Site icon News Gujarat

ઐશ્વર્યા-અભિષેક વચ્ચે થાય છે ઝઘડો ત્યારે ઐશ્વર્યા રાય ફટાફટ કરે છે આ કામ

સામાન્ય દિવસોમાં એક દેશથી બીજા દેશ શૂટિંગ માટે ફરતા સ્ટાર્સની દોડધામ પર કોરોના વાયરસે બ્રેક લગાવી દીધી છે. કોરોના વાયરસના કારણે સરકારે ફિલ્મોની શૂટિંગ પર માર્ચ માસથી પ્રતિબંધ મુકી દીધો છે. તેવામાં દરેક ફિલ્મ સ્ટાર્સ તેમના પ્રોજેક્ટ બંધ કરી ઘરે આરામ કરતા જોવા મળે છે.

image source

કોરોના વાયરસના કારણે કોઈ સ્ટાર ન તો કોઈ ફિલ્મનું શૂટિંગ કરી શકે છે ન તો કોઈ સીરિયલો. જો કે અનલોક 1માં સરકારે કેટલીક છૂટછાટ આપી છે અને મહારાષ્ટ્ર સરકારે પણ નિયમોને આધીન શૂટિંગ કાર્યોને પરવાનગી આપી છે. પરંતુ તેમ છતાં પહેલા જેવો ધમધમાટ બોલિવૂડમાં જોવા મળતો નથી.

જો કે લોકડાઉન થયું છે ત્યારથી લોકોને મનોરંજન પુરુ પાડવા માટે જ જાણે ફિલ્મસ્ટાર્સના કેટલાક જૂના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તેમાથી કેટલાક તો ખૂબ ફિલ્મ સ્ટાર્સે જ થ્રો-બેક તરીકે શેર કરેલા છે જ્યારે કેટલાક વીડિયોના વ્યુ અચાનક વધી જતા તે વાયરલ થઈ રહ્યા છે.

image source

આવો જ એક વીડિયો ઐશ્વર્યા રાય બચ્ચનનો સામે આવ્યો છે. આ વીડિયો ખાસ એટલા માટે છે કે તેમાં તે પતિ અભિષેક બચ્ચન સાથેના લડાઈ-ઝઘડાની વાત કરી રહી છે. આ વીડિયોમાં તે એ વાત પણ જણાવે છે કે જ્યારે તેઓ લડે છે તો પહેલા કોણ માફી માંગે છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે આ વાયરલ થયેલો વીડિયો સોની ટીવીના ધ કપિલ શર્મા શોનો છે. થોડા સમય પહેલા ઐશ્વર્યા તેની ફિલ્મના પ્રમોશન માટે આ કોમેડી શોમાં પહોંચી હતી. તે દરમિયાન કપિલે તેની સાથે ઘણી મસ્તી કરી હતી અને ઘણા મજેદાર સવાલો પણ પૂછ્યા હતા. વાયરલ વીડિયોમાં કપિલ શર્મા ઐશ્વર્યાને પુછે છે કે જો તેની અને અભિષેક બચ્ચન વચ્ચે કોઈ ઝઘડો હોય તો સૌ પ્રથમ સોરી કોણ બોલે છે? ઐશ્વર્યાનો જવાબ આવે તે પૂર્વે નવજોત સિંહ સિદ્ધુ કહે છે કે આ કંઈ પુછવાનું હોય અભિષેક જ બોલતો હશે.

પરંતુ અહીં ઐશ્વર્યાનો જવાબ સાંભળીને બધા ચોંકી જાય છે. ઐશ્વર્યા કહે છે, તેમની વાતમાં સોરી તે બોલે છે અને તે પણ ઝડપથી બોલી દે છે જેથી વાત ઝડપથી પુરી થાય. આ અંગે કપિલ શર્મા કહે છે કે, ” તમે સોરી બોલો છો? આવી સુંદર પત્ની અને કહે કે માફ કરો એ તો ભગવાનનો કહેર છે.”

image source

વર્કફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય છેલ્લે અનિલ કપૂર અને રાજકુમાર રાવની સાથે ફિલ્મ ફન્ને ખાનમાં જોવા મળી હતી. આ ફિલ્મ સ્ક્રીન પર કંઇક ખાસ કરી શકી નહીં ત્યારબાદથી ઐશ્વર્યા લગભગ બે વર્ષથી ફિલ્મોથી દૂર છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version