આ જગતમાં આવી હાથની મુઠ્ઠી ખોલે એ પહેલાં જ 10 નવજાત બાળકો જીવતાં ભુજાયા, ભારતની સૌથી કરૂણાંતિક ઘટના.

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આવેલી એક સરકારી હોસ્પિટલમાં શનિવારે સવારે આગ લાગી હતી જેના પરિણામે 10 નવજાત બાળકોના મોત થયાં છે. આ સમગ્ર ઘટના ભંડારા જિલ્લાના સિક ન્યૂબોર્ન કેર યુનિટ(SNCU)માં બની હતી. પહેલી નજરે આ ઘટના માટે હોસ્પિટલ પ્રશાસનને જવાબદાર ગણવામાં આવે છે. વોર્ડમાં 17 બાળક હતાં, એમાંથી 7 બાળકને બચાવી લેવામાં આવ્યા છે.

image source

સિક ન્યુ બોર્ન કેર યુનિટના મેડિકલ ઓફિસર પ્રમોદ ખંડાતેએ જણાવ્યું હતું કે આ આગ મોડી રાતે લગભગ 2 વાગ્યાની આસપાસ લાગી હતી. ન્યૂબોર્ન યુનિટમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. નર્સે દરવાજો ખોલીને જોયું તો આખા વોર્ડમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. નર્સે તરત જ સિનિયર ડોક્ટર્સને આ વિશે જાણ કરી. અને તરત જ કર્મચારીઓએ બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું, પણ ત્યાં સુધીમાં 10 ભૂલકાઓ ભડકે બળી ચુક્યા હતા. 7 બાળકને બચાવી લેવાયાં છે અને તેમને બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે.

આ છે હોસ્પિટલે દાખવેલી બેદરકારીની સાબિતી.

image source

મીડિયા રિપોર્ટ્સમાં મળેલી માહિતી અનુસાર, અમુક બાળકોનાં શરીર કાળાં પડી ગયાં હતાં, એનો સ્પષ્ટ અર્થ એવો જ છે કે આગ ઘણા સમય પહેલા જ લાગી ચૂકી હતી, પણ હોસ્પિટલના સ્ટાફને આની ખબર જ નહોતી પડી.

ડ્યૂટી પર હાજર નર્સે કહ્યું, રાતે 2 વાગ્યે સિક ન્યૂબોર્ન કેર યુનિટનો દરવાજો ખોલવામાં આવ્યો તો ત્યાં ધુમાડો હતો. આ વાત પરથી સ્પષ્ટ થઈ જાય છે કે આ પહેલાં એ યુનિટમાં કોઈ સ્ટાફ ન હતો.

image source

મુખ્ય સવાલ એ થાય કે વોર્ડમાં સ્મોક ડિટેક્ટર કેમ નહોતું લગાવાયું? જો એ લગાવેલું હોત તો આગ લાગવાની માહિતી પહેલાં જ મળી જતી અને બાળકોના જીવ બચી જાત.

આગનું કારણ શોર્ટસર્કિટ હોવાનું કહેવાઈ રહ્યું છે પણ હોસ્પિટલમાં ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોની તપાસનો નિયમ છે. તો પછી આ આગ કેવી રીતે લાગી ગઈ?

image source

સિક ન્યૂબોર્ન કેર યુનિટમાં રાતે એક ડોક્ટર અને 4થી 5 નર્સની ડ્યૂટી હોય છે. આ ઘટના બની ત્યારે આ લોકો ક્યાં હતા?

અમુક પરિવારજનોનો આરોપ છે કે તેમને 10 દિવસથી બાળકોને મળવા દેવાયાં નથી. નિયમ પ્રમાણે, બાળકની માતા ફીડિંગ કરાવવા માટે ત્યાં જઈ શકે છે.

image source

આ બેદરકારી ભરેલી ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા કલેક્ટર સંદીપ કદમ, SP વસંત જાધવ, ASP અનિકેત ભારતી, જિલ્લા સર્જન ડો. પ્રમોદ ખંડાતે ઘટનાસ્થળ પર હાજર છે. સ્વાસ્થ્ય ડેપ્યુટી ડાયરેક્ટર સંજય જયસ્વાલ પણ નાગપુરથી ભંડારા માટે રવાના થઈ ચૂક્યા છે.

સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે આ એકદમ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેમને એમ પણ જણાવ્યું છે કે શ્વાસ રૂંધાવાથી મરનારાં બાળકોનું પોસ્ટમાર્ટમ નહીં કરાય. આ આગની ઘટના પાછળનું કારણ શોધવામાં આવશે અને દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત