કાજોલના હાલના અને થોડા વર્ષો પહેલાના દેખાવમાં છે જમીન-આસમાનનો ફરક, જોઇ લો અજયે શેર કરેલી તસવીર

અજય દેવગણે કાજોલ સાથે જૂની તસવીર શેર કરતાં કહ્યું કે – ‘લાગે છે લોકડાઉન થયાને ૨૨ વર્ષ થઈ ગયા છે’.

image source

અજય દેવગણ અને કાજોલનો ૨૨ વર્ષ જુનો ફોટો સોશ્યલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. જો કે અજય દેવગણ સોશિયલ પર એક્ટિવ નથી, પરંતુ લોકડાઉનને કારણે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.તાજેતરમાં તેણે ૨૨ વર્ષ જુની થ્રોબેક તસવીર શેર કરી છે. જેમાં તે પત્ની કાજોલ સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતા અજયે એક ફની કેપ્શન લખ્યું છે. તેમણે લખ્યું, લાગે છે કે લોકડાઉન થયાને ૨૨ વર્ષ વીતી ચૂક્યા છે. કાજેલે હજી સુધી અજયની આ રમૂજી ટિપ્પણી પર કોઈ ટિપ્પણી કરી નથી.

લગ્નને થઇ ગયા ૨૧ વર્ષ:

અજયે લોકડાઉનની તુલના ૨૨ વર્ષથી કરે છે કારણ કે તેને લગભગ એટલો જ સમય કાજોલ સાથે લગ્નનો થયો છે. બંનેએ ૨૪ ફેબ્રુઆરી ૧૯૯૯ના રોજ લગ્ન કર્યા હતાં અને તે પહેલાથી લગભગ એક વર્ષ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હવે યુગ અને ન્યાસા બંને બાળકોના તેઓ માતા-પિતા છે.

લગ્ન સમયે કાજોલ ૨૫ વર્ષની હતી:

image source

કાજોલે ૧૯૯૯માં અજય દેવગણ સાથે લગ્ન કર્યા હતાં. તે સમયે, કાજોલ ૨૫ વર્ષની હતી અને તેની કારકિર્દી ટોચ પર હતી. આવી સ્થિતિમાં કાજોલે લગ્ન કરવાનું કેમ નક્કી કર્યું? આનો જવાબ તેણે એક મુલાકાતમાં આપ્યો હતો. કાજોલના કહેવા પ્રમાણે, “હું લગભગ ૯ વર્ષથી કામ કરતી હતી. દર વર્ષે ૪-૫ ફિલ્મો આવતી હતી. મારી પાસે બધું જ હતું, પૈસા, ખ્યાતિ અને સફળતા હતી. પણ પોતાના માટે સમય નહોતો, શાંતિ નહોતી. એક મોટો નિર્ણય લેવાનો આ યોગ્ય સમય હતો. તે સમયે મેં નક્કી કર્યું હતું કે હવે હું લગ્ન કરીશ અને એક વર્ષમાં વધુને વધુ ફિલ્મોમાં અભિનય કરીશ.”

image source

ચાલો તમને જણાવી દઈએ કે, અજય દેવગણ અને કાજોલની જોડી બોલીવુડમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલી જોડી છે. બંને સ્ટાર્સનું બોન્ડિંગ સારું જોવા મળે છે. તેમને બે બાળકો પણ છે. અજય દેવગણ પોતાની અંગત જિંદગીને અત્યંત ખાનગી રાખવામાં વિશ્વાસ રાખે છે. બંનેએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તાજેતરમાં જ અજય અને કાજોલ બંનેને ‘તનાજી: ધ અનસંગ વોરિયર’ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતાં. અજય દેવગણની સાથે કાજોલ મુખ્ય ભૂમિકામાં છે. અજય દેવગણ છત્રપતિ શિવાજીના સેનાપતિ તનાજી માલુસારેની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અજય દેવગણ અને કાજોલની સાથે સૈફ અલી ખાન પણ છે. સૈફ અલી ખાનના અભિનયની પણ પ્રશંસા થઈ રહી છે. અજય દેવગણની વાત કરીએ તો તે ટૂંક સમયમાં રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે.

source:- dainikbhaskar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત