Site icon News Gujarat

એક માતા અને તેના પુત્રોની સંઘર્ષની વાર્તા, જાણો કઇ રીતે ઊભી કરી 20 લાખ ટર્નઓવરની કંપની

શોર્યની માતાએ સાયન્સ સબ્જેક્ટ અપાવ્યો, પણ તેણે સ્ટ્રીમ બદલીને કોમર્સ કર્યું, કેમ કે તેને બિઝનેસ જ કરવો હતો. 22 વર્ષના શૌર્ય ગુપ્તાએ થોડા દિવસ પહેલાં જ ગ્રેજ્યુએશન કમ્પ્લિટ કર્યું છે. માત્ર 17 વર્ષની ઉંમરમાં તેઓએ પોતાનું કામ શરૂ કરી દીધું હતું. હાલ તેમની કંપનીનું 20થી 22 લાખ રૂપિયાનું ટર્નઓવર છ અને 8 લોકોને રોજગારી આપે છે. કોલેજમાં અભ્યાસની સાથે શૌર્યએ આ બધું કઈ રીતે કર્યુ? તે જણાવે છે, માતા નાનપણથી જ કહ્યા કરતી હતી કે તે માત્ર સારો અભ્યાસ અને ખાવાનું ખવડાવી શકે છે, બાકી તમારું જીવન તમારે પોતે બનાવવાનું હોય છે.

image source

કંઈક કમાશો તો ખાઈ શકશો, નહીંતર રસ્તા પર જ ભટકવું પડશે. માતાની વાતો સાંભળીને અમે બંને ભાઈઓનાં દિલમાં એ વાત ઘર કરી ગઈ કે મોટો માણસ તો બનવું જ છે અને આપણું પોતાનું કંઈક કરવું છે. શૌર્ય કહે છે, અમે બંને અભ્યાસમાં હંમેશા એવરેજ રહ્યા, પરંતુ ક્રિએટિવ મામલાઓમાં અમારું મગજ ઘણું સારું ચાલતું હતું. 10મા ધોરણમાં સારા માર્ક્સ આવ્યા તો માતાએ સાયન્સ સબ્જેક્ટમાં એડમિશન અપાવ્યું, પરંતુ મેં તેમને જણાવ્યા વગર જ સ્ટ્રીમ ચેન્જ કરીને કોમર્સ લઈ લીધું.

image source

મને બિઝનેસમાં જ ઈન્ટરેસ્ટ હતો. હું એ જ વિચારતો રહેતો કે કયો બિઝનેસ કરું? કઈ રીતે કરું? કંઈક કરવાનું ગાંડપણ એટલું હતું કે બંને ભાઈઓએ સ્કૂલ ટાઈમથી જ એક મિત્ર સાથે મળીને વેબસાઈટ બનાવી લીધી હતી. જોકે એનાથી કંઈ અર્નિગ ન થયું અને થોડા જ દિવસોમાં એ બંધ થઈ ગઈ.

image source

“12માં મારા માર્ક્સ ઓછા આવ્યા તો મને કોમર્સની સારી કોલેજમાં એડમિશન જ મળતું ન હતું. બીએમાં એડમિશન મળતું હતું. માં એ કહ્યું, બીએ કરી લે, પરંતુ મારે કોમર્સ સિવાય કંઈ ભણવું જ ન હતું. મેં કોઈ કોલેજમાં એડમિશન જ ન લીધું અને 12મા ધોરણ પછી નોકરીની શોધમાં લાગી ગયો. રોજ આમતેમ ભટકતો હતો કે ક્યાંક કામ મળી જાય. ઘણા ઈન્ટરવ્યુ આપ્યા. કન્સલ્ટન્સીવાળાઓએ પૈસા લીધા પણ નોકરી ન મળી. ત્યારે મને ખબર પડી કે જોબના નામે ફ્રોડ જ ચાલે છે.”

image source

શૌર્ય આગળ જણાવે છે, આગામી દિવસે હું એ કંપનીમાં પેમેન્ટ લેવા પહોંચ્યો તો તેમણે કહ્યું, તમારે તમારી કંપનીની ડિટેલ આપવી પડશે. કંપની અકાઉન્ટમાં જ પૈસા ટ્રાન્સફર થશે. બસ, ત્યારથી જ મારા મનમાં આઈડિયા આવ્યો કે બહાર લોકો ઈન્ટરવ્યુ કન્ડક્ટ કરવાના કેન્ડિડેટ પાસેથી પૈસા લે છે અને અહીં તો કંપની પોતે જ કેન્ડિડેટને મોકલવાના પૈસા આપી રહી છે તો કેમ ન આ જ કામ કરવામાં આવે. મેં
જોબખબરીના નામથી પોતાની કન્સલ્ટન્સી ખોલવાનો પ્લાન બનાવ્યો અને રજિસ્ટ્રેશન કરાવ્યું. આ વચ્ચે એક કોલેજમાં મને બીબીએમાં એડમિશન પણ મળી ગયું. તે જણાવે છે, હું કેન્ડિડેટ્સને જોડવા માટે પેમ્ફલેટ વેચવા લાગ્યો.

image source

એક વખત ચોકમાં પેમ્ફલેટ વેચતા એક મિત્રએ મને જોયો, તેને માતા અને ભાઈને જણાવી દીધું. ઘરમાં જ ઘણું જ ખીજાયાં, પરંતુ મેં વિચારી લીધું હતું કે હવે આ જ કામ કરવું છે. હું કોલેજ જતો હતો અને ત્યાંથી પરત ફરીને પેમ્ફલેટ વેચતો હતો. દીવાલો પર પોસ્ટર્સ ચોંટાડતો હતો અને કંપનીઓમાં જઈ રિક્રૂટમેન્ટ અંગે ડિટેલ એકઠી કરતો હતો. ઘણા દિવસો સુધી આવું કરતો રહ્યો. ઘણા મહિનાઓ પછી એક કેન્ડિડેટ મને મળ્યો. તેને એક કન્સલ્ટન્સીમાં મોકલ્યો, જ્યાંથી મને પેમેન્ટ મળ્યું. પછી ધીમે ધીમે કેન્ડિડેટ્સ મળવા લાગ્યા. ચાર કંપનીઓમાં મારા કોન્ટેક્ટ હતા, જ્યાં હું કેન્ડિડેટ્સને મોકલતો હતો.

image source

શૌર્યએ કહ્યું, “મહિનાના 18-20 હજાર રૂપિયા આવવા લાગ્યા તો મેં વિચાર્યું કે એક એમ્પ્લોયી હાયર કરી લઉં છું, કેમ કે હું કોલેજ પણ જતો હતો. 15 હજારની સેલરીમાં એક યુવતીને કામ પર રાખી લીધી. 5 હજાર રૂપિયાના ભાડામાં એક નાનકડી ઓફિસ ભાડે લઈ લીધી. જોકે આ બિઝનેસે કોઈ મદદ ન કરી અને બે મહિનામાં જ બંધ થઈ ગયો. થોડા મહિના પછી કામ શરૂ કરવામાં આવ્યું, જે બાદ બે યુવતીઓને હાયર કરી, પરંતુ તે મને જણાવ્યા વગર જ કેન્ડિડેટ્સ પાસેથી કમિશન લેવા લાગી. જે બાદ ખ્યાલ આવ્યો તો તે બંનેને હટાવી દીધી અને કામ ફરી ઓછું થઈ ગયું. ત્રીજી વખત ફરી શરૂઆત કરી. એક આઠમું પાસ યુવતીને હાયર કરી, જેને કેન્ડિડેટ્સને કોલ કરીને ડિટેલ લેવાની હતી. આ વખતે નિષ્ફળ ન ગયો. અમને સારું કામ મળવા લાગ્યું.” તે જણાવે છે, “હાલમાં જ મારું ગ્રેજ્યુએશન કમ્પ્લિટ થયું છે. હવે હું બિઝનેસ ટ્રેનિંગ પર પણ કામ શરૂ કરી રહ્યો છું. કેન્ડિડેન્ટ્સમાં સ્કિલ્સની ઘણી ઊણપ છે, તેમની ખામીઓને દૂર કરીશું અને પ્લેસમેન્ટ પણ
કરાવીશું. બીજાને ફક્ત એટલો જ મેસેજ આપવા માગું છું કે તમારી અંદર કંઈ કરી છૂટવાની ભાવના છે તો તેમાં જ રચ્યાપચ્યા રહો. લોકો ડરાવશે, પરંતુ તમે પોતાની જાતને સમર્પિત કરી દીધી તો સફળતા જરૂરથી મળશે.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version