આઈશા આત્મહત્યા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ, આપઘાત પહેલા પતિ આરીફ સાથે કરી હતી આવી વાત

હાલમાં છેલ્લા 3 દિવસથી લોકો એક જ ઘટનામાં ડૂબેલા છે કે આઈશા આખરે કઈ વાતથી દુખી હતી અને શા માટે આટલું મોટું પગલું ભરી લીધું. એક તરફ લોકોમાં રો, જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આઈશાનો પરિવાર ન્યાયની માગ સાથે અડીખમ છે. ત્યારે હવે આઈશાએ કરેલા આપઘાત કેસમાં હવે નવો ખુલાસો થયો છે. આઈશાએ આપઘાત પહેલા તેના પતિ આરીફ સાથે પણ વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આઈશાએ સામાન્ય વાતો શરૂ કરી હતી પણ આરીફ વારંવાર વટવામાં નોંધાવેલી ફરિયાદ પાછી લેવા માટે જ દબાણ કરતો હતો અને ત્રાસ આપી રહ્યો હતો.

image source

આઈશાને તેનો પતિ ઘરે લઈ જવાની મનાઈ કરતો રહેતો હોવાનું પણ સામે આવ્યું છે અને પોલીસમાં અનેક ઘટસ્ફોટ થયા છે. બીજી તરફ આરીફને શોધવા રિવરફ્રન્ટ પોલીસની એક ટીમ રાજસ્થાન પણ પહોંચી ગઈ છે. ત્યાં તેને શોધી રહી છે. આ વચ્ચે જ એક વાત સામે આવી કે આઈશાએ આપઘાત કર્યા બાદ જે વીડિયો વાયરલ થયો તે જોઈને આરીફ ભાગી ગયો હતો. આરીફ કોઈ સબંધીના લગ્ન પ્રસંગમાં હતો અને ત્યાંથી જ તેવ ઉંભી પૂછડીએ ભાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરનારી વટવાની આઈશાએ તેના અંતિમ વીડિયોમાં પતિને ભલે માફી આપી હોય, પરંતુ તેના પિતા લિયાકતઅલી મકરાણી તેને માફ કરવા તૈયાર નથી.

image source

આ મામલે આઈશાના પિતાએ કહ્યું હતું કે ‘મને કોઈ રૂમ ભરીને પૈસા આપે તો પણ હું મારી દીકરીના હત્યારાને ક્યારેય માફ નહીં કરું. તેણે મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરી છે, તેની જિંદગી નર્ક બનાવી દીધી હતી. તે મારી દીકરીનો હત્યારો છે, તેને ક્યારેય માફ નહિ કરું. પિતાએ વધારે વાત કરતાં જણાવ્યું હતું કે મારી દીકરીની જિંદગીને દોજખ બનાવી તેને આત્મહત્યા માટે મજબૂર કરનારા તેના પતિને હું ક્યારેય માફ નહીં કરું. મારી દીકરીને દહેજ માટે એટલો ત્રાસ અપાતો હતો કે તેને સતત ત્રણ દિવસ સુધી તેનાં સાસરિયાંએ જમવાનું પણ નહોતું આપ્યું. હદ તો ત્યારે થઈ હતી કે તે ફોન કરીને અમને કહી ન શકે એ માટે તેનો ફોન પણ છીનવી લીધો હતો.

આગળ વાત કરતાં પિતાએ કહ્યું કે આઈશાએ બીજા કોઈના ફોન પરથી મને કોલ કરીને કહ્યું હતું કે મેં ત્રણ દિવસથી કશું ખાધું નથી, મને આ લોકો પરેશાન કરે છે. એ વખતે આઈશાએ મને એમ પણ કહ્યું હતું કે પપ્પા, હું એટલી હદે કંટાળી ગઈ છું કે હું આત્મહત્યા કરી લઈશ. આ સાંભળી મારી અંદર ખલબલી મચી ગઈ હતી. હું ઝાલોર ગયો અને તેને લઈ અમદાવાદ આવી ગયો હતો. ગઈ 21 ઓગસ્ટે વટવામાં આઇશાએ તેના પતિ આરીફખાન, સાસુ-સસરા, નણંદ વિરુદ્ધમાં ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કર્યો હતો. હું ક્યારેય મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરનારને માફ નહિ કરું. મારે ન્યાય જોઈએ છે.

image source

હવે આ અંગે રાજ્યની અલગ અલગ સંસ્થાઓ પણ ન્યાય માટે આગળ આવી છે. એમાં જો વાત કરીએ તો ગુજરાત બાર કાઉન્સિલના મેમ્બર ગુલાબખાન પઠાણે જણાવ્યું હતું કે આઇશાનો કેસ અત્યંત દુ:ખદ છે. આ ઘટના મનને હચમચાવી દે એવી છે. જો કે કાયદાની દૃષ્ટિએ આ સમગ્ર ઘટનાક્રમ આઈપીસીની કલમ 306ની વ્યાખ્યાને ફિટ બેસે છે. હું માનું છું કે આ કેસમાં આરોપીને ચોક્કસ સજા થશે. આ સાથે જ અલગ અલગ લોકો પણ ન્યાયની માંગ સાથે રસ્તા પર આવી ગયા છે અને આઈશાના પરિવારના સપોર્ટમાં ઉભા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!