તારક મહેતા..માં બબીતા સાથે ફલર્ટ કરી રહેલા જેઠાલાલે જોઇ ગયો અય્યર, અને પછી થયુ…

તારક મહેતા કા ઉલટા ચશ્માં : બબીતા સાથે ફલર્ટ કરી રહેલા જેઠાલાલે અય્યરને ગુસ્સામાં આવતા જોઇને વાત બદલી

image source

તારક મહેતા કા ઉલટા ચશ્માં શોમાં જેઠાલાલ અને બબીતા વચ્ચેના ફલર્ટને દર્શકો ઘણું પસંદ કરે છે, એક પ્રકારે આ પણ આ શોમાં મહત્વનો ભાગ ભજવે છે એમ કહી શકાય છે. ક્યારેક જેઠાલાલ બબીતા માટે પોતાનો જીવ આપવાની વાત કરે છે, તો ક્યારેક એમના પ્રેમમાં દરેક હદથી ગુજરી જવા માટે તૈયાર જોવા મળે છે.

એવી જ રીતે શોમાં એક વાર બતાવવામાં આવ્યું હતું કે ગોકુલધામમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન સોસાયટીમાં બે ટીમ બનાવવામાં આવે છે. એક હોય છે જેઠા કે જાબાંઝ અને બીજી હોય છે બિંદાસ ભીડે. આ ટીમનાં નામ પ્રમાણે જ જેઠાલાલ અને ભીડે બંને ટીમના કેપ્ટન હોય છે.

image source

આવા સમયે ત્યાં હાજર બબીતા પોતાના દિલની ઈચ્છા વ્યક્ત કરે છે. એ કહે છે કે હું પણ પ્રીતિ જીંટાની જેમ આઈપી એલની એક ટીમ ખરીદવા માંગુ છું. આ માટે આ બંને ટીમ માંથી હું કોઈ એક ટીમની સ્પોન્સરશીપ લેવા માંગું છું અને એ ટીમ છે જેઠાલાલની. બબીતાને પોતાની ટીમને સ્પોન્સર કરતા જોઇને જેઠાલાલ ફૂલ્યા સમાતા નથી અને તેઓ જલ્દીથી બબીતાની નજીક પહોચી જાય છે, અને એમને અભિનંદન આપીને કહે છે કે બબીતાજી તમે હવે મારા માલકિન બની ગયા છો. જેઠાલાલ જ્યારે બબીતાને આવું કહે છે તો અય્યર ગુસ્સા ભરી નજરે એમની તરફ જોવા લાગે છે. આવા સમયે ટપુના પપ્પા એટલે કે જેઠાલાલ પોતાની વાત બદલી નાખે છે.

image source

જ્યારે અય્યરને જોઈ લે છે ત્યારે જેઠાલાલ બધાની સામે હસતા હસતા ઉભા રહીને કહે છે કે મારા કહેવાનો મતલબ એમ છે કે બાબીતાજી અમારી ટીમને સ્પોન્સર કરી રહ્યા છે એટલે હવે બબીતાજી અમારી આખી ટીમના માલકિન ગણાશે. જો કે અય્યર તો એ જાણીને પણ સળગી ઉઠે છે કે બબીતા જેઠાલાલની ટીમને સ્પોન્સર કરે છે.

એ તરત જ બબીતાને કહે છે કે કોઈ જરૂર નથી જેઠાલાલની ટીમને સ્પોન્સર કરવાની. તને ખબર છે એમાં કેટલો વધારે ખર્ચો થઇ જશે. આવા સમયે જેઠાલાલ વાતમાં વચ્ચે પડે છે અને અય્યરને કહે છે કે જો બબીતાજીનું મન હોય ટીમ સ્પોન્સર કરવાનું તો એમને કરવા દો ને. એમ પણ તમે જ્યારે ખર્ચા કરો છો, ત્યારે બબીતાજી તમને ક્યારેય રોકે છે ખરા? નહી ને?

image source

ત્યાર બાદ અય્યરને બિચારાને બબીતાની જીદ સામે હાર માનવી પડે છે. આ અવસરનો લાભ લઈને જેઠાલાલ બબીતાની વધુ નજીક જઈને ઉભા રહી જાય છે અને વારે વારે એમનો હાથ પકડીને એમને અભિનંદન આપવાના બહાને ફલર્ટ શરુ કરી દે છે. આ સમયે આ બધું જોઇને જેઠાલાલના ખાસ મિત્ર એવા તારક મહેતા મનમાં હસતા હોય છે, ત્યારે બીજી બાજુ અય્યર મનમા જ બળતરાના કારણે ગુસ્સે થઇ જાય છે.

Source: Jansatta

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત