Site icon News Gujarat

અમદાવાદમાં પોલીસે વાહનની સ્પીડ નક્કી કરી, જો જાહેરનામાનું પાલન નહીં કરો તો દંડાઈ જશો, જાણી લો સ્પીડ લિમિટ

હાલમાં લોકોને ઉતાવળ એટલી છે કે તરત જ પોતાનું કામ પતાવીને નીકળી જવું છે. ત્યારે લોકો રસ્તા પર વાહન પણ એટલી જ ગતિથી હંકારતા હોય છે. એવામાં માર્ગ અકસ્માત અને તેના લીધે થતાં મૃત્યુના પ્રમાણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.

image soucre

ગુજરાતમાં વર્ષ 2017 દરમિયાન 18 હજાર 81 માર્ગ અકસ્માત થયા હતા અને જેમાંથી 7289 વ્યક્તિનાં મોત થયાં હતાં. આમ, ભારતમાં સૌથી વધુ માર્ગ અકસ્માત થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત 10મા ક્રમે છે.ગુજરાતમાં હિટ એન્ડ રનને લીધે અકસ્માતના પ્રમાણમાં પણ ચિંતાજનક વધારો થયો છે. ત્યારે હવે આ વાતને જોતાં અમદાવાદમાં નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે અને એ દરેક લોકો માટે જાણવા ખુબ જરૂરી છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે સ્પીડ લિમિટને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે.

image socure

જો વિગતેવ વાત કરીએ તો અમદાવાદ શહેરી વિસ્તારમાં ટુ વ્હીલર ચાલકોએ 60 અને ફોર વ્હીલર ચાલકોએ 40ની સ્પીડે જ વાહન હંકારવુ પડશે. જ્યારે ટ્રાન્સપોર્ટેશન વ્હીકલો શહેરી વિસ્તારમાં 60ની સ્પીડે ચલાવી શકાશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. તેમજ સાથે કડક શબ્દોમાં કહેવામાં આવે છે કે જો સ્પીડ વધુ હશે તો ટ્રાફિક પોલીસ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે તેમજ દંડ પણ ફટકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સ્પીડ લિમિટનું જાહેરનામું બહાર પાડ્યું છે.

image soucre

આ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આઠ કરતાં વધુ સીટ ધરાવતાં વ્હીકલ 70, ટ્રાન્સપોર્ટેશનવાળા વ્હીકલ 60, ટ્રેક્ટર 30, ટુ વ્હીલર 60 અને કાર 40ની સ્પીડે ચલાવી શકશે. આ ઉપરાંત કેબ માટે 50ની સ્પીડ નક્કી કરવામાં આવી છે. જો, કે શહેરી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશન તેમજ આઠ કરતાં વધુ મુસાફરો વાળા વ્હીકલોની સ્પીડ ઓછી હોવી જોઈએ એવું પહેલાથી જ કહેવામાં આવ્યું છે.

image soucre

ગુજરાતમાં સૌથી વધુ ફ્લાય ઓવર બ્રિજ અને ટ્રાફિક નિયમન માટે શ્રેષ્ઠતમ CCTV નેટવર્ક છે તેવા સુરત શહેર સમેત જિલ્લામાં જ પાંચ વર્ષમાં હિટ એન્ડ રનમાં સૌથી વધુ 1254 નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સુરત શહેર અને જિલ્લાની પોલીસ અકસ્માતો કરીને છુમંતર થયેલા 1642 આરોપીઓને પકડી પણ શકી નથી. સુરત બાદ હિટ એન્ડ રનમાં સૌથી વધુ અમદાવાદમાં 945 નાગરિકોના મોત થયા છે. ત્યારે હવે આ જરૂરી છે કે લોકો પોતાની રીતે ગાડીને અંકુશમાં રાખે અને નિર્દોષ લોકોને જીવવાનો મોકો આપે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version