આ અમદાવાદી બાની કહાની છે જોરદાર..પહેલા રોટલી બનાવીને પૂરતા બીજાના પેટનો ખાડો, વાંચો આજે કોરોનાને કારણે કેવી થઇ પરિસ્થિતિ

છેલ્લા લગભગ એક વર્ષથી વૈશ્વિક સ્તરે કોરોના મહામારીએ માણસની પથારી ફેરવી નાખી છે. ખાસ કરીને ભારતમાં જ્યાં લોકોએ લગભગ પહેલા ક્યારેય લોકડાઉનનું નામ પણ સાંભળ્યું નહોતું તેઓને પણ જીવનમાં પ્રથમ વખત લોકડાઉનનો અંહભાવ થયો છે. વળી, આ લોકડાઉનને કારણે શ્રીમંત પરિવારો અને પૈસે ટકે સમાજમાં વૈભવી જીવન જીવતા લોકોને તો ટાઈમપાસ કરવાનો એક મોકો મળ્યો પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો જેમના માટે રોજનું કમાઈને રોજ ખાવા જેટલું ભેગું થતું હતું તેઓ માટે જાણે લોકડાઉન આભ બનીને તૂટી પડ્યું હતું. લોકડાઉન દરમિયાન અનેક સેવાભાવી લોકોએ પણ પોતાની માનવતાના ખરા સમયે પરિચય કરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે થોડી ઘણી રાહત થઈ.

image source

બીજી બાજુ વૈશ્વિક સ્તરે અલગ અલગ સમય અને પરિસ્તીથી મુજબ લાગુ કરાયેલા લોકડાઉનને કારણે વૈશ્વિક બિઝનેસ પણ હલબલી ગયો હતો. અનેક નાના ઉદ્યોગો અને વેપાર ધંધાને બંધ કરવા સુધીની ફરજ પડી હતી. આપણે આપણા ભારત દેશની જ વાત કરીએ તો કોરોના મહામારીને કારણે ભારતમાં માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2021 સુધીના સમયગાળામાં 10,000 ઉપરાંત કંપનીઓને તાળા લાગી ગયા છે. તમને કદાચ આ ગપગોળા લાગે પણ હકીકત એ છે કે આ મનઘડંત વાત નથી પરંતુ દેશની સંસદમાં રાજયમંત્રી અનુરાગ ઠાકુરે આપેલા આંકડા છે.

એ સિવાય હોટલ ઉદ્યોગ અને પર્યટન ઉદ્યોગ પણ એવા ઉદ્યોગો છે જેને કોરોના મહામારીને કારણે જોરદાર થપાટ લાગી હોય.

image source

અમદાવાદની જ વાત કરીએ તો અહીંના જમાલપુર વિસ્તારમાં મહિલાઓ દ્વારા ઘર બેઠા રોટી બનાવવાનું કામકાજ ચાલે છે અને આ કારણે જ આ વિસ્તાર અમદાવાદની રોટી બજાર તરીકે પણ ઓળખાય છે. આ રોટી બજારમાં પણ હવે કોરોનાની નજર લાગી હોય તેમ મંદી ફરી વળી છે.

આ આર્ટિકલ વાંચનારા વાંચકો પૈકી જે લોકો અમદાવાદની આ રોટી બજાર વિશે નથી જાણતા તેમના માટે માહિતી આપી દઈએ કે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં અનેક મહિલાઓ તેમના ઘરે તૈયાર રોટી બનાવે છે અને વેંચે છે. આ રોટીઓ જથ્થાબંધ રીતે સ્થાનિક હોટલ ધારકો, ઢાબા અને લારીઓ ચલાવતા લોકો ખરીદીને લઈ જાય છે. જમાલપુરમાં આ રીતે અંદાજે 100 મહિલાઓ ઘર બેઠા જ પોતાનો રોટી બિઝનેસ કરે છે. અને પ્રત્યેક મહિલા દૈનિક લગભગ 1500 જેટલી રોટીલીઓ બનાવી 2.50 રૂપિયા પ્રતિ રોટીના ભાવે વેંચે છે.

image source

પરંતુ જ્યારથી કોરોના મહામારી ફેલાઈ છે અને ત્યારબાદ સરકાર દ્વારા વિવિધ અટકાયતી પગલાંઓ લેવાના કારણે હોટલ અને ખાણી પીણીનો વેપાર કરતા લોકોના ધંધા લગભગ ઠપ્પ થઈ ગયા છે જેને પગલે રોટી બનાવી બીજા લોકોના પેટનો ખાડો પૂરતી આ મહિલાઓની રોજીરોટી સામે સંકટ ઉભું થયું છે.

image source

આ બિઝનેસ સાથે સંકળાયેલા રઝિયાબેન નામક એક મહિલાએ અગ્રણી TV ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હવે રાત્રે 9 પછી મોટાભાગના લારી, ઢાબા અને હોટલો બંધ થઈ જાય છે જેના કારણે કોરોના મહામારી પહેલા રોટીનો જે ઓર્ડર મળતો હતો તેમાં ઘણો જ ઘટાડો થઇ ગયો છે. માત્ર બપોરના સમયે લોકો જરૂર પૂરતી જ રોટી લઈ જાય છે. વળી, રોટી બનાવવા માટે ગેસ અને લોટના ભાવમાં પણ પ્રતિદિન વધારો થવાથી આ બિઝનેસની હાલત ઢચુપચુ થઈ ગઈ છે.

image source

આ જ વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય એક ગૃહિણી સૂફીયાબેને જણાવ્યું હતું કે અહીંની મહિલાઓ રોટી બનાવીને અન્ય લોકોના પેટનો ખાડો પુરવાનું કામ કરે છે પરંતુ જો તેઓને પૂરતો ઓર્ડર ન મળતા તેની રોજીરોટી માટે પણ મુશ્કેલી ઉભી થઇ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!