Site icon News Gujarat

સ્માર્ટ સિટી અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને અંતિમ સંસ્કાર માટે લાઈનો

ગુજરાત કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે હાલમાં સ્મશાનમાં અંતિમ સંસ્કારમાં પણ વેઈટિંગ ચાલી રહ્યું છે. હોસ્પિટલમાંથી સ્વજનની લાશ લેવા માટે પણ લોકો લાઈનમાં ઉભા છે. તો બીજી તરફ અમદાવાદની સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે. અમદાવાદમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2842 કેસ નોંધાયા હતા, જ્યારે 25 દર્દીના મૃત્યુ થયા હતા. તમને જણાવી દઈએ કે, એપ્રિલ 2020માં સમગ્ર મહિનામાં માંડ 2996 કેસ નોંધાયા હતા. આમ શુક્રવારના એક જ દિવસમાં નોંધાયેલા 2842 કેસ લગભગ તેની નજીક આવી ગયા કહેવાય.

તો બીજી તરફ કોરોનાથી મૃત્યુની જો વાત કરીએ તો અંદાજે 300થી વધુ દિવસ પછી ફરી એક વાર એક દિવસમાં 25 દર્દીના મૃત્યુ થયા છે. તમને જણાવી દઈએ કે શહેરમાં છેલ્લે ગત જૂનમાં આટલો મૃત્યુઆંક આવ્યો હતો. છેલ્લા 22 દિવસથી એક પણ દિવસ કેસનો આંકડો 600થી નીચે ગયો નથી. તો બીજી તરફ 9 એપ્રિલથી 16 એપ્રિલ સુધીના અઠવાડિયામાં જ 16331 કેસ નોંધાયા છે. જે ફેબ્રુઆરી અને માર્ચમાં નોંધાયેલા કુલ 11353 કેસ કરતાં ઘણાં વધારે છે. આમ આ આંકડા સાબિતી આપે છે કે હાલમાં અમદાવાદની સ્થિતિ કેટલી ભયાનક છે.

image source

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં માર્ચ મહિનાથી કોરોના વાઇરસના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નોંધનિય છે કે, 23 માર્ચે રોજિંદા કેસની સંખ્યાએ 500નો આંક વટાવ્યા પછી એક પણ દિવસ કેસ ઘટ્યા નથી. તો બીજી તરફ એપ્રિલના 16 દિવસમાં 22 હજારથી વધુ કેસ આવ્યા છે. જેમા છેલ્લા 24 કલાકમાં 491 દર્દી સાજા થતાં વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો બીજી તરફ એપ્રિલમાં ડિસ્ચાર્જ લેતા દર્દીઓનો રેશિયો ઘણો નીચે આવી ગયો છે.

જો કે કોર્પોરેશનના ચોપડે હજુ પણ 12,751 એક્ટિવ દર્દી દર્શાવવામાં આવે છે પરંતુ હાલની સ્થિતિ જોતાં આ આંકડો ઘણો ઊંચો હોઈ શકે છે. નોંધનિય છે કે આંકડાની વિસંગતતાને લઈને હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી છે કે કોરોનાના સાચા આંકડા લોકો સમક્ષ લાવો અને હાલમાં બેડની સ્થિતિ અંગે પણ એક પોર્ટલ બનાવી લોકો સુધી માહિતી પહોંચાડો જેથી સામાન્ય લોકોને પરેશાની ન થાય.

image source

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં કોરોનાના કેસનો કુલ આંક 90 હજારને વટાવી ગયો છે. જિલ્લામાં પણ પહેલીવાર એકસાથે 56 કેસ નોંધાયા છે જ્યારે દસ્ક્રોઈમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. છેલ્લા બે દિવસથી સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલોમાં દાખલ થતાં દર્દિઓની સંખ્યામાં થોડોઘણો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે આ હોસ્પિટલોમાં 1899 દર્દી છે. 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં લાંબા સમય પછી દાખલ દર્દીનો આંક એક હજારથી નીચે ગયો છે.

તો બીજી તરફ ગત સપ્તાહે સિવિલ કેમ્પસની હોસ્પિટલોમાં 2200થી 2400 દર્દી હતા જેમાંથી 80 ટકા ઓક્સિજન પર હતા. નોંધનિય છે કે, હાલની પરિસ્થિતિ એવી છે કે, કોરોના સંક્રમિત દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ હાલમાં સોશિયલ મીડિયા પર હોસ્પિટલના બેડ, રેમડેસિવિર ઇન્જેક્શન, ઓક્સિજન માટે મદદ માગી રહ્યા છે.

image source

નોંધનિય છે કે છેલ્લા એક અઠવાડિયામાં લોકોના વોટ્સએપના સ્ટેટસમાં, ફેસબુક અને ટ્વિટર પર કોરોનાગ્રસ્તનો પરિવારો મદદની અપીલ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મોટાભાગની હોસ્પિટલોના બેડ ભરાઈ ગયા છે. છતાં કેટલાક કિસ્સામાં મદદ મળે છે તો કેટલાકમાં માત્ર સહાનુભૂતિના શબ્દો.

અમદાવાદના મોટાભાગના સ્મશાનોમાં છેલ્લા 10 દિવસથી રોજના 12થી 15 મૃતદેહના અંતિમ સંસ્કાર થાય છે. છેલ્લા એક સપ્તાહથી આ સંખ્યામાં મોટી સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે સ્મશાન ગૃહોમાં 24 કલાક અંતિમ સંસ્કાર ચાલુ છે. તમને જણાવી દઈએ કે, જૂના વાડજમાં આવેલા અંતિમધામના બળદેવ શાહના જણાવ્યા અનુસાર છેલ્લા 10 દિવસથી અમે રોજના 30 મૃતદેહના અંતિમ સંસ્કાર કરીએ છીએ.

image source

તો બીજી તરફ વાડજ સ્મશાન ગૃહના એક કર્મચારીએ જણાવ્યું હતું કે, એકના અંતિમ સંસ્કાર કરવામાં દોઢ કલાક જેટલો સમય લાગતો હોય છે. હાલમાં સ્થિતિ એવી છે કે ભઠ્ઠીમાં રહેલુ લોખંડ પણ ઓગળવા લાગ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version