ઘરની આ 8 જ્ગ્યાઓને સાફ રાખવાથી તમે કોરોનાની બીજી લહેરની અસરનો કરી શકશો સામનો

કોરોના વાયરસનો ખતરો ફરીથી સતત વધી રહ્યો છે. આ માટે બચાવની સૌથી મોટી રીત પોતાની સુરક્ષા રાખવી એ છે. ફક્ત માસ્ક નહીં ઈન્ફેક્શનથી બચવા માટે પણ સફાઈ રાખવી એ ખાસ જરૂરી બન્યું છે. જેથી જોખમને ઘટાડી શકાય. સંક્રમિત વ્યક્તિના થૂંક, લાળ, અન્ય શારીરિક પદાર્થો, નાના કણની મદદથી તે ફેલાઈ શકે છે. જે ખાંસી કે છીંકના બાદ હવામાં તરે છે. આ કોરોના વાયરસને ફેલાવવાનું કામ કરે છે. ખતરો ફક્ત બહાર નહીં પણઘરની અંદર પણ રહેવો છે. કેમકે દૂષિત વસ્તુઓ અને કેટલીક જગ્યાઓએ પણ બીમારીના સંક્રમણને ફેલાવી શકે છે. આ માટે ઘરમાં કેટલીક વસ્તુઓની સફાઈ ખાસ જરૂરી બની રહે છે.

જાણો ઘરમાં કોરોના વાયરસ કેટલા સમય સુધી રહે છે જીવિત

image source

કોરોના વાયરસ કઈ જગ્યાએ કેટલા સમય સુદી જીવિત રહી શકે છે તેનું કોઈ પ્રમાણ જોવા મળ્યું નથી. ખાસ કરીને કોઈ પણ વાયરસ થોડા કલાકોથી લઈને થોડા દિવસો સુધી જીવિત રહે છે. તાપમાન, જગ્યા વગેરે બાબતો તેની પર અસર કરે છે. આ માટે ઘરમાં જો તમે સફાઈ નહીં રાખો કે પછી કોઈ જગ્યા સતત ભીની રહેશે તો તે જગ્યાએ વાયરસ રહી શકે છે.

ઘરમાં કઈ ચીજો છે જે દૂષિત હોઈ શકે છે

જો તમે ખાંસી ખાતી સમયે કે છીંક ખાતી સમયે તમારું મોઢું ઢાંકીને રાખતા નથી તો તમારી આસપાસની ચીજો દૂષિત થઈ શકે છે. તે ચીજોને અડતાની સાથે રોગ એક જગ્યાએથી અન્ય જગ્યાએ ફેલાય છે. આ ચીજોને અડવાથી તે અન્ય વ્યક્તિ સાથે કે અન્ય ચીજો સાથે ફેલાતો રહે છે. આ ચીજોમાં તમે આ ચીજોની સફાઈનું ખાસ ધ્યાન રાખો તે જરૂરી છે કારણકે આ ચીજો અન્ય વ્યક્તિઓ પણ ઉપયોગમાં લેતા હોય છે. તેની સફાઈ રાખવાથી તમે સક્રમણને ફેલાતું અટકાવી શકો છો.

  • ટીવી રિમોટ
  • ફ્રિઝના હેન્ડલ
  • કબાટ
  • કિચનનું શેલ્ફ
  • દરવાજાના હેન્ડલ
  • ફોન
  • ગેજેટ્સ
  • વોટર ટેપ એટલે કે નળ
  • વાહનના હેન્ડલ
image source

આ ચીજોની રોજ સફાઈ થાય તે ખાસ જરીરી છે. આ તમામ ચીજો ઘરના અન્ય સભ્યો પણ વાપરે છે. આ માટે આ જગ્યાએથી વાયરસને ખતમ કરવા માટે તમે સાબુ કે ડિર્ટરજન્ટ કે પછી સેનેટાઈઝર કે ડેટોલ વાળા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી આ ચીજ પર લાગેલા બેક્ટેરિયા ઝડપથી દૂર કરી શકાય છે.

ફર્શ સ્લેબ અને કિચનનું કબાટ

ફર્શ અને રસોઈના કબાટની ખાસ સફાઈ રાખવામાં આવે તે જરૂરી છે. રસોઈની સફાઈનું ખાસ ધ્યાન રાખો. તમે ઘરેલૂ કીટાણુનાશકનો ઉપયોગ કરી શકો છો. આ કીટાણુનાશક આલ્કોહોલ બેસ્ટ હશે તો તમે વાયરસને જલ્દી હટાવવામાં સફળ થઈ સકશો અને સાથે સફાઈમાં પણ તમને સરળતા રહેશે. તમે તમારા આંખ, મોઢા અને અન્ય અંગોને તેનાથી દૂર રાખો. આ માટે તમે કાગળ, ટુવાલ કે કપડાની સાથે ડિસ્પોઝેબલ પોતાને વાપરી શકો છો.

રસોઈ, કટલરીનો સામાન કે અન્ય સામાન

image source

જ્યારે પણ તમે રસોઈની સફાઈ કરો છો કે ડિશવોશરથી કિચનની કટલરી ધૂઓ છો તો ધ્યાન રાખો. શક્ય હોય તો તેને ધોઈ લીધા બાદ થોડીવાર ગરમ પાણીમાં રાખી લો. આમ કરવાથી તમારા હાથ અને વાસણની સફાઈ પણ સારી રીતે થઈ જશે. તમે ઈચ્છો તો તેની સફાઈ સમયે ડિર્ટજન્ટનો ઉપયોગ પણ કરી શકો છો.

કપડા ધોવા અને ડિર્ટજન્ટની સાથે ગરમ પાણી

સામાન્ય વોશિંગ લિક્વિડની સાથે વોશિંગ મશીનમાં કપડા ધોવા અને ગરમ પાણીનો ઉપયોગ કરવો ખાસ જરૂરી છે. ગરમ પાણીમાં કપડાં ધોયા બાદ શક્ય હોય તો તેને તડકામાં સૂકવો. આમ કરવાથી તેના બેક્ટેરિયા નાશ પામે છે. જો કોઈ વ્યક્તિ બીમાર છે તો તેના કપડા અલગ રીતે અને ગરમ પાણીમાં ડિર્ટજન્ટ નાંખીને ધોઈ લો.

માસ્ક, રૂમાલ અને ચાદરને સારી રીતે સાફ કરો તે જરૂરી છે. દૂષિત કપડાંને ધોઈ લીધા બાદ તમારા હાથની સફાઈ ખાસ જરૂરી છે. હંમેશા યાદ રાખો કે તમે જે માસ્ક યૂઝ કરો છો તે પણ સારી રીતે સાફ હોય. હાથ અને પગને 3થી 4 વાર ધોતા રહો. આમ કરવાથી તમે ઝડપથી સંક્રમિત થઈ શકતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!