કોરોના દર્દીઓ માટે કરોડનું દાન કરીને અજય દેવગણે બતાવી દરિયાદિલી, ફેન્સે કહ્યું- વાહ સિંઘમ વાહ

દેશમાં કોરોના વાયરસ સંકટ કાયમથી કાયમ વધી રહ્યો છે. કોરોનાના કેસોનો આંક્ડો કાબુ બહાર જઈ રહ્યો છે. એક તરફ કોરોના દર્દીઓની સંખ્યા એટલી વધી રહી છે કે હોસ્પિટલો છલકાઈ ગઇ છે અને બીજી તરફ દવા અને ઓક્સિજનની અછત છે. બીજી લહેરમા વાયરસે પોતાનુ પ્રોટીન બદલી નાખ્યુ છે જેથી લોકોને શ્વાસની તકલીફ વધી રહી છે.

image source

ઓક્સિજનની અછતને કારણે લોકોમા તંત્ર પ્રત્યે આક્રોશ દેખાઈ રહ્યો છે. પહેલી લહેર કરતા બીજી લહેરમા દવા, ઓક્સિજન અને બેડ બધી જગ્યાએ ખૂટ પડી રહી છે. આ દરમિયાન સરકારે ઓક્સિજનના અભાવને પહોંચી વળવા માટે અનેક પગલાં લીધાં છે. આ સમયે ઘણા લોકો મદદ માટે પણ આગળ આવી રહ્યા છે.

image source

અનેક સેલેબ્રિટી આ સમયે પોતાની રીતે લોકોની મદદ માટે આગળ આવ્યા છે. આવી સ્થિતિમાં સિંઘમ સ્ટાર અજય દેવગણે પણ મદદનો હાથ લંબાવ્યો છે. અજય દેવગણે પોતાનાં બોલિવુડ સાથીઓની મદદથી બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ને એક કરોડનું દાન આપ્યું છે. મળતી માહિતી મુજબ તેની આ સહાયથી તે 20 કેવિડનાં દર્દીઓને બેડ માટે સહાય આપવામાં આવી છે. આ મુંબઈના શિવાજી પાર્ક વિસ્તારમાં આ સહાયનો ઉપયોગ કરવામા આવશે.

image source

જાણવા મળ્યું છે કે આ રકમ અજય દેવગનની સંસ્થા એનવાય ફાઉન્ડેશન દ્વારા દાન કરવામાં આવી છે. બિગ બોસના પૂર્વ સ્પર્ધક વિંદુ દારા સિંહે પણ આ અંગે ટ્વિટર પર એક પોસ્ટ કરી છે. આ કોવિડ બેડ્સ આઇસીયુમાં પેરા-મોનિટર, વેન્ટિલેટર, ઓક્સિજન સહિતની તમામ જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવામાં આવશે. આ આઈસીયૂ પી.એમ.

image source

હિન્દુજા હોસ્પિટલ, બીએમસી, બોલીવુડના સહયોગથી બનાવવામાં આવશે. અજય દેવગણે આપેલી આ મદદ માટે બધાં તેની પ્રશંસા કરી રહ્યાં છે. આ સાથે ઘણા બોલિવૂડ સ્ટાર્સે મદદનો હાથ લંબાવ્યો છે જેમાં કોઈ લોકોને ખાવાનુ પુરૂ પાડી રહ્યા છે તો કોઈએ સીએમ રિલીફ ફંડમાં આર્થિક મદદ કરી યોગદાન આપી રહ્યાં છે.

image source

આ સમયે ઘણા બોલિવૂડ સ્ટાર્સ સોશિયલ મીડિયા દ્વારા સંસાધનો ઉપલબ્ધ કરાવી રહ્યાં છે તેવાં સમાચાર મળ્યાં હતાં. આલિયા ભટ્ટ પણ આ મુશ્કેલ સમયમાં કોરોના દર્દીઓને મદદ કરી રહી છે. તેણે લોકોને જરૂરી સંસાધનો ઉપલબ્ધ કરાવવા માટે મદદ કરી છે. ઓક્સિજન અને બેડની જે મદદ કરવામાં આવી રહી છે તે બધી માહિતી બીએમસી સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!