Site icon News Gujarat

બિગબોસ ફેમ એજાઝ ખાને શેર કર્યો સાપ સાથેનો વીડિયો કહી આ મોટી વાત…

સાપ કરતાં વધારે ઝેરી લોકો દુનિયામાં ફરી રહયા છે… કોના માટે કહ્યું એઝાઝ ખાને આ વાક્ય જાણો, એજાઝ ખાને શેર કર્યું સાપ સાથેનો વીડિયો કહી આ મોટી વાત, પોતાની પોસ્ટના કારણે ફરી એકવાર ચર્ચામાં છે બિગ બોસના કન્ટેસ્ટન્ટ એજાઝ

image source

બિગ બોસ નો સૌથી વધુ ચર્ચામાં રહેલા સ્પર્ધક અને બોલિવૂડના એક્ટર ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેઓ વારંવાર સોશિયલ મીડિયા પર વિડિયો ફોટા અને અલગ-અલગ પ્રકારની પોસ્ટ શેર કરે છે. તે અનેકવાર સમસામયિક મુદ્દા પર પણ તે બેફિકરાઈ પોતાનો મત વ્યક્ત કરી ચર્ચામાં રહી ચૂક્યા છે. આવો જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.

image source

એજાઝ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેણે હાથમાં એક સાપ પકડેલો છે વીડિયોમાં એજાઝ ખાન કહે છે કે સાપ તો શું જ ઝેર કાઢે તેના કરતાં વધારે ઝેર લોકો ધરાવે છે. સાપ તો એક ખૂણામાં બેસીને હસી રહ્યા છે અને જુએ છે કે માણસ જ માણસ ને ડંખ મારી રહ્યા છે. માણસ થી ડરો સાપથી ન ડરો. આ સાથે જ એજાઝ ખાન વીડિયોમાં સાપને ન મારવા ની સલાહ આપી રહ્યો છે.

વીડિયોમાં તેણે વધુમાં કહ્યું છે કે વરસાદની ઋતુમાં મોટા પ્રમાણમાં સાપ નીકળશે પણ સાપથી ડરવાની જરૂર નથી અને તેને જાનથી મારવાની પણ જરૂર નથી. તે એક ખૂબ સુંદર પ્રાણી છે. ડરવાની જરૂર તો માણસ થી હોય છે. આટલું કહી એજાઝ ખાને પોતાના હાથમાં સાપ પકડ્યો અને તેને કહે છે કે, તારા ઝેર કરતાં વધારે ઝેરી લોકો દુનિયામાં ફરી રહ્યા છે જે ગરીબોનું લોહી પીવે છે અને કોરોના માં પણ લોકોને પરેશાન કરે છે. આ વિડિયો શેર કરવાની સાથે તેણે લખ્યું છે કે સાપને ફરી એકવાર બચાવ્યો….

જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટર એઝાઝ ખાન વર્ષ ૨૦૦૩થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર છે. તેમણે રક્ત ચરિત્ર, અલ્લાહ કે બંદે અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે અનેક ટીવી શો પણ કરી ચૂકયા છે. પરંતુ એજાઝ ખાન સૌથી વધુ ચર્ચામાં બિગ બોસના કારણે આવ્યા હતા. બિગ બોસમાં તેણે પોતાના ખાસ અંદાજના કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ સિવાય એજાઝ ખાન લોકસભાની ચૂંટણીથી લઈ દેશમાં ચાલતા દરેક મુદ્દા પર પોતાનો મત વ્યક્ત કરતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version