લોકડાઉન બાદ ભારતીય એરલાઈંસએ 626 હવાઈ યાત્રા દ્વારા ખેજ્યો લાખો કિમીનો સફર, જાણો શું છે કારણ

કોરોના અને લોકડાઉનને ધ્યાનમાં રાખી દેશમાં લોકોની હવાઈ યાત્રા બંધ રાખવામાં આવી છે.

image source

તેવામાં ભારતીય એરલાઈંસએ આ જંગમાં પોતાનું યોગદાન અનોખી રીતે આપ્યું છે. એકલાઈંસએ લોકડાઉન જાહેર થયા બાદ 626 ફ્લાઈટસ મારફતે દેશ-વિદેશની 7 લાખ કિમીની યાત્રા કરી 4300 ટન કાર્યો પહોંચાડવાનું કામ કર્યું છે.

ખાનગી એરલાઈન્સ સ્પાઈસજેટએ 4 લાખ કિમી કવર કરવા માટે 286 ફ્લાઈટસ સંચાલિત કરી તેમાંથી 87 આંતરરાષ્ટ્રીય ફ્લાટ્સ પણ હતી. આ રીતે ઈંડિગોએ અંદાજે 22 હજાર કિમીને કવર કર્યું જેમાં 25 કાર્ગો ફ્લાઈટનું સંચાલન કરાયું અને 21.77 ટન માલ પહોંચાડ્યો.

આ કાર્ગોમાં દવાઓ અને અન્ય જરૂરી સામાનનો સમાવેશ થાય છે. કાર્ગો ફ્લાઈટ સંચાલિત કરતી એરલાઈંસમાં એક ઈંડિયા, સ્પાઈસજેટ, ઈંડિગો, ગોએર, એર એશિયા અને બ્લૂ ડાર્ટનો સમાવેશ થાય છે.

આ ફ્લાઈટ્સમા માસ્ક, ગ્લવસ અને અન્ય જરૂરી સામાન પહોંચાડવામાં આવ્યા. તેમાં સરકારએ મોકલેલી ફ્રી દવાનો પણ સમાવેશ થાય છે. આવી 214 કાર્ગો ફ્લાઈટમાં દેશના દૂર દૂરના વિસ્તારોમાં દવા પહોંચતી કરવામાં આવી છે.

નાગર વિમીનન મંત્રાલયએ લાઈફલાઈન ઉડાન અંતર્ગત આવી 214 વિશેષ ફ્લાઈટનું સંચાલન કર્યું બ્લૂ ડાર્ટએ 94 ઘરેલું કાર્ગો ફ્લાઈટનું સંચાલન કરી 92,075 કિમી કવર કર્યું અને 1479 ટન માલ પહોંચાડ્યો.

ઉલ્લેખનીય છે કે વડાપ્રાધન મોદીએ 24 માર્ચએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. 25 માર્ચથી 14 એપ્રિલ સુધીના આ સમય દરમિયાન ટ્રેન, બસ અને બધા જ ટ્રાંસપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે હવે આ લોકડાઉન 3 મે સુધી લંબાવાયું છે.