Site icon News Gujarat

લોકડાઉનમાં આ પીઝા અમદાવાદીઓ માટે બન્યા પહેલી પસંદ, ઈટાલીમાં શીખી હતી પિઝાની રેસિપી

‘જહા ચાહ હૈ વાહ રાહ હૈ’ આ વાત ખુબ સામાન્ય છે, અત્યારે આપણા દેશમાં લોકો કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે ત્યારે લોકડાઉન ના કારણે લોકો કેટલીક નકારાત્મક ઉર્જા સામે લડી રહ્યા છે. પરંતુ અંધારામાં પ્રકાશના એક કિરણની રોશની નકારાત્મક ઉર્જાને દુર કરવા માટે પુરતી હોય છે. અહી આ લેખમાં એક એવી જ યુવતી વિષે વાત કરી છે. તેનું નામ પલક દેશાઈ છે. તેની કહાની કઈક જુદી જ છે.

આ યુવતીએ ઈટાલીમાં પીઝા બનવાની રીત શીખી હતી. તેને તેના ઘર માટે પીઝા બનાવ્યા હતા. હવે તેના પીઝા અખા અમદાવાદમાં બધા લોકોને ખુબ પસંદ આવ્યા હતા. એક યુવકની નિરાશાને કારણે તેને પ્રેરણા મળી હતી. પલક દેશાઈએ ઉટાલીયન પીઝા ને એવી રીતે બનાવ્યા કે ગુજરાતી લોકોને તે ઘરના પીઝાનું ખુબ ધેલું લાગ્યું હતું.

લોકડાઉન અને કોરોના કાળમાં થયેલી મુશ્કેલીમાં આ યુવતી અને તેની માતાએ મળીને આ સકારાત્મકમાં એક પ્રયાસો કરી રહ્યા હતા. આજે અમદાવાદમાં પીઝા રસિયાઓને એક નવું સરનામું મળ્યુ હતું. જે વિદેશી પીઝામાં દેશી ટેસ્ટ કરવી જાય છે.

ઈટાલીમાં શીખી આ રેસિપી

પલક દેશાઈ ઈટાલીનમાં રહીને કુટીન વિષે અભ્યાસ કરી રહી હતી. પરંતુ લોકડાઉન પહેલા ઇન્ડિયામાં આવીને ફસાઈ ગઈ હતી. આ ગુજરાતી યુવતીનું કહેવું છે કે લોકોને લોકડાઉનમાં ભૂખ તો લાગે જ છે, અને બધા લોકોને નવું નવું ખાવાની ઇચ્છા પણ થતી હોય છે. ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે ઘરે ઘરના સભ્યો માટે પીઝા બનાવીએ તો, અને ત્યાર પછી તેને એવા પીઝા બનાવ્યા કે બધા લોકો તેને પીઝાનો ઓડર આપવા લાગ્યા. તેની આજુબાજુના બધા લોકો તેને પીઝા ઓડર કરવા લાગ્યા હતા. એટલા ઓડર હતા કે કોઈ બીજા લોકો તેને ઓડર આપે તો તેને ના પડવી પડતી હતી.

એક નિરાશા માંથી મને આ મળી પ્રેરણા

મને યાદ જ છે કે જયારે એક ભાઈ પાસે પીઝાનો ઓડર આપ્યો ત્યારે મારે તેને ના પડવી પડી. ત્યારે તે ભાઈ એટલા ઉદાસ થઈ ગયા કે મને એમ થયું કે તેનો ઓડર લઈ લવ અને તેને ફરીથી પીઝા બનાવી આપું. પરંતુ ઘરે હુ ને મમ્મી પીઝા બનાવતા હોવાથી અમે વધારે ઓડર પણ લઈ શકતા ન હતા.

લિમિટેડ એડિશનની જેમ લિમિટેડ ઓર્ડર જ

અમે નિયમિત લીમીટેડ ઓડર જ લેતા હતા. અમે દરરોજ સમાન્ય પંદર થી વીસ પીઝાનો ઓડર લઈને તેટલા જ પીઝા બનાવતા હતા. અમે લીમીટેડ પીઝાનો જ ઓડર રાખ્યો હતો. મારા શોખ અને મારી મમ્મીની આવડત અને મારી તાલીમને લીધે બધા લોકો અમારા પીઝાના ખુબ વખાણ કરે છે. જયારે એક ફેમેલી મારી પાસેથી પીઝા લઈને ગયા અને મને કહે કે અમે પીઝા કારમાં જ ખાઈ ગયા હતા. અમે ઘરે બનાવેલા પીઝા અમદાવાદમાં ખુબ ફેમસ થવા લાગ્યા હતા.

સ્પેશ્યલ શું છે આ પીઝામાં?

અમારા પીઝામાં જો કઈંક ફેમશ હોય તો તે તેનો સોશ અને પીઝા બ્રેડ છે. મેં પીઝામાં ક્રસ્ટ ઉમેરી દીધો છે, જેથી તે વેસ્ટ ન જાય. વધુ પડતા લોકો પીઝાનો બેઝ પૂરો ખાઈ શકતા નથી. તેથી મારો એવો પ્રયાસ રહ્યો છે કે પીઝાનો એક પણ ટુકડો વેસ્ટ ન જવો જોઈએ. તે માટે ઈટાલીન પીઝાના સોસમાં થોડું સ્પાઈસ ઉમેરીને તેને અલગ જ ટેસ્ટ આપ્યો હતો. ઈટાલીન ફૂડમાં ઈન્ડિયનનો ટચ લાવી દીધો છે.

કેવી રીતે વધુ ઓર્ડર મળતા ગયા હતા?

સાચું કહું તો મેં કોઈ એવો ખાસ પ્રયાસ કર્યો નોહ્તો. જેમ જેમ લોકો મારા પીઝા ખાતા ગયા તેમ તેમ તે તેની રીતે જ એટલા ફેમશ થઈ ગયા, અને મને વધુને વધુ ઓડર પણ મળતા ગયા. મે ઈટાલીમાં ઇટાલિયન કુઝીનો અભ્યાસ કર્યો અને તેની ઈન્ટર્નશીપ પણ લીધી હતી. પરંતુ જયારે મેં બનાવેલી વાનગી કોઈ વ્યક્તિ ખાઈ અને તેના ચહેરા જે ખુશી જોવ ત્યારે મને નવી વાનગી બનાવાની પ્રેરણના મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version