અમદાવાદની અર્શિયાની બીમારીની સારવાર માટે જરૂર છે કરોડો રૂપિયાની, એ ક્યારે નહિં જઇ શકે બીજા બાળકોની જેમ સ્કૂલે, પૂરી કહાની તમને રડાવી દેશે

હાલમાં ગુજરાતમાં ધૈર્યરાજ સિંહ જે 3 મહિનાનો બાળક છે અને જે મધ્યમ પરિવારનો દીકરો છે. તે એક ખાસ બીમારીથી પીડાઈ રહ્યો છે અને તેને સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની જરૂર છે. રાજ્યમાં અનેક લોકો અને દેશના પણ અનેક લોકો, તેની અનેક રીતે મદદ કરી રહ્યા છે. કોઈ પેટ્રોલ પંપની કમાણી આપી રહ્યું છે,

image source

કિન્નર સમાજ પણ મદદ કરી રહ્યો છે તો કોઈ ખાનગી રીતે પોતાના સોનાના દાગીના પણ આપીને તેનો જીવ બચાવાવના પ્રયાસ કરી રહ્યું છે. આવો જ એક અન્ય કિસ્સો અમદાવાદની અર્શિયાનો પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદની અર્શિયાને એસએમએ ટાઈપ ટુની બીમારી છે. આ બીમારીની ફક્ત દવા સિવાય કોઈ ટ્રીટમેન્ટ નથી, મધ્યમ પરિવારની આ દીકરીની દવા પરિવારને પોસાય તેમ નથી, પરિવારને કરોડો રૂપિયાની જરૂર છે.

image source

અમદાવાદની અર્શિયાના મોઢા પર તમે જે સ્મિત જોઈ રહ્યા છો તે સ્મિતની પાછળ છૂપાયેલું દર્દ ભાગ્યે માતા પિતા સિવાય કોઈ જાણતું હશે કે તેને અનુભવી શકતું હશે. પરિવારના જણાવ્યા અનુસાર અર્શિયા આખો દિવસ માતા સાથે રહે છે. આ બાળકી ભાગ્યે જ જોવા મળતી એક બીમારી જેને સ્પાઈનર મસ્ક્યુલર ટ્રોમી કહે છે. જેના કારણે આ હસતી ફૂલ જેવી દીકરી આ બીમારીના કારણે જો એક જગ્યાએ બેઠી હોય તો અન્ય જગ્યાએ જવા માટે પણ તેને મુશ્કેલી પડે છે. અર્શિયાની બીમારી માટે કરોડો રૂપિયાની જરૂર છે. તેના પિતા એક શિક્ષકની નોકરી કરી રહ્યા છે જેના કારણે તેઓ આટલો મોટો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી.

શું કહ્યું અર્શિયાના પિતાએ

image source

અર્શિયાના પિતા હુમાયુનું કહેવું છે કે તે એક શિક્ષકની નોકરી કરે છે. અર્શિયાની સારવારનો ખર્ચ દર વર્ષે 5 કરોડ રૂપિયાનો થાય છે. આ સિવાય તેને લાઈફ ટાઈમ દવા આપવાની રહે છે. આ સારવારનો ખર્ચ 3 કરોડ રૂપિયા જેટલો આવે છે. આ દવા લાઇફ ટાઈમ અપાશે તો જ તેને ફરક પડશે. અર્શિયા 8 મહિનાની હતી ત્યારથી તેની બીમારીનો ખ્યાલ આવ્યો છે. ત્યારથી તેને આ બીમારી હોવાથી તે નોર્મલ બાળકની જેમ ચાલી શકતી નથી. 14 મહિના સુધી કે નોર્મલ રીતે ચાલી શકી નહીં, જાતે બેસી શકતી નહીં ત્યારે ચિંતા થઈ અને અનેક સારવાર બાદ જાણ થઈ કે અર્શિયાને આ બીમારી છે.

દવા વિના અર્શિયા ક્યારે સામાન્ય જીવન જીવશે તેની માતા પિતા રાહ જોઈ રહ્યા છે. ડોક્ટર્સ પણ અર્શિયાની બીમારીને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પિતાનું કહેવું છે કે આ બીમારીની દવાનો ખર્ચ એટલો બધો છે કે એક સામાન્ય વ્યક્તિને તે પરવડી શકે નહીં. મારી સરકારને વિનંતી છે કે બાળકીની આ બીમારીની દવા ભારતમાં જલ્દીથી આવી શકે અને સાથે તેની જે કિંમત નક્કી કરવામાં આવી છે તેમાં જો રાહત આપવામાં આવે તો અર્શિયા જેવા બાળકોને રાહત મળશે અને સાથે સામાન્ય પરિવારના બાળકોને સામાન્ય જીવન મળી શકશે.

source source

શું કહ્યું અર્શિયાની માતાએ

અર્શિયાની માતાએ કહ્યું કે અમે જ્યારે પણ ક્યાંય બહાર ફરવા જઈએ કે પ્રસંગમાં જઈએ છીએ ત્યારે અર્શિયા હંમેશા મારા ખોળામા રહે છે. તે કહે છે કે મમ્મી મને નીચે ઉતારી દે, મેં ચંપલ પહેર્યા છેને હું ચાલીશ…ત્યારે હું એને એમ કહું છું કે તારા ચંપલ ખરાબ થઈ જશે એમ કરીને વાત વાળી લઉં છું…આ નાની વાતો ખૂબ જ ઠેસ પહોંચાડે છે. સામાન્ય બાળકોની જેમ મારી બાળકી રમી શકતી નથી.

image source

આવા અનેક બાળકો છે જેમને આ બીમારી સામે લડવા માટે દવાની ખાસ જરૂર છે. જેથી તેઓ પરિવાર સાથે નોર્મલ લાઈફ જીવી શકે. અમારી સરકારને પ્રાર્થના છે કે આ બીમારીની દવા જલ્દીથી સામાન્ય લોકોને પોસાય તેવી કિંમતે લાવવામાં આવે જેથી અમારા આંગણાનું મુરઝાયેલું ફૂલ ખીલી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!