આ વાતો છે ખૂબ જ અજીબ, જાણીને તમે પણ કહેશો કે આવું તે કઈ હોતું હશે

માણસોમાં હમેશા નવી વસ્તુઓ જાણવાની જિજ્ઞાસા રહે છે એટલે જ્યારે પણ એ કઈ નવું જોવે છે તો એના વિશે જાણકારી મેળવવાનું શરૂ કરી દે છે પણ દેશ અને દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જે આપણી સામે થાય છે. તેમ છતાં પણ આપણને એની સાથે જોડાયેલી વાતો પર બહુ ધ્યાન નથી આપતા. એમાંથી કેટલીક રોચક હોવાની સાથે સાથે લોકોને હેરાન પણ કરી દે છે. ચાલો આજે દુનિયાની અમુક એવી જ રોચક વસ્તુઓ વિશે જાણી લઈએ જેમના વિશે જાણીને તમને પણ એકવાર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે.

ક્યારેય ખરાબ નથી થતું મધ

image soucre

ખાવા પીવાની વસ્તુઓ એક સમય પછી ખરાબ થવા લાગે છે પણ મધ દુનિયામાં એકમાત્ર એવો ખાદ્ય પદાર્થ છે જે ક્યારેય ખરાબ નથી થતું. મધને કાચના જારમાં સારી રીતે બંધ કરીને મુકવામાં આવે તો એ ક્યારેય ખરાબ નથી થતું.

ચંદ્રની સુગંધ

image soucre

ચંદ્રની સુગંધ એ સાંભળીને જ તમને થોડું અજીબ લાગ્યું હશે પણ એ હકીકત છે કે ચંદ્રમાં પણ ગંધ હોય છે. નાસાના કહેવા અનુસાર ચંદ્રમાંથી દારૂગોળા જેવી સુગંધ આવે છે.

દુનિયાના પહેલા કેમેરાની અનોખી વાત.

image soucre

દુનિયાના સૌથી પહેલા કેમેરાની અનોખી વાત એ હતી કે એ બહુ જ સ્લો ફોટો પાડતો હતો. એ એટલો સ્લો ફોટો પાડતો હતો કે લોકોને ફોટો પડાવવા માટે 8 કલાક સુધી બેસી રહેવું પડતું હતું.

લેફ્ટ હેન્ડેડ

image soucre

દુનિયાના લગભગ 10 ટકા માણસો લેફ્ટ હેન્ડેડ હોય છે. તો માણસો સિવાય અમુક જાનવર પર લેફ્ટ હેંડી હોઈ શકે છે.

શાહમૃગ

image socure

તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયાના સૌથી મોટા પક્ષી શાહમૃગની આંખો એના દિમાગથી પણ મોટી હોય છે.

પતંગિયુ

image socure

બહુ ઓછા લોકોને ખબર હશે કે પતંગિયા સ્વાદની મજા જીભને બદલે એમના પગથી લે છે.

ડોલ્ફીન

image soucre

ડોલ્ફીન એક સમુદ્રી જીવ છે. એની સૌથી મોટી ખાસિયત એ છે કે આ એક જ સમયે સુતા સુતા તરી પણ શકે છે.

વાંસ

image soucre

વાંસની સૌથી રસપ્રદ વાત એ છે કે વાંસના ઝાડ ચોવીસ કલાકમાં ત્રણ ફૂટ જેટલા વધી શકે છે.

તો હવે બોલો આવી અવનવી વાતો જાણીને તમને પણ નવાઈ લાગી કે નહીં