ગુજરાતીઓ માટે ગૌરવની વાત, અનેકવિધ સુવિધા આપતું અમદાવાદનુ કાલુપુર રેલવે સ્ટેશન બન્યુ દેશનું પ્રથમ

હવે એરપોર્ટ જેવી સુવિધા મળશે અમદાવાદના આ કાલુપુર રેલ્વે સ્ટેશન પર – આ સુવિધા આપતું દેશનું પ્રથમ રેલ્વે સ્ટેશન બન્યું

હાલ ઘરમાં પુરાઈ રહેલી દરેક વ્યક્તિને પ્રવાસની ચળ વારંવાર ઉપડતી હશે. પણ હાલ કોરોનાના કારણે ઉભા થયેલા સંજોગોમાં લોકો આવશ્યક કારણ વગર ઘરની બહાર નીકળી પણ નથી શકતાં. લોકો માટે ડગલને ને પગલે કોરોનાના સંક્રમણનો ભય રહેલો છે. અને તે વાત પ્રવાસનના માધ્યમોને પણ લાગુ પડે છે તે પછી બસ, હોય પ્લેન હોય કે પછી રેલ્વે હોય. તેમ છતાં કોરોનાના કારણે તમે કંઈ આખા દેશને લાંબા સમય માટે બંધ ન રાખી શકો. પણ તેની જગ્યાએ સાવચેતી રાખીને દેશને ચાલતો કરવાનો હોય છે.

image source

હાલ અમદાવાદના કાલુપુર સ્ટેશનને ઓર વધારે આધુનિક બનાવવામાં આવ્યું છે અને અહીં પણ મુસાફરો માટે એરપોર્ટ જેવી સુવિધા શરૂ કરવામા આવી છે. ખાસ કરીને હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને એક વિશિષ્ટ સુવિધા ટ્રેનના મુસાફરો માટે કાલુપુર રેલ્વે સ્ટેશન પર શરૂ કરવામાં આવી છે. અને આ પ્રકારની સુવિધા અત્યાર સુધી માત્ર એરપોર્ટ પર જ ઉપલબ્ધ હતી. પણ હવે પહેલીવાર ભારતના કોઈ રેલ્વે સ્ટેશન પર આ સુવિધા શરૂ કરવામા આવી છે.

image source

અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર બેગેજ સેનેટાઇઝર અને રેપિંગ મશીનને મુસાફરો માટે ખુલ્લુ મકાયું છે. દેશમાં પ્રથમવાર કોઈ રેલ્વે સ્ટેશન પર આ સુવિધા શરૂ કરવામા આવી છે. કાલુપુર રેલ્વે સ્ટેશનના 1 નં.ના એન્ટ્રી ગેટ પર આ સુવિધા શરૂ કરવામાં આવી છે. અહીં પ્રવેશતાં તમે જોશો કે બેગેજ સેનિટાઇઝેસન અને રેપિંગ મશીન મુકવામા આવ્યા છે.

image source

મુસાફરો આ બેગેજ સેનેટાઇઝર મશિનમાં પોતાનો સામાન મુકશે અને તે મશીનમાં તેમનો સામાન અલ્ટ્રા વાયોલેટ કરિણોથી સેનિટાઇઝ થઈ જશે. અને સાથે સાથે બેગેજ પર પ્લાસ્ટિકનું રેપિંગ પણ થઈ જશે. આ રીતે મુસાફરનો સામાન સંક્રમણ મુક્ત બની જશે. આ સુવિધાથી રેલ્વે સ્ટેશન તેમજ મુસાફરો બન્નેને લાભ થશે. આખા રેલ્વે સ્ટેશનમાં સંક્રમણનું જોખમ દૂર કરી શકાશે તેમજ મુસાફરો પણ સુરક્ષિત રહી શકશે. જો કે તેના માટે પેસેન્જરે નિયત કરેલી રકમ ચુકવવાની રહેશે. બીજી બાજુ આ સુવિધા ફરજીયાત નથી માટે મુસાફરો ઇચ્છશે તો જ આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

શું છે ચાર્જ

image source

જો તમે તમારા સામાન સેનેટાઇઝ કરવા માગતા હોવ તો તમારે 10 કીલો વજન પર 10 રૂપિયા ચૂકવવાના રહેશે અને જો તમારે તમારો સામાન પ્લાસ્ટિકથી રેપ કરાવવો હોય તો તેનો તમારે 60 રૂપિયા ચાર્જ આપવો પડશે. પણ જો તમારો સામાન 25 કિલો સુધીનો હશે તો તમારે 15 રૂપિયા આપવાના રહેશે અને પ્લાસ્ટિક રેપિંગના તમારે 70 રૂપિયા આપવાના રહેશે. પણ 25 કિલોથી ઉપરના સામાન માટે તમારે 20 રૂપિયા સેનેટાઇઝ કરાવવાના અને પ્લાસ્ટિક રેપિંગના 80 રૂપિયા ચુકવવાના રહેશે. સ્ટેશનના ડીઆરએમ દીપક કુમારના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી આ સુવિધા માત્ર એરપોર્ટ પર જ અવેલેબલ હતી. સ્ટેશન પર લગેજ સેનેટાઇઝેશન માટે એક ટનલ બનાવવામાં આવી છે તેમાંથી લગેજને પસાર કરતાં તે સેનેટાઇઝ થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત