પ્રેરણા: અમદાવાદની આ મહિલાએ રજૂ કરી અનોખી મિસાલ, બ્રેઈનડેડ પતિના લિવરનું કર્યું દાન

અંગદાન કરવાથી બીજા લોકોને જીવનદાન આપી શકાય છે તે તો આપણે જાણીએ જ છીએ. જો કે આમ છતા આપણા સમાજમાં હજુ જોઈ તેટલી જાગૃતતા આવી નથી. લોકો હજુ પણ અંગદાન કરતા ડરી રહ્યા છે. આ બધાની વચ્ચે ઘણા એવા પણ પરિવારો છે જેમણે અંગદાન કરીને સમાજમાં નવો ચીલો પાડ્યો છે અને અન્ય લોકોને પ્રેરણા આપી છે. નોંધનિય છે કે થોડા દિવસ પહેલા વડોદરામાં 17 વર્ષિય કિશોરીનું અવસાન થયું હતું ત્યારે તેમના પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો હતો. તો આવો એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં. કે જ્યાં શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતા 54 વર્ષિય ભૂપેન્દ્રસિંહ રાવ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ હતાં. રવિવારે તેઓ બ્રેઈનડેડ જાહેર થતાં તેમના લિવરનું અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.

image source

અમદાવાદ સિવિલ મેડિસિટીમાં 2019 થી SOTTO કાર્યરત

નોંધનિય છે કે ભુપેન્દ્રસિંહ રાવના પત્ની અગ્નેશ રાવ કોરોના સંક્રમિત હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેમના પત્નીને પતિના મૃત્યુની જાણ થતા તેઓએ પતિના લીવરનું અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવા સમંતિ દર્શાવી લોકોને પણ અંગદાન કરવા પ્રેરણા આપી હતી. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં 2019 થી SOTTO કાર્યરત છે. સોટો અંતર્ગત ICUમાં સારવાર લઇ રહેલા બ્રેઇન ડેડ દર્દીના અંગોનું જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે. તાજેતરમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા SOTTO અંતર્ગત સઘન કામગીરી થાય તે માટે કમીટી બનાવવામાં આવી છે. વધુમાં વધુ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ આવે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રત્યારોપણમાં સફળતા મળી છે.

image source

અંગદાન પ્રત્યેની સચોટ માહિતી આપી સમજાવવામાં આવે છે

તો બીજી તરફ SOTTO અંતર્ગત બ્રેઇન ડેડ દર્દીના કિડની, લીવર, હ્યદય, સ્વાદુપિંડ, પેશીઓનું પ્રત્યારોપણના ડોનેશન શક્ય બનશે. યુવા દાતાઓના મૃત્યુ બાદ તેમના શરીરના અંગો થકી પાંચ થી છ વ્યક્તિને જીવતદાન આપી શકાય છે. સિવિલ સુપ્રીનટેન્ડેન્ટ ડૉ.જે.પી. મોદી કહે છે કે બ્રેઇન ડેડ દર્દીઓના અંગ અન્ય દર્દીઓના ઉપયોગમાં આવી શકે અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષી શકાય તે હેતુથી અંગદાન કરવામાં આવે છે. જે માટે અમારી હોસ્પિટલમાં બ્રેઇનડેડ થયેલ દર્દીઓના સગાને અંગદાન પ્રત્યેની સચોટ માહિતી આપી સમજાવવામાં આવે છે.

image source

SOTTO એ રાજ્ય સ્તરની સંસ્થા

નોંધનિય છે કે સરકારી દિશાનિર્દેશ પ્રમાણે GCS સ્કોર પાંચ થી નીચે હોય તેવા દર્દીનો એપ્નીયા ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ સગાનું કાઉન્સેલિંગ કરીને અંગદાન કરવા માટે તૈયાર કરવામાં આવે છે. SOTTO ના રાજ્ય સ્તરના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી કહે છે કે SOTTO એ રાજ્ય સ્તરની સંસ્થા છે. કેન્દ્ર સરકાર દ્વારા 2014માં NOTTO કાર્યરત કરવામાં આવી છે જેનુ વડુમથક દિલ્હીમાં છે.

image source

અવયવોનું પ્રત્યારોપણ કરવામાં આવે છે

તમને જણાવી દઈએ કે સમગ્ર ભારતભરમાં કુલ 13 SOTTO કાર્યરત કરવામાં આવી છે. અંગ પ્રત્યારોપણનું નામાંકન, જરૂરિયાત ધરાવતા દર્દીનું નામાંકનની સમગ્ર કામગીરી ઓનલાઇન થાય છે. અંગદાતા અને અંગ ગ્રાહીની સંપૂર્ણ માહિતી ઓનલાઇન રજીસ્ટર દ્વારા નિભાવવામાં આવે છે. જેમાં બ્રેઇનડેડ દર્દીઓ થી લઇ અન્ય પ્રકારના દર્દીઓ કે જેમના અંગનું પ્રત્યારોપણ જરૂરિયાતમંદ દર્દીમાં થઇ શકતુ હોય તેવા દર્દીઓના સગાને સમજાવીને તેમની સમંતિ દ્વારા જરૂરિયાતમંદ દર્દીમાં વિવિધ અંગો, અવયવોનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીને અંગદાન થકી કાર્યદક્ષતામાં વધારો થાય તે માટે SOTTOની રચના કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત