કોરોના: અમદાવાદની આ યુવતીનો કિસ્સો બધા માટે લાલબત્તી સમાન, લક્ષણ હોય તો ઘરે બેસી રહેવું પડશે મોંઘુ, એક વાર નહિં બે વાર વાંચજો આ કિસ્સો

હાલમાં ગુજરાતમાં કોરોનાએ અસલી રૂપ ધારણ કર્યું છે અને તેનો પ્રકોપ બતાવ્યો છે. ત્યારે એમાં પણ અમદાવાદમાં તો કોરોનાએ માઝા મુકી છે અને રોજના 350 આસપાસના લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે હવે જે કિસ્સો સામે આવ્યો એ દરેક લોકો માટે લાલબત્તી સમામ છે. બધા જાણે છે એમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ માટેના ડોમની વિશ્વસનીયતા ઉપર ફરી એક વખત સવાલો ઉભા થયા છે. કારણ કે શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતી 32 વર્ષની એક યુવતીએ ભદ્ર વિસ્તારમાં મ્યુનિ.તરફથી શરૂ કરવામાં આવેલા ડોમમાં રેપીડ ટેસ્ટ કરાવતા રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ જ યુવતીનો ટેસ્ટ એલ.જી.હોસ્પિટલમાં કરવામાં આવતાં ટેસ્ટ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ચકચાર મચી જવા પામી હતી

image source

મોટી વાત તો એ છે કે આ છોકરીનો રિપોર્ટ પોઝિટીવ આવવા છતાં પણ મ્યુનિ. હસ્તકની હોસ્પિટલોમાં દાખલ કરવાનો ઈન્કાર કરી દેવામાં આવતાં ભારે રઝળપાટને અંતે અડધી રાતે તેને જી.સી.એસ. હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. વધારે વિગતે વાત કરીએ તો શહેરના ફતેવાડી વિસ્તારમાં આવેલા અમીના પાર્કમાં રહેતી ફીરદોશ અલ્તાફભાઈ મન્સુરીની ન્યુમોનિયાની તકલીફ હોવાના કારણે જનરલ પ્રેકટીસનરની પાસે ટ્રીટમેન્ટ કરાવી રહી હતી. દરમિયાન તબીબે ટેસ્ટ કરાવવાનું કહેતા મ્યુનિ.ના ભદ્ર વિસ્તારમાં આવેલાં ડોમમાં રેપિડ ટેસ્ટ કરાવતા ટેસ્ટ રીપોર્ટ નેગેટિવ આવતા ઘેર પહોંચ્યા હતા. ઘેર પહોંચ્યા બાદ ટેસ્ટ રીપોર્ટ બાબતે શંકા લાગતા મ્યુનિ.ની એસ.વી.પી. હોસ્પિટલ પહોંચતા તેમનો ડોમનો રીપોર્ટ નેગેટિવ હોવાથી દાખલ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

image source

ત્યાથી આ પરિવારને એવું કહેવામાં આવ્યું કે, બીજી હોસ્પિટલ જાઓ. પછી આ પરિવાર ઘરે પરત ફર્યા હતા. દરમિયાન તેમના પરિચીત અને પૂર્વ મ્યુનિ. કાઉન્સીલર ડોકટર ઈકબાલ મન્સૂરીનો સંપર્ક કરતા તેમણે કેસ પેપર જોઈ એલ.જી. હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા.એલ.જી.હોસ્પિટલમાં કોવિડ ટેસ્ટ કરવામાં આવતા ટેસ્ટ રીપોર્ટ પોઝિટિવ આવતા આ હોસ્પિટલમાં પણ તેમને દાખલ કરવાનો ઈન્કાર કર્યો. રાતે એકના સુમારે એલ.જી. હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટની દરમિયાન ગીરી બાદ પેશન્ટને સિવિલ હોસ્પિટલ 108 દ્વારા લઈ જવાતા પેશન્ટ સિવિલનું નામ સાંભળતા ગભરાઈ જતા અંતે સમજાવટ બાદ જી.સી.એસ. હોસ્પિટલમાં હાલ આ પેશન્ટ સારવાર લઈ રહ્યા છે. ત્યારે જે લોકોમાં લક્ષણ હોય એ લોકો માટે આ કિસ્સો ખાસ ચેતવા જેવો છે કે જો રિપોર્ટ નેગેટિવ આવે તો હરખાઈ ન જતાં, પણ લક્ષણ હોય તો અવશ્ય ચેકિંગ કરજો.

image source

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદની વાત કરીએ તો અહિં એક જ દિવસમાં 323 કેસ સાથે 12 લોકોના મોત થતાની સાથે છેલ્લા બે દિવસની વાત કરીએ તો અમદાવાદમાં 25 લોકોના મોત નિપજ્યા છે. આજે સતત પાંચમા દિવસે રાજ્યમા 1400થી વધુ કોરોના કેસ નોંધાયા છે.

image source

ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1510 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,00,409એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3892એ પહોંચ્યો છે. જ્યારે 1286 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.05 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 84,625 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત