બેરોજગારીનો માર તો જુઓ, નોકરી ન મળી તો અમદાવાદનો આ એન્જિનિયર બન્યો ‘ચા’વાળો, જોઈ લો કેવી છે હાલત

કોરોના આવ્યો અને પછી લોકડાઉન આવ્યું. ત્યારબાદ લોકોની રોજગારી છીનવાઈ અને પછી ધંધામાં પણ ખોટ આવી. પરંતુ જે લોકોની નોકરી છૂટી ગઈ એમાંથી ઘણી લોકોએ નવા નવા કામ શરૂ કર્યા અને ત્યારબાદ તેમને સફળતા પણ મળીય તો આવે એક એવા જ શખ્સની વાત કરવી છે કે એક એન્જિનિયરે ચાનો ધંધો શરૂ કર્યો છે.

image source

એક તરફ આપણે સૌ જાણીએ છીએ કે, દેશમાં બેરોજગારી તો વર્ષોથી ચાલી આવે છે. તેમાં પણ કોરોનાએ વધુ લાખો લોકોને બેરોજગાર બનાવ્યા છે. તેવામાં, સરકારી કે ખાનગી નોકરી મળવી મુશ્કેલ છે. ત્યારે એક એન્જિનિયરે તો ચાનો ધંધો શરૂ કરી દીધો છે. અને તેની કહાની હાલમાં ચારેકોર વાયરલ થઈ રહી છે.

image source

જો વિગતે વાત કરીએ તો હાલમાં કોરોનાના માહોલ વચ્ચે એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે કે દરેક વ્યિક્તને નોકરી મળે તેવું શક્ય નથી. નોકરીની આશામાં અને આશામાં લોકો ઘરે બેઠા રહે છે કે ફર્યા કરે છે. કેટલાક નોકરી ન મળે તો બેરોજગારનો સિક્કો લગાવી બેસી જાય છે. પરંતુ અમદાવાદના એન્જિનિયર યુવકને નોકરી ન મળતા ચાનો ધંધો શરૂ કર્યો છે. આ એન્જિનિયર યુવકનું નામ રોનક રાજવંશી છે. રોનકે અનેક જગ્યા પર નોકરી માટે અપ્લાય પણ કર્યું પરંતુ નોકરી ન મળી. જો મળી તો પગાર સારો ન મળ્યો. જેથી અંતે તેણે પરિવારના ગુજરાન માટે ટી સ્ટોલ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે રોનકે 2015માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ તેમણે એક જગ્યા પર 7 હજારની નોકરી પણ મળી હતી. પરંતુ તેમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું.

image source

આ બધું કરવા પછી રોનકે સરકારી નોકરીઓ માટેની અનેક પરિક્ષાઓ પણ આપી અને પાસ કરી. પરંતુ ભરતી કૌભાંડોમાં તેમની મહેનત પાણીમાં ગઈ અને અંતે તેણે ચાનો ધંધો શરૂ કર્યો છે. જેને આમ લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આમ પણ જોવા જઈએ તો કામ કોઈપણ હોય તે નાનું કે મોટું નથી હોતું.

image source

બસ કામ કરવાની ધગશ હોવી જોઈએ અને ખેવના હોવી જોઈએ. જો આટલું હોય તો માણસ કાંઈ પણ કરી શકે છે. ઘરે બેસવા કરતા ચા વેચવી પણ એક રોજગારીનું જ માધ્યમ છે. જે આ યુવાને તો હાલ સ્વિકાર્યું છે. અને આ નહીં આવા અનેક યુવકો પણ આવું કરી રહ્યાં છે અને રોજગારી મેળવી રહ્યા છે.

image source

આ સિવાય જો વાત કરીએ તો કોરોનાકાળમાં ઘણાં લોકોને નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે. નોકરી ચાલી જવાનું દુઃખ એ જ જાણી શકે છે. જેની જરુરિયાત ઘણી હોય અને નોકરી કરી હોય. નોકરી મેળવવા માટે અનેક ધક્કા ખાધાં હોય અને પછી નોકરી મળી હોય અને નોકરી ચાલી જાય તો? Show must Go On.. યુપીના અયોધ્યાના બે દોસ્તો. સુલતાન અને રોહિત. એક હિન્દુ, બીજો મુસ્લિમ… પણ તે પહેલાં બન્ને સારા દોસ્ત. બંને એક જ ટેલિકોમ કંપનીમાં કામ કરતા હતા પણ નોકરી છૂટી ગઈ. મેનેજર લેવલનું કામ કરતા હતા પરંતુ જો નોકરી જવાની હોય તો તમે રોકી શકતા નથી. નોકરી ગયા પછી તેમણે નક્કી કર્યું કે કંઈક કરવું જોઈએ. પછી તેમણે ફરીથી ટિફિનનો ધંધો શરૂ કર્યો. આજે બંને ત્રણ રેસ્ટોરન્ટના માલિક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત