લોકડાઉનની આફ્ટર ઈફેક્ટ: અમદાવાદના પોશ વિસ્તારોમાં ભાડામાં થયો અધધધ…ઘટાડો

લોકડાઉનની આફ્ટર ઈફેક્ટ : ઓફિસ ભાડામાં થયો અધધધ ઘટાડો, અમદાવાદના આ વિસ્તારોમાં ઘટી ગયા ભાડા, લોકડાઉનના કારણે રિયાલ્ટી સેક્ટરને પડ્યો મોટો ફટકો

લોકડાઉનની આફટર ઈફેક્ટ હવે દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. ચોતરફ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકારે વેપાર ધંધાની છૂટ તો આપી છે પરંતુ તહેવારો નજીક હોવા છતાં બજારમાં રોનક જોવા મળતી નથી. આવા જ હાલ અમદાવાદ શહેરના છે. અહીં કોરોનાએ મચાવેલી તબાહી બાદ રિયાલ્ટી સેક્ટરને મોટો ફટકો પડ્યો છે.

image source

આ અંગે તાજેતરમાં થયેલા એક સર્વે અનુસાર પહેલા અમદાવાદમાં રહેણાક વિસ્તારોમાં ભાડાનો ઘટાડો નોંધાયો અને હવે કોમર્શિયલ રેન્ટમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આ રિપોર્ટ અનુસાર જાન્યુઆરીથી જૂન દરમિયાન શહેરના હાર્દ સમા અને સૌથી વધુ કોમર્શિયલ સેક્ટર ધરાવતાં એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ભાડામાં 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે અમદાવાદ શહેરના અન્ય વિસ્તારમાં 12 ટકા ઘટાડો નોંધાયો છે.

image source

દેશમાં શરુઆતના સમયમાં જે લોકડાઉન જાહેર થયું હતું તેના કારણે અર્થવ્યવસ્થા પર ભારે અસર થઈ છે. એપ્રિલથી જૂન દરમિયાન બધી જ એક્ટિવિટી ઠપ્પ થઈ ગઈ હતી. તેમાં પણ અમદાવાદમાં જાન્યુઆરીથી જૂન દરમિયાન ઓફિસ ટ્રાંઝકેશન 16 ટકા ઘટેલું નોંધાયું છે. આ સાથે જ સરેરાશ ટ્રાંઝેકશન રેન્ટમાં 12 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

image source

અમદાવાદ શહેરમાં સૌથી વધુ કોમર્શિયલ એક્ટિવિટી એસ જી હાઈવે, બોપલ, પ્રહલાદ નગર, આંબાવાડી, સેટેલાઈટ, બોડકદેવ, થલતેજ વિસ્તારમાં થાય છે અને અહીંયા જ ઓફિસના ભાડામાં 13 ટકા ઘટ્યા છે. અહીં પ્રતિ ચોરસ મીટર ભાડા 431થી 560 માસિક થયા છે. જ્યારે ઓવરઓલ અમદાવાદમાં ઓફિસ ભાડા ઘટીને પર સ્કેવર મીટર 344થી 452 થયા છે.

image source

રિપોર્ટમાં એમ પણ જાણવા મળે છે કે અહીં એપ્રિલથી જૂન માસ દરમિયાન ઓફિસ માર્કેટમાં કોઈપણ ટ્રાંઝેકશન થયા જ નથી. વર્ષ 2019માં આ જ સમય દરમિયાન 3 લાખ સ્ક્વેર ફૂટના ટ્રાંઝેકશન થયા હતા. એટલે કે વર્ષ 2020માં તેમાં 100 ટકાનો ઘટાડો થયો છે.

અર્ધવાર્ષિક ગાળામાં રેન્ટલ ઓફિસ માર્કેટમાં ઉપલબ્ધતામાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં સપ્લાયમાં વધારો અને તેની સામે ઘટતા ટ્રાન્ઝેક્શનના કારણે આ સ્થિતી સર્જાઈ છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુન માસ દરમિયાન ઓફિસ માર્કેટમાં વેકેન્સીમાં 41.7% વધી છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન વર્ષ 2019માં વેકેન્સી લેવલ 34% હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે..

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત