ઘરમાં ઘુસેલા અજગરને આ શખ્સે માર મારીને…આ વિડીયો જોઇને લોકોનો ફૂટી નિકળ્યો ગુસ્સો અને કહ્યું કે….

ક્યારેક ક્યારેક ભોજનની શોધમાં જંગલી પ્રાણીઓ રહેવાસી વિસ્તારમાં પહોચી જાય છે આવામાં જયારે મનુષ્ય અને પ્રાણીઓનો આમનો
સામનો થાય છે તો મામલો ઘણો ગંભીર થઈ જાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલ એક વિડીયો આ બાબતને સાબિત કરે છે. આ ઘટના હિમાચલ પ્રદેશ રાજ્યની જણાવવામાં આવી રહી છે, જ્યાં એક વિશાળકાય અજગર કોઈ વ્યક્તિના ઘરમાં પ્રવેશી જાય છે.

image source

જયારે લોકોને આ બાબતની જાણ થાય છે તો તે ઘરની બહાર લોકોની ભીડ એકઠી થઈ જાય છે. આ દરમિયાન જ એક વ્યક્તિ બંદુક લઈને આવે છે અને તે વ્યક્તિ આ બેજુબાન અજગર પર બે ગોળીઓ ચલાવી દે છે, જેનાથી આ અજગરની મૃત્યુ થઈ જાય છે. જો કે, આ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.

-આ દ્રશ્ય આપને વિચલિત કરી શકે છે.

image source

આઈએફએસ ધર્મવીર મીનાએ આ વિડીયો તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર પર શેર કર્યો છે.
તેમણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ અમાનવીય ઘટનાને જણાવવા માટે શબ્દ નથી. એક ખુબસુરત, વિનમ્ર અને નિર્દોષ જીવને
મારી નાખે છે. આ વ્યક્તિની ધરપકડ થવાની સાથે જ એચપી (હિમાચલ પ્રદેશ) ફોરેસ્ટ વિભાગએ તેમના વિરુદ્ધ કેસ પણ કરી દીધો છે.

-શું છે આ વિડીયોમાં?

image source

આ વિડીયોમાં જોઈ શકાય છે કે, એક વિશાલ અજગર ઘરમાં ઘુસી જાય છે. આસપાસ ઘણા બધા મકાઈ અને મકાઈના છોતરા છે. તે પોતાને મનુષ્યની ભીડથી છુપાવી લેવા ઈચ્છે છે, જે આ ક્ષણને કેમેરામાં કેદ કરવામાં લાગ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ હાથમાં બંદુક લઈને ત્યાં પહોચી જાય છે. તે થોડીકવાર અજગરને જોવે છે અને પછી તેની પર ગોળી ચલાવી દે છે. એટલું જ નહી, જયારે દર્દથી કણસતા અજગર બીજી તરફ ભાગે છે તો આ વ્યક્તિ અજગર પર બીજી એક ગોળી ચલાવી દે છે. ત્યાર પછી આ બેજુબાન અજગર ત્યાં જ ઢળી જાય છે.

-દર્દથી આંખો ભીની થઈ ગઈ. આ વિડીયોને જોઇને એક સોશિયલ મીડિયા યુઝરે ટ્વીટ કરી છે કે, અત્યંત ક્રૂર કૃત્ય!! દર્દથી આંખો ભીની થઈ ગઈ છે.

-ખુબ જ દુઃખદ


ત્યાં જ અન્ય એક યુઝર ટ્વીટ કરે છે કે, ખુબ જ દુઃખદ, જીવ હત્યા થવી જોઈએ નહી.

-સખ્ત કાર્યવાહી થાય..


આજે માનવીય હસ્તક્ષેપના કારણે પશુ, પક્ષીઓની જગ્યાઓ પણ કબજો કરી લીધો છે. સખ્ત સખ્ત કાર્યવાહી થાય જેથી આવું દુ:સાહસ
કોઈ બીજું ના કરી શકે.

-વાહ રે મનુષ્ય…

જયારે અન્ય એક યુઝર ટ્વીટ કરે છે કે વાહ રે મનુષ્ય..

આ જીવોના ઘરો, જંગલોને ઉજ્જડ કરીને પોતાના મકાનોને બનાવ્યા તો પણ તેમણે ક્યારેય કઈપણ કહ્યું નહી. ઉપરાંત તેઓ ખુશ થઈને જન કલ્યાણ માટે ત્યાંથી વિસ્થાપિત થઈ ગયા.

હવે એમના જીવનના મૌલિક અધિકાર પણ છીનવી રહ્યા છો??

કોઈ વાંધો નહી જેવું વાવશો તેવા ફળ આપશે આ ધરતી પર!!

-જેલ મોકલી દો ગુનેગારને…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અત્યાર સુધી આ વિડીયોને ૪૨ હજાર કરતા વધારે વાર જોઈ લેવામાં આવ્યો છે, જયારે ૧ હજાર કરતા વધારે લાઈક્સ અને ઢગલાબંધ કમેન્ટ્સ કરવામાં આવ્યા છે. ઘણા બધા લોકોએ ગામના લોકોના આ પગલાને યોગ્ય જણાવ્યું છે તો કેટલાક લોકો એ આ બાબતે લોકોને જાગૃત કરવાની જરૂરિયાત છે. જેથી તેઓ આવું કરે નહી, ત્યાં જ કેટલાક લોકો આ વિડીયોને જોઇને દુઃખી છે. તેમનું કહેવું છે કે, ગુનેગારને સખતમાં સખ્ત સજા થાય જેથી કોઈ વ્યક્તિ આવી ભૂલ બીજીવાર કરે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત