“વિશ્વના 5 અજબ-ગજબ દેખાતા છોડવાઓ, જેને કદાચ તમે પહેલા ક્યારેય નહિ જોયા હોય “

વિશ્વભરમાં અલગ અલગ કેટલીય જાતની વનસ્પતિઓ, છોડવાઓ અને વૃક્ષો થાય છે અને લગભગ દરેક પ્રજાતિની વનસ્પતિ પયાર્વરણના જતનમાં પોતપોતાનો ફાળો આપે છે. આ પૈકી અનેક જાતની વનસ્પતિ આપણો ખોરાક બને છે જયારે અમુક જાતની વનસ્પતિઓ વાતાવરણને શુદ્ધ રાખવા ઉપયોગી બને છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વના 5 એવા છોડવાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે દેખવામાં અજબ-ગજબ લાગે છે અને કદાચ તમે તેને આ પહેલા ક્યારેય જોયા પણ ન હોય.

image source

1). બુદ્ધાઝ હેન્ડ નામનો આ છોડ દેખાવમાં અજબ-ગજબ લાગે છે. તેને જોતા એવું લાગે જાણે કે કોઈનો હાથ ન હોય જેની આંગળીઓ ઉપરની તરફ રાખેલી હોય. જો કે અસલમાં આ છોડ લીંબુની જ એક પ્રજાતિ છે પરંતુ તેનો આકાર ગોળ નથી હોતો. આ છોડ ખુશ્બુદાર હોય છે અને અનેક લોકો તેનો ઉપયોગ રૂમ ફ્રેશનર તરીકે પણ કરે છે.

image source

2). આ છોડનું નામ છે ડેવિલ્સ ટુથ. આ એક પ્રકારનું મશરૂમ જ છે પરંતુ તેને ખાવાના ઉપયોગમાં નથી લઇ શકાતું. તેની ઉપરની સપાટી પર લાલ ધબ્બા દેખાય છે જે બિલકુલ માણસના લોહી જેવા જ દેખાય છે જેને જોઈને પહેલી નજરે તો એમ જ લાગે કે છોડમાંથી જ લોહી નીકળી રહ્યું છે.

image source

3). બ્લેક બેટ નામનો આ છોડનો આકાર એવો છે જાણે પોતાની પાંખો ફેલાવીને કોઈ ચામાચીડિયું ન હોય. આ છોડ મુખ્યત્વે થાઈલેન્ડ અને મલેશિયામાં જોવા મળે છે. બ્લેક બેટના પાંદડાઓ લગભગ 12 ઈંચ સુધી લાંબી હોય છે.

image source

4). આ છોડને ” ઓક્ટોપસ સ્ટીંકહોર્ન ” ના નામથી ઓળખવામાં આવે છે. લાલ રંગનો આ છોડ દેખાવમાં આઠ પગ વાળા ઓક્ટોપસની જેમ જ દેખાય છે. વળી, આ છોડ એક દુર્ગંધ પણ છોડે છે જેને કારણે અનેક નાના જીવજંતુઓ તેની તરફ આકર્ષાય છે.

image source

5). આ છોડને ” ડોલ્સ આઈઝ ” કહેવામાં આવે છે કારણ કે આ છોડને જોઈને એમ જ લાગે કે તેના પર અનેક આંખો છે. જાણે ઢીંગલીઓની આંખો ન હોય. છોડનો આ ભાગ ઘણોખરો આપણે ત્યાં થતી ગોરસ આંબલીના અંદરના ફળ જેવો પણ દેખાય છે. વળી, આ બોરની જ એક પ્રજાતિ છે પરંતુ તે ઝેરી હોવાથી તેને ખાઈ શકાતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!