અમદાવાદમાં હવે 60 કલાક સુધી કરફ્યૂ, શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી

દિવાળી અને નવા વર્ષની ઉજવણી દરમિયાન લોકોએ દાખવેલી બેદરકારી ના કારણે કોરોના ના કેસ ચિંતાજનક રીતે વધી ચુક્યા છે તેવામાં અમદાવાદ શહેરમાં કોરોના નું સંક્રમણ પહેલાની જેમ બેકાબૂ ન થાય તે માટે તંત્ર દ્વારા અગમચેતી દાખવી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ ને કાબુમાં લેવા માટે શહેરમાં શુક્રવારે રાત્રે 9 કલાકથી એટલે કે આવતીકાલે 9:00 થી સોમવારે સવારે 6 કલાક સુધી સતત 60 કલાક નો સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે.

image source

કર્યું આ સાઇટ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં માત્ર દૂધ અને દવાની દુકાનો ખુલ્લી રહેશે. આ સિવાય કોઈપણ પ્રકારની દુકાન ખુલ્લી રહેશે નહીં. આ સમય દરમ્યાન કર્યું કડકાઇથી પાલન કરવાનું રહેશે, જો કોઈ કર્ફ્યુનો ભંગ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયની સત્તાવાર જાહેરાત રાજીવ ગુપ્તાને ટ્વિટ કરીને કરી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે કોરોનાના કેસ વધતા જતાં અમદાવાદમાં સંપૂર્ણ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં હાલ સો જેટલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન છે જેમાં આજે 8 માઈક્રો કન્ટેન્ટમેન્ટનો વધારો થયો હતો. દિવાળી બાદ ચાર જ દિવસમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં સંક્રમણના કે ચિંતાજનક રીતે નોંધાયા હતા જેના કારણે તંત્ર દ્વારા 60 કલાકની સતત કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

આ અંગે વધુમાં જાણવા મળ્યા અનુસાર સોમવારે સવારે 6 કર્ફ્યુનો સમય પૂર્ણ થશે પરંતુ ત્યાર બાદ સોમવારથી રાત્રી કર્યું તો યથાવત જ રહેશે. આ નિયમ આગામી નવા આદેશ સુધી શહેરમાં લાગુ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત