એક સમયે આ વ્યક્તિને હતા ખાવાના ફાંફા, આજે કરોડોનું ટર્નઓવર ધરાવતી કંપનીના છે માલિક, વાંચો સકસેસ સ્ટોરી

ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લાના વિકાસ ઉપાધ્યાયના પરિવારની સ્થિતિ થોડા વર્ષો પહેલા ઘણી જ ખરાબ હતી. એવી પરીસ્તીથી હતી કે ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. વિકાસ પૈસા કમાવવા માટે 9 વર્ષની ઉંમરે જ બ્રેડ વેંચવાનું કામ કરતો. જો કે વિપરીત પરિસ્તિથીમાં પણ વિકસે પોતાના આત્મવિશ્વાસને જાળવી રાખ્યો અને આજના સમયમાં તે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક છે. કેવો હતો તેમનો અહીં સુધીનો સફર ? ચાલો જાણીએ…

image source

વિકાસના પિતાજી ગામમાં જ એક નાનકડી કરિયાણાની દુકાન ચલાવતા હતા અને આ દુકાનની આવક પર જ તેમના પરિવારનું ગુજરાન ચાલતું. પરંતુ વિકાસની માતાને બીમારી લાગુ પડી અને તેના ઈલાજ માટે વિકાસના પિતાએ ઉધાર પૈસા લેવા પડ્યા. આટલું ઓછું હોય તેમ હાલત વધુ બગડવા લાગી. ત્યાં સુધી કે વિકાસના પિતાજી ગામ છોડીને દિલ્હી આવી ગયા અને ત્યાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરવા લાગ્યા. એ સમયે વિકાસની ઉંમર માંડ 9 વર્ષની હશે.

image source

વિકાસના મગજમાં એ સમયથી એ વિચાર આવતા કે હું એવું શું કરું જેથી થોડા પૈસા કમાઈ શકું ? તેણે ઘરની સામે જ અમુક બાળકોને પસાર થતા જોયા જેઓ બ્રેડ વેંચી રહ્યા હતા. બાળકોને જોઈને ત્યારે બાળક એવા વિકાસને પણ થયું કે લાવ હું પણ આ બાળકોની જેમ બ્રેડ વેંચુ, આમ કરવાથી કઈંક પૈસા તો મળશે. આમ કરીને વિકસે બ્રેડ વેંચવાનું શરુ કર્યું અને તેના આ કામથી ઘરમાં થોડી ઘણી રાહત પણ થઇ. વિકાસ દિવસ-રાત એ જ વિચારતો કે હજુ હું વધુ એવું શું કરી શકું જેથી ઘરમાં વધુ ઉપયોગી થઇ શકું ? તેઓ ગામની શાકમાર્કેટમાં જતા અને આજુબાજુના ખેડૂતોનો સામાન વેંચી આપતા. ઘરની પરીસ્તીથી સામાન્ય કરવા માટે વિકાસે અનેક પ્રકારનું કામ કર્યું.

image source

આ દરમિયાન તેણે 10 માં ધોરણની પરીક્ષા આપી. પરીક્ષાનું પરિણામ બહુ સારું તો ન આવ્યું છતાં 41 ટકા સાથે વિકાસે પરીક્ષા ઉતીર્ણ કરી. વિકાસનું મન અભ્યાસમાં બિલકુલ નહોતું પણ પિતાજીની ઈચ્છા એવી હતી કે તેનો દીકરો ભણીગણીને સારી નોકરી કરે.

image source

સમય જતા વિકાસની માતા પાસે જે કઈં થોડા ઘણા ઘરેણાં હતા તેણે વેંચીને વિકાસને ઉરઈ ખાતેના એક સંબંધીને ત્યાં ભણવા મોકલી દીધો. વિકાસને ઘરની પરીસ્તીથીની ખબર હતી એટલે તેણે વિચાર્યું કે ભલે ગમે તે થઇ જાય પણ તે પોતાની સમસ્યા ઘરમાં કોઈને કહ્યા વિના પોતાની મેળે જ સોલ્વ કરશે.

વિકાસે પોતાના એક મિત્રને ઘરની આખી પરીસ્તીથી વિષે વાત કરી અને કહ્યું કે તે તેના પિતાજીને કહીને વિકાસને ક્યાંક કામ અપાવી દે. કારણ કે વિકાસના તે મિત્રના પિતા એક બિઝનેસમેન હતા. તેઓએ વિકાસને રિચાર્જ વાઉચર વેંચવાનું કામ અપાવી દીધું. જયારે પહેલા દિવસે વિકાસ રિચાર્જ વાઉચર વેંચવા ગયા તો તેના મનમાં થોડો ડર હતો. વિકાસ હજુ બાળક જેવો હતો એટલે તેની વાતને ગ્રાહકો ગંભીરતાથી નહોતા લેતા. આખો દિવસ ફર્યા બાદ એક દુકાને વિકાસના બધા રિચાર્જ વાઉચર વેંચાઈ ગયા. 11 માં ધોરણમાં અભ્યાસ બાદ વિકાસ આ કામ દરરોજ કરવા લાગ્યો અને જોતજોતામાં જ વિકાસ લાખો રૂપિયાના વાઉચર વેંચતો થઇ ગયો. અને તેનાથી એને 40 થી 50 હજાર મહિને કમિશન માસિક કમિશન પણ મળવા લાગ્યું.

image source

વિકાસના પિતાને જયારે આ વાતની જાણ થઇ તો તે ઘણા ગુસ્સે થયા. તેણે વિકાસને આ બધું કામ છોડી અભ્યાસમાં ધ્યાન આપવાની સલાહ આપી. 12 માં ધોરણ બાદ વિકસે બીટેકમાં એડમિશન લીધું. અભ્યાસની સાથે સાથે ખર્ચ કાઢવા માટે તેણે એક કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ જોઈન કર્યું. આ રીતે ચાર વર્ષ વીતી ગયા અને તેનું પ્લેસમેન્ટ પણ લખનઉની એક કંપનીમાં થઇ ગયું. નોકરી મળી જવાથી વિકાસનો પરિવાર ઘણો ખુશ હતો પરંતુ વિકાસને પોતાનો બિઝનેસ શરુ કરવાની તાલાવેલી હતી.

image source

આઇટી થી બીટેક કરેલા વિકાસને નોકરી બિલકુલ પસંદ ન આવી અને તેણે નોકરીમાંથી રાજીનામુ આપી દીધું. ત્યારબાદ નોઈડા ખાતે રહેતા પોતાના એક મિત્રને ત્યાં રહેવા ચાલ્યો ગયો અને વેબસાઈટ ડેવલપમેન્ટ સંબંધી કામ શોધવામાં લાગી ગયો. વિકાસ પોતાના મિત્ર સાથે જ્યાં તે રહેતો હતો તે બિલ્ડિંગના માલિકને પોતાની કંપની માટે એક વેબસાઈટ બનાવવી હતી. વિકાસે આ કામ કરી આપ્યું જેથી તેઓ ખુશ થયા. વિકાસે તેમને કહ્યું કે શું તમે મને રહેવા માટે કોઈ જગ્યા આપી શકો છો તો તેઓએ વિકાસને રહેવા માટે બેઝમેન્ટમાં રહેવા માટેની વ્યવસ્થા કરી આપી.

image source

હવે વિકાસને મકાન ભાડું દેવાની ઉપાધિમાંથી છુટકારો મળી ગયો અને વિકાસ દરરોજ સવારે કામ શોધવા માટે નીકળી જતો. ધીમે ધીમે વિકાસને નાના નાના કામો મળવા લાગ્યા અને થોડા દિવસોમાં વિકાસે પોતાના આ કામમાં પોતાના એક મિત્રને પણ જોડી લીધો. વર્ષ 2015 માં વિકાસે પોતાની પોતાની એક કંપની રજીસ્ટર્ડ કરાવી. આજે વિકાસની એ કંપનીમાં કુલ 40 લોકો કામ કરે છે અને કંપનીનું કરોડો રૂપિયાનું ટર્નઓવર છે. આ કંપનીની એક બ્રાન્ચ કેનેડામાં પણ ખોલવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં દુબઈમાં પણ એક બ્રાન્ચ ખોલવાની યોજના છે. વિકાસના કહેવા મુજબ જો તમે સખત મહેનત કરશો તો તમને ચોક્કસ સફળતા મળી જ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત