમનો કરવો પડી રહ્યો છે ત્યારે ઉપરથી વ્હાઈટ ફંગસની એન્ટ્રી થતા લોકો તેમજ તજજ્ઞો ચિંતાતૂર બન્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!