આ કાગળ વિના નહીં લઇ શકો કોરોનાની વેક્સિન, રજિસ્ટ્રેશન માટે પડશે ખાસ જરૂર, રાખો સાથે

ભારતમાં કોરોના વાયરસની લડાઈમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પીએમ મોદીએ શનિવારે દેશમાં કોરોના મહામારીની વિરુદ્ધમાં વેક્સીનેશન અભિયાન લોન્ચ કર્યું છે. આ સમયે દેશના દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 3006 સેશન સાઈટ્સ લોન્ચ પ્રોગ્રામથી વર્ચ્યુઅલ રીતે જોડાયા. પહેલા દિવસે ભારતમાં દરેક સેશન સાઈટ પર લગભગ 100 લોકોને વેક્સીન અપાશે.

image source

વેક્સીનેશનના પહેલા ચરણમાં 3 કરોડ લોકોને સામેલ કરાશે. ખાસ તૈયારીઓ સાથે આ અભિયાનનો પ્રારંભ થયો છે. વેક્સીનના રોલ આઉટ થયા બાદ હવે દરેકના મનમાં સવાલ છે કે કેવી રીતે વેક્સિન લાગશે. સરકારે આ માટે રજિસ્ટ્રેશન કરવાનું કહ્યું છે. તેને માટે જાણો કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડી શકે છે.

image source

દેશમાં ખાસ લિસ્ટેડ કરાયેલી હોસ્પિટલોમાં તમે વેક્સીનેશન શરૂ કરી શકો છો. આ સ્ટાફને વેક્સીન લગાવ્યા બાદ 30 મિનિટ સુધી રિએક્શન ચેક કરવા બેસાડવામાં આવશે, કોરોના વેક્સિનના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરાઈ છે, તેને માટે તમારે જરૂરી કાગળ આપવાના રહે છે.

વેક્સિન માટે આ કાગળ આપવા છે જરૂરી

image source

જો તમે ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ ચેક કરશો તો તમે તેમાં આઘાર કાર્ડ, મતદાતા ઓળખ કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ, સર્વિસનું આઈડી કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, પેન્શન ઓળખ પત્ર, સ્માર્ટ કાર્ડ, પાસપોર્ટ, કાર્યાલય ઓળખપત્ર, બેંક પોસ્ટ ઓફિસ, સ્વાસ્થ્ય વીમા સ્માર્ટ કાર્ડ સામેલ છે. તેમાંથી કોઈ એક કાગળના આધારે વેક્સીન માટે કોઈ વ્યક્તિ રજિસ્ટર થઈ શકશે. સાથે એક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1075 પણ જાહેર કરાયો છે.

કાગળ વિના નહીં લાગી શકે વેક્સીન

image source

વેક્સીન લગાવવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. આ માટે સેન્ટર પર જઈને જરૂરી કાગળ બતાવવાના રહેશે. આ સાથે આધાર પર તમારે વેક્સીન લગાવવાની રહે છે. વેક્સીને ખાસ તબક્કામાં આપવામાં આવી રહી છે. તેનું લિસ્ટ તૈયાર કરવાનું રહેશે. આ આધારે લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. તમે ફોન પર તેની માહિતી મેળવી શકો છો.

image source

દેશમાં અત્યારે ભારત બાયોટેકની કોવેક્સીન, સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડને મંજૂરી મળી છે. આ સિવાય અન્ય અનેક વેક્સીન અંતિમ ચરણમાં છે. દિલ્હી એમ્સમાં કોરોનાની વેક્સીનનો પહેલો ડોઝ અપાયો અને પછી અન્ય વેક્સીનમાં ડાયરેક્ટર ડો. ગુલેરિયાએ વેક્સીન લગાવડાવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત