એક એવી જગ્યા, જ્યાં મારી નાખવામાં આવ્યા હતા લાખો લોકો, પૂરી ઘટના વાંચીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

જો તમે ઇતિહાસના શોખીન હોવ તો તમને હિટલર વિશે તો ખબર જ હશે. હા, એ જ હિટલર જે જર્મનીનો એક ખૂંખાર તાનાશાહ અને યહૂદીઓનો કટ્ટર દુશ્મન.

image source

કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડમાં હિટલર દ્વારા આ બનાવાયેલી નાઝી સેના દ્વારા યાતના શિબિર બનાવી તેમાં લગભગ 10 લાખ લોકોનો જીવ લીધો હતો અને તેમાં મોટાભાગના લોકો યહૂદી હતા.

image source

નાઝીઓના આ યાતના શિબિર પોલેન્ડમાં છે જેને ” ઓસ્તિવઝ કેમ્પ ” ના નામથી ઓળખવામાં આવે છે. ઓસ્તિવઝ કેમ્પની બહાર એક લોખંડનો મોટો દરવાજો છે જેને ” ગેટ ઓફ ડેથ ” એટલે કે મોતનો દરવાજો પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે મોટી સંખ્યામાં યહૂદી લોકોને રેલગાડીમાં ઘેટાં-બકરાની જેમ ભરી આ કેમ્પના દરવાજામાંથી ઓસ્તિવઝ કેમ્પમાં લઇ જવામાં આવતા અને ત્યારબાદ તેને અલગ અલગ પ્રકારની યાતનાઓ આપવામાં આવતી જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

image source

ઓસ્તિવઝ કેમ્પ એક એવી જગ્યા હતી અને તેની રચના પણ એવી રીતે કરવામાં આવી હતી કે જેમાં એક વખત બંધ કરવામાં આવેલા વ્યક્તિ માટે ભાગવું લગભગ અશક્ય જ હતું. કહેવાય છે કે કેમ્પની અંદર યહૂદીઓ અને રાજકીય વિરોધીઓ પાસે બળજબરીથી કામ કરાવવામાં આવતું. એ સિવાય વૃદ્ધ અને બીમાર લોકોને કેમ્પની અંદર બનેલા ગેસ ચેમ્બરમાં નાખી જીવતા જ સળગાવી દેવામાં આવતા. એવું પણ કહેવાય છે કે આ રીતે ગેસ ચેમ્બરમાં નાખીને લાખો લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

image source

ઓસ્તિવઝ કેમ્પની આગળ એક જ દીવાલ છે જેને વોલ ઓફ ડેથ એટલે કે મોતની દીવાલ કહેવામાં આવે છે. આ દીવાલ વિશે એમ કહેવાય છે કે ત્યાં બરફ વચ્ચે લોકોને ઉભા રાખી ગોળી મારી દેવામાં આવતી. આ રીતે પણ નાઝીઓએ હજારો લોકોનું મૃત્યુ નિપજાવ્યું હતું.

image source

વર્ષ 1947 માં નાઝીઓના આ ઓસ્તિવઝ કેમ્પ એટલે કે યાતના શિબિરને પોલેન્ડની સંસદમાં એક ખરડો પસાર કરી સરકારી મ્યુઝિયમમાં તબદીલ કરી દેવામાં આવ્યા હતા. કહેવાય છે કે આ મ્યુઝિયમની અંદર લગભગ બે ટન જેટલા વાળ રાખવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે નાઝીઓ જે વ્યક્તિને મારી નાખવા માંગતા તે પહેલા તેના વાળ કાપી લેતા જેથી બાદમાં એ વાળ કપડાં વગેરે બનાવવાના કામમાં આવી શકે. એ સિવાય જે તે સમયે કેદ કરાયેલા કેદીઓના લાખોની સંખ્યામાં બુટ – ચપ્પલ પણ આ મ્યુઝિયમમાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત