એક સમયે બોલિવૂડ પર રાજ કરનારી આ અભિનેત્રીઓનું લાંબુ ન ચાલ્યું લગ્નજીવન, અત્યારે આવી જીવે છે લાઈફ

ઉતાર-ચઢાવ દરેકના જીવનમાં આવ છે તે સિક્કાની બે બાજુઓ સમાન છે. જે હંમેશાં સમયની સાથે બદલાતા રહે છે. તે સામાન્ય માણસ હોય કે સેલીબ્રેટી, દરેકના જીવનમાં સારો અને ખરાબ સમય આવતો રહે છે. પરંતુ આવા સમયને કોણ સારી રીતે નિયંત્રિત કરે છે, તે સામેવાળા પર આધાર રાખે છે.

image source

બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે પોતાનું ઘર એક સામાન્ય છોકરીની જેમ વસાવ્યું. પરંતુ તેના જીવનમાં પરિસ્થિતિ બદાલાણી અને અમુક કારણોસર તેને છૂટાછેડા લેવા પડ્યા. આજે આ અભિનેત્રીઓ ભલે એકલી હોય પરંતુ તેઓ હિંમતથી પોતાનું સુખી જીવન જીવી રહી છે. ચાલો આજે અમે તમને આવી જ પાંચ અભિનેત્રીઓનો પરિચય કરાવીશું.

કરિશ્મા કપૂર

image source

આ યાદીમાં કરિશ્મા કપૂરનું પ્રથમ નામ છે. કરિશ્મા કપૂર પરિવારની પહેલી પુત્રી છે, જેમણે પહેલી વાર બોલિવૂડમાં પગ મૂક્યો હતો. તેની ફિલ્મી કારકીર્દિ શાનદાર હતી. કારકિર્દીની ઉંચાઇએ તેમણે ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા. આ લગ્નથી કરિશ્માને પણ બે બાળકો હતા. જો કે વર્ષ 2016 માં બંને વચ્ચે અણબનાવ બનતા વાત છૂટાછેડા સુધી આવી ગઈ અને તેઓ અલગ થઈ ગયા. કરિશ્માએ હિંમત ન હારી અને તેનું તમામ ધ્યાન તેના બાળકોના ઉછેર પર કેન્દ્રિત કરી દીધુ. જ્યારે બાળકો મોટા થયા, ત્યારે તેઓ ફરી એકવાર ફિલ્મના પડદે જોવા મળી. આ વર્ષની શરૂઆતમાં તેમની વેબ સિરીઝ ‘મેન્ટલહુડ’ રજૂ થઈ હતી.

મલાઈકા અરોરા

image source

પ્રખ્યાત મોડેલ અને અભિનેત્રી મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો માટે બધું સારું રહ્યું, પરંતુ પછી ઝઘડા વધવા માંડ્યા. આ પછી અરબાઝ અને મલાઈકાએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. લગ્નના લગભગ 10 વર્ષ પછી બંને અલગ થઈ ગયા. મલાઇકા અને અરબાઝનો એક પુત્ર પણ છે જે હાલ મલાઈકા સાથે રહે છે. છૂટાછેડા પછી મલાઇકા જરા પણ હિંમત હારી ન હતી. હાલમાં તે અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

સંગીતા બિજલાની

image source

એક સમયે સંગીતા બિજલાનીનું નામ સલમાન ખાન સાથે ભારે જોડાયેલુ હતું. પરંતુ તેણે ક્રિકેટર અઝરુદ્દીન સાથે લગ્ન કર્યાં. સંગીતા અને અઝહરનો સંબંધ લાંબો ચાલ્યો નહીં અને 2010 માં બંનેના છૂટાછેડા થઈ ગયા. આજે સંગીતા એકલી સુખી જીવન જીવી રહી છે. કેટલીકવાર તે સલમાન સાથે પણ જોવા મળે છે.

મહિમા ચૌધરી

image source

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પરદેસ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી મહિમા ચૌધરી હવે ફિલ્મ્સથી ગાયબ થઈ ગઈ છે. 2006 માં તેણે બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા. મહિમાના લગ્ન ફક્ત સાત વર્ષ ચાલ્યા અને પછી બંને અલગ થઈ ગયા. મહિમાને એક પુત્ર છે જેનો તે એકલા હાથે ઉછેર કરી રહી છે. તે મોટાભાગે મોટી પાર્ટીઓમાં જોવા મળે છે.

મનીષા કોઈરાલા

image source

90 ના દાયકાની સુપરહિટ અભિનેત્રી મનીષા કોઈરાલાએ ઉદ્યોગપતિ સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા હતા. જોકે, થોડા દિવસો બાદ તેમના સંબંધો બગડવા લાગ્યા. મનીષા અને સમ્રાટના લગ્નના ફક્ત બે વર્ષ પછી જ છૂટાછેડા થઈ ગયા. થોડા સમય માટે ફિલ્મના પડદાથી દૂર રહીને મનીષાએ ફરીથી કમબેક કર્યું હતું. ગયા વર્ષે તે પ્રસ્થાનમ ફિલ્મમાં જોવા મળી હતી. આ વર્ષે તેની વેબ સિરીઝ ‘મસ્કા’ પણ રિલીઝ થઈ હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત