આ સ્થળે જવાની વાત આવે તો ભલભલા બહાદુરોને પરસેવો છૂટી જાય છે.

વિશ્વમાં એવા અનેક રહસ્યમયી સ્થાનો આવેલા છે જેના વિશે લોકોમાં અલગ અલગ પ્રકારની માન્યતાઓ પ્રચલિત હોય છે. અમુક લોકો આવી ભૂતિયા જગ્યાઓ પર વિશ્વાસ નથી કરતા પણ જો તે સ્થળે જવાની વાત આવે તો ભલભલા બહાદુરોને પરસેવો છૂટી જાય છે. વળી, મોટાભાગની રહસ્યમયી જગ્યાઓ પાછળ કોઈને કોઈ રહસ્યમયી વાયકા પણ પ્રચલિત હોય છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આ આર્ટિકલમાં આપણે વિશ્વના 5 ભયાનક ઘટનાઓ વિશે જાણીશું.

1). કેનેડાની ” ધ બામ્ફ સ્પ્રિંગ હોટલ ”

image source

કેનેડાની આ હોટલને ભૂતિયા કિસ્સાઓ અને રહસ્યમયી ઘટનાઓનું ઘર માનવામાં આવે છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ 873 રૂમ ધરાવતી આ હોટલમાં એક પરિવારના તમામ સભ્યોની હત્યા કરી દેવાઈ હતી. લોકોનું એમ પણ કહેવું છે કે આ હોટલમાં એક માણસ હોટલના રૂમની ઘંટડી વગાડે છે અને બાદમાં અદ્રશ્ય થઈ જાય છે. જો કે આ હોટલ દેખાવમાં સુંદર અને મનમોહક પણ છે.

2). પોલેન્ડનું ક્રુકડ ફોરેસ્ટ

image source

ક્રુકડ ફોરેસ્ટ લગભગ 90 ડિગ્રીના કાટખૂણે નમેલું હોય તેવું દેખાય છે. અહીં ઉગેલા વૃક્ષના થડના અસામાન્ય વળાંકને કારણે આ જંગલ હંમેશા ચર્ચામાં રહે છે. ઘણા લોકો આ જંગલને ભૂતિયું જંગલ માને છે.

3). કોલકત્તાનું રાઈટર્સ બિલ્ડીંગ

image source

કોલકત્તામાં આવેલ આ જુનવાણી ઇમારતમાં પ્રશાસનિક કર્મચારીઓ કામ કરે છે પરંતુ સાંજ પડતા જ આ ઇમારતમાં કોઈ નથી રોકાતું. એટલું જ નહીં પણ આ રાઈટર્સ બિલ્ડીંગના અનેક રૂમ એવા પણ છે જે આજની તારીખે પણ ખાલી પડેલા છે.

4). ભાનગઢનો કિલ્લો, ભારત

image source

રાજસ્થાનના અલવર જીલ્લામાં આવેલા ભાનગઢના કિલ્લામાં ફરવા માટે હજારો પર્યટકો આવે છે પરંતુ રાત પડે તે પહેલાં જ બધા પર્યટકો જતા રહે છે. આ કિલ્લાને લઈને લોકોમાં અનેક પ્રકારની વાયકાઓ અને માન્યતાઓ પ્રચલિત છે. અમુક લોકોનું એમ પણ કહેવું છે કે રાત્રીના સમયે કિલ્લામાંથી પાયલ અને સાંકળાના અવાજ આવે છે. ભારતના સૌથી ભયાનક સ્થળોમાં આ કિલ્લાનો પણ સમાવેશ થાય છે.

5). એરિયા – 51, યુનાઇટેડ સ્ટેટ

image source

નેવાડાના રણપ્રદેશના વચ્ચે આવેલા એરિયા – 51 ને સંયુક્ત રાજ્ય સરકારના છુપાવેલા ગુપ્ત રહસ્યો માટે ઓળખવામાં આવે છે. કારણ કે આ જગ્યાને 50 ના દશકામાં પુર્નજાગરણ અને જાસૂસી વિમાનોને વિકસિત કરવા માટે શરૂ કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત