આજે કંઇક આવી દેખાય છે તે અભિનેત્રી, જેનો એક સમય સુધી ગુજરાતી ફિલ્મોમાં દબદબો હતો

ગુજરાતના પાટનગર ગાંધીનગરના મેયર પદે કોની નિમણૂંક થશે તે માટે અનેક ચર્ચાઓ જાગી હતી.. અને દરવખતની જેમ આ વખતે પણ ભાજપે એક એવુ જ નામ જાહેર કર્યું કે જે રેસમાં હતું જ નહીં.. થોડા સમય પહેલા ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે તેની જે ચર્ચાઓ જાગી હતી.. તેવી જ ચર્ચાઓ અને નામો અંગે ગણગણાટ પાટનગરના મેયર પદ માટે હતા.. અને ગાંધીનગરના મેયર પદે ભાજપે એક એવું નામ જાહેર કર્યું કે જેનાથી ચારેકોર આશ્ચર્ય સર્જાયું.. તે નામ હતુ હિતેશ મકવાણાનું.. હિતેશ તેની પત્ની અને પોતાના પિતાના કારણે પણ ચર્ચામાં હતા.. હિતેશ મકવાણા, ગુજરાતી ફિલ્મની અભિનેત્રી રોમા માણેકના પતિ છે.. તો પૂર્વ ધારાસભ્ય પુનમ મકવાણાના પુત્ર છે.

પત્ની રોમા માણેક સાથે હિતેશ મકવાણા
image source

હિતેશ મકવાણા ગાંધીનગરના મેયર અને પ્રેમલસિંહ ગોલ ડેપ્યુટી મેયર, તો જશવંતલાલ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

શાશક પક્ષના નેતા તરીકે પારૂલબેન ઠાકોર અને દંડક તરીકે તેજલબેન નાઇની વરણી કરાઇ

ગાંધીનગરમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયરની વરણી કરાઇ. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરાઇ છે. નવા મેયર હિતેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર અને ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે. મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન રોમા માણેક પ્રચારમાં પણ પતિ સાથે સક્રિય રહ્યા હતા.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર બહુમતી મેળવી છે. ત્યારે શહેરના પાંચમા મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી કરાઇ છે. જ્યારે પ્રેમલસિંહ ગોલ ડેપ્યુટી મેયર ગાંધીનગરના નવા ડેપ્યુટી મેયર અને જશવંતલાલ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે. તો શાશક પક્ષના નેતા તરીકે પારૂલબેન ઠાકોર અને દંડક તરીકે તેજલબેન નાઇની વરણી કરાઇ છે. ભાજપ ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટે મેન્ડેટ આપ્યો હતો, જ્યારે વોર્ડ નંબર – 6ના કોર્પોરેટર ગૌરાંગ વ્યાસે દરખાસ્ત મૂકી અને વોર્ડ – 4 કોર્પોરેટર ભરત દીક્ષિતે ટેકો જાહેર કર્યો હતો.

મેયરના નામની ચર્ચાઓનો અંત આવ્યો

ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ
image source

ગાંધીનગર મહાનગરપાલિકાની કોર્પોરેશનની ચૂંટણી કુલ 44 બેઠકમાંથી 41 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે બે બેઠક પર કોંગ્રેસે અને એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. કોર્પોરેશનનું મેયરપદ પ્રથમ અઢી વર્ષ માટે એસસી માટે અનામત હોવાથી વોર્ડ-4ના ભરતભાઈ શંકરભાઇ દીક્ષિત અને વોર્ડ નં-8ના હિતેશકુમાર પૂનમભાઈ મકવાણા રેસમાં હતા. બીજા અઢી વર્ષ માટે મેયરપદ સ્ત્રી માટે અનામત છે. સામાન્ય સભામાં છેલ્લા 15 દિવસથી ચાલતી કે ‘મેયરપદનો તાજ કોને શીરે’ તેવી ચર્ચાઓનો અંત આવ્યો છે. ભાજપ શહેર પ્રમુખ રુચિર ભટ્ટે હિતેશ મકવાણાને મેયર તરીકે જાહેર કરવાનો મેન્ડેટ આપ્યો હતો.

છેલ્લી ઘડીએ મળેલી પાર્લમેન્ટરી બેઠકમાં મેયરના નામ મુદ્દે ચર્ચા

નવા મેયર હિતેશ મકવાણા પત્ની રોમા માણેક સાથે.
image source

મનપામાં મેયર સહિતના પદાધિકારીઓનાં નામ અંગેની ચર્ચા ભાજપ પાર્લમેન્ટરી બોર્ડની બેઠક થઈ હતી. મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ બંને બહાર હોવાને પગલે બુધવાર સવાર સુધી પાર્લમેન્ટરી બોર્ડની બેઠકનું કોઈ આયોજન થયું ન હતું. જોકે બપોર બાદ શોર્ટ નોટિસમાં મોડી સાંજે બેઠક બોલાવી દેવાઈ હતી, જેમાં મનપાના પદાધિકારીઓનાં નામની ચર્ચા થઈ હતી. ભૂતકાળમાં થયેલા જૂથવાદના અનુભવોને જોતાં આ વખતે ખભે-ખભા મિલાવીને કામ કરે તેવા પદાધિકારીઓ પર ભાર મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જસવંત પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા
image source

ગુજરાતી ફિલ્મની અભિનેત્રી અને એક દાયકા સુધી લોકોના દિલ પર રાજ કરનારી રોમા માણેક હાલ સાવ અલગ દેખાય છે.. કદાચ સામે મળે તો તમે પણ કદાચ જ ઓળખી શકો.. એક સમયે રોમા માણેકનો ગુજરાતી ફિલ્મોમાં ડંકો વાગતો હતો.. જો કે હાલ તો અર્બન ફિલ્મોનો ટ્રેન્ડ છે.. પરંતુ જ્યારે ગ્રામીણ કલ્ચર પર બનતી ફિલ્મોમાં રોમા માણેકે અનેક ફિલ્મોમાં ભૂમિકા ભજવી છે.. દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા ફિલ્મમાં પણ ધૂમ મચાવી હતી. રાધડીના રોલથી ફેમસ થયેલી રોમા માણેક આજે પાટનગરના પ્રથમ નાગરિક એવા હિતેશ મકવાણાના દિલ પર રાજ કરે છે.