અમદાવાદના આ જાણીતા સ્વામિનારાયણ મંદિરના આટલા બધા સંતો આવ્યા કોરોનાની ઝપેટમાં, જાણો પછી શું લેવાયો મોટો નિર્ણય

ગુજરાતના આ જાણીતા સ્વામિનારાયણ મંદિરના આઠ સંતો કોરોનાની ઝપેટમાં, અમદાવાદ મંદિરમાં ફુલડોલ ઉત્સવ મોફુક

સતત વકરી રહેલા કોરોના વધુ ન ફેલાય તે માટે મંદિરે હોળી, ધુળેટીના પર્વમાં થતી ફુલડોલ ઉત્સવની ઉજવણી પણ રદ કરી દેવામાં આવી છે. કોરોનાનો કહેર એકવાર ફરીથી અમદાવાદમાં કોહરામ મચાવી રહ્યો છે. ત્યારે સ્વામિનારાયણના સંતો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે. 8 સ્વામિનારાયણના સંતો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. હાથીજણ સ્વામિનારાયણ ગુરૂકુળમાં સંતો કોરોનાગ્રસ્ત બન્યા છે. તમામ કોરોનાગ્રસ્ત સંતોની સારવાર શરૂ કરવામાં આવી છે.

image source

રાજ્યમાં કોરોના વાયરસ બન્યો બેકાબૂ

એક દિવસમાં કોરોનાના 1415 કેસ નોંધાયા છે. એક દિવસમાં 948 દર્દીઓ થયા સાજા. રાજ્યમાં કુલ 67 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે રાજ્યમા કોરોનાના 6147 એક્ટિવ કેસ છે.

એક દિવસમાં કોરોનાથી 4 દર્દીના મૃત્યુ થયા છે. અત્યારસુધીમાં કોરોનાથી કુલ 4437 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 2,73,280 દર્દીઓ સાજા થયા છે.

image source

ક્યાં કેટલા કેસ?

  • અમદાવાદ 344
  • સુરત 450
  • વડોદરા 146
  • રાજકોટ 132
  • ભાવનગર 32
  • ગાંધીનગર 27
  • જામનગર 28
  • જૂનાગઢ 12
  • કચ્છ 17
  • મહેસાણા 26
  • ગીર-સોમનાથ 03
  • દાહોદ 12
  • ભરૂચ 18
  • નર્મદા 15
  • આણંદ 12
  • અમરેલી 09
  • પંચમહાલ 20
  • મહીસાગર 12
  • સાબરકાંઠા 18
  • છોટાઉદેપુર 14
  • પાટણ 10
  • ખેડા 24
image source

કોરોનાકાળમાં હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલ અમદાવાદમાં ફરીથી કોરોનાનો આતંક ફેલાયો છે. તેમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણી અને ક્રિકેટ મેચ બાદ તો અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે જાહેર થયેલા નવા આંકડા અનુસાર અમદાવાદ શહેરમાં નવા 335 અને જિલ્લામાં નવા નવ પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન એક દર્દીનું મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક બે હજાર 329 પર પહોંચી ગયો છે.

image source

પાંચ મહિના બાદ એટલે કે 10 નવેમ્બર બાદ પ્રથમવાર અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના નવા કેસનો આંકડો 340ને પાર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં આજે અને આવતીકાલે મોલ, મલ્ટીપ્લેક્સ બંધ રહેશે. તો આજથી નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ડોર ટુ ડોર સર્વેલંસ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધર અને સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવશે. એક વર્ષ પહેલાં આજના દિવસે એટલે કે 19 માર્ચ 2020ના રોજ ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારે આજે ફરી એક વખત આજે 19 માર્ચ 2021ના રોજ 1415 કેસ નોંધાતા ચિંતા ફરી વધી ગઈ છે.

જ્યારે કોરોના પોતાની ઊંચાઈ પર હતો અને જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ 27 નવેમ્બર 2020ના રોજ 1607 નોંધાયા છે. આવામાં હવે આજના કેસ લગભગ તેની નજીક છે ત્યારે ચિંતાનો માહોલ વધી ગયો છે. છેલ્લાં 2 દિવસથી ગુજરાતમાં કેસ એટલા વધ્યા છે કે અત્યાર સુધીના સૌથી વધુ 1607ના આંકડાની નજીક પહોંચી ગયા છે.

image source

આજે નોંધાયા 1415 નવા દર્દી

મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1415 નવા દર્દી જ્યારે 948 દર્દીઓ સાજા થયાં છે. જ્યારે 4 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.

સુરત અને અમદાવાદમાં કોરોનાનો હાહાકાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 278 કેસ અને ગ્રામ્યમાં 15 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 252 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 127 કેસ, જ્યારે ગ્રામ્યમાં 19 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 115 કેસ અને ગ્રામ્યમાં 17 કેસ નોંધાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!