દર્દીના જીવને બચાવવા AIIMSના ડોક્ટરે પોતાના જીવ મુક્યો જોખમમાં, સારવાર દરમિયાન ઉતાર્યું સુરક્ષા ગિયર

કોરોના મહામારી વચ્ચે આરોગ્ય વિભાગની ટીમ પોતાના અને પોતાના પરીવારનો પણ વિચાર કરતાં નથી.

image source

ડોક્ટરો ગંભીર રીતે બીમાર લોકોની સારવાર પણ સતત કરી રહ્યા છે. આવા દર્દીઓ માટે ડોક્ટરો પોતાનો જીવ પણ જોખમમાં મુકી દે છે. આવી જ એક ઘટના તાજેતરમાં એઈમ્સમાં બની છે. એઈમ્સના ડોક્ટરે એક કોવિડ-19ના દર્દીને બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મુકી દીધો છે.

આ ઘટના દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાંથી સામે આવી છે. અહીં જાહિદ અબ્દુલ મજીદ તરીકે ઓળખાતા એક વરિષ્ઠ રેજિડેંટ ડોક્ટરે કોવિડ-19ના દર્દીને ટ્રોમા સેન્ટરમાં શિફ્ટ કરવા મદદ કરવા માટે પોતાનું સેફ્ટી ગિયર પણ ઉતારી દીધું હતું.

image source

રમઝાનના ઉપવાસ તોડવા માટે આ ડોક્ટર જઈ રહ્યા હતા. આ અંગે જાણવા મળ્યાનુસાર ડોક્ટર મજીદને રમજાનનો ઉપવાસ તોડવાનો સમય થઈ ગયો હતો. આ જ સમયે તેમને કોરોના વાયરસના પોઝિટિવ આવેલા દર્દીને શિફ્ટ કરવા માટે ફોન આવ્યો. દર્દીઓને શરુઆતમાં તો મુખ્ય એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પછી કોવિડ-19 રોગીના ઈલાજ માટે ફાળવેલી નામિત ટ્રામા સેન્ટરમાં તેમને ટ્રાંસફર કરવાના હતા.

જ્યારે ડોય મજીદ એમ્બ્યુલન્સમાં પહોંચ્યા તો તેમને વિંડપાઈપમાં રાખેલી ટ્યૂબની ખરાબીના કારણે દર્દીને બહાર કાઢવો મુશ્કેલ લાગ્યો. તેમણે તુરંત જ ઈંક્યુબેટ કરવાનું નક્કી કરી લીધું કારણ કે જો તે સમયે ઈંક્યુબેશન દર્દીને ન મળે તો તેના જીવનું જોખમ ઊભું થઈ શકે તેમ હતું.

image source

ડોક્ટરે મજીદે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, તેણે પહેરેલા સુરક્ષાત્મક ચશ્માના કારણે ટ્યૂબને ફરીથી જોડવામાં સમસ્યા થઈ રહી હતી. ત્યારે તેણે ચશ્માને હટાવી અને રોગીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી ટ્યૂબ ફરીથી લગાડવાનું નક્કી કરી લીધું.

નિષ્ણાંતોનું કહેવું છે કે કોવિડ-19 રોગીને રી-ઈક્યુબેટ કરવું સંક્રમણની દ્રષ્ટિએ જોખમી હોય છે. ડો. મજીદે કહ્યું કે તે દર્દીને તેની નજરની સામે મરતો જોઈ ન શક્યા તેથી તેમણે પોતાના જીવની પરવા કર્યા વિના આ પગલું ભર્યું.

image source

હાલ આ ડોક્ટરને 14 દિવસ માટે કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે તે પોતાના સેમ્પલનો રીપોર્ટ આવે તેની રાહ જોઈ રહ્યા છે. જો રીપોર્ટ નેગેટિવ આવશે તો તે તુરંત જ કામ શરુ કરી દેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત